રહસ્યમય/ ચંદ્ર પર દેખાઇ ઝૂંપડીનાં આકાર જેવી વસ્તું, દુનિયાભરનાં વૈજ્ઞાનિકો ચોંકી ગયા

પૃથ્વીની પરિક્રમા કરતા ચંદ્ર પર એક રહસ્યમય ઝૂંપડીનાં સમાચાર સામે આવી રહ્યા છે, જેની તસવીર જોયા બાદ વૈજ્ઞાનિકો પણ આશ્ચર્યચકિત થઈ ગયા છે.

Ajab Gajab News
ચંદ્ર પર ઝૂંપડી

પૃથ્વીની પરિક્રમા કરતા ચંદ્ર પર એક રહસ્યમય ઝૂંપડીનાં સમાચાર સામે આવી રહ્યા છે, જેની તસવીર જોયા બાદ વૈજ્ઞાનિકો પણ આશ્ચર્યચકિત થઈ ગયા છે. ચંદ્ર મિશન પર ગયેલા ચીનનાં યુટુ-2 રોવરે (Yutu 2 Rover) આ ઝૂંપડીનાં આકારની વસ્તુ શોધી કાઢી છે. આ પદાર્થ ચંદ્રનાં સૌથી દૂર આવેલા વોન કાર્મન ક્રેટર પાસે જોવા મળ્યો છે. ચીનનાં વૈજ્ઞાનિકોએ આ રહસ્યમય આકૃતિની શોધ શરૂ કરી દીધી છે.

ચંદ્ર પર ઝૂંપડી

આ પણ વાંચો – Shocking / 20 વર્ષની યુવતીને થયો 77 વર્ષનાં વૃદ્ધ સાથે પ્રેમ, જાણો કેવી રીતે શરૂ થઇ પ્રેમ કહાની

આ ઘટના ચીનની સ્પેસ એજન્સી નેશનલ સ્પેસ એડમિનિસ્ટ્રેશન (CNSA) સાથે કામ કરતી ચીની સાયન્સ ચેનલ અવર સ્પેસ પર પ્રકાશિત Yutu 2 ડાયરીમાં જણાવવામાં આવી છે. ડાયરીમાં કહેવામાં આવ્યું છે કે, Yutu 2 એ ચંદ્રની ઉત્તરે ક્ષિતિજ પર ક્યુબ આકારની વસ્તુ જોઈ. નવેમ્બરમાં મિશનનાં 36માં ચંદ્ર દિવસ દરમિયાન આ પદાર્થ લગભગ 260 ફૂટ (80 મીટર) દૂર હતો. ‘અવર સ્પેસ’ અનુસાર અમે આ ઑબ્જેક્ટનું નામ ‘મિસ્ટ્રીયસ હટ’ (શેનમી જિયાઓવુ) રાખ્યું છે. આ નામ પ્રતિકાત્મક આપવામાં આવ્યું છે, કારણ કે આપણે જાણતા નથી કે તે વાસ્તવિકમાં શું છે. Yutu-2 મિશન સાથે જોડાયેલા વૈજ્ઞાનિકોએ પણ આ રહસ્યમય વસ્તુ અંગે આશ્ચર્ય વ્યક્ત કર્યું છે. તેમણે કહ્યું કે, આગામી 2-3 ચંદ્ર દિવસોમાં અમે આ રોવરને ક્રેટરથી બહાર કાઢીને તે રહસ્યમય વસ્તુની નજીક લઈ જવાનો પ્રયાસ કરીશું.

ચંદ્ર પર ઝૂંપડી

આ પણ વાંચો – ફરી કુદરતના ખોળે / સોહામણું શ્યામશિર ટપુશીયુ સુગરીના વપરાઈ ગયેલા માળામાં પોતાના ઈંડા મૂકે છે….

ઘણા નિષ્ણાતોનાં મતે, આ રહસ્યમય આકૃતિ પથ્થરનો વિશાળ ભાગ પણ હોઈ શકે છે. જોકે, રોવરનાં નજીક ગયા બાદ જ આ રહસ્ય પરથી પડદો ઉઠશે. 3 જાન્યુઆરી, 2019નાં રોજ સૌર-સંચાલિત Yutu-2 અને ચાંગ ઈ 4 લેન્ડર ચંદ્ર પર ઉતર્યા હતા. Yutu-2 ચંદ્ર પર 186 કિલોમીટરનાં વોન કાર્મન ક્રેટરની તપાસ કરી રહ્યું છે.