Secret documents found/ અમેરિકી રાષ્ટ્રપતિ બિડેનના નિવાસસ્થાન અને ખાનગી ઓફિસમાંથી મળ્યા ગુપ્ત દસ્તાવેજો,તપાસમાં સહકાર આપશે

અમેરિકી રાષ્ટ્રપતિ જો બિડેનના ખાનગી નિવાસસ્થાનમાંથી ગોપનીય દસ્તાવેજો મળી આવ્યા છે. વિલ્મિંગ્ટન ડેલવેરમાં તેમના ઘરેથી મળેલા દસ્તાવેજો ઓબામાના  વહીવટીતંત્ર સમયના છે,

Top Stories World
Secret documents found at Biden residence

Secret documents found at Biden residence:   અમેરિકી રાષ્ટ્રપતિ જો બિડેનના ખાનગી નિવાસસ્થાનમાંથી ગોપનીય દસ્તાવેજો મળી આવ્યા છે. વિલ્મિંગ્ટન ડેલવેરમાં તેમના ઘરેથી મળેલા દસ્તાવેજો ઓબામાના  વહીવટીતંત્ર સમયના છે,જયારે તેઓ  બિડેન ઉપરાષ્ટ્રપતિ હતા. વ્હાઇટ હાઉસે આની પુષ્ટિ કરી છે અને કહ્યું છે કે વર્ગીકૃત દસ્તાવેજો મળી આવ્યા છે . બિડેનના ઘર ઉપરાંત વર્ગીકૃત દસ્તાવેજો વોશિંગ્ટન થિંક ટેન્કમાંથી પણ મળી આવ્યા છે, જે બિડેનની ઓફિસ હતી.

આ મામલે ( Secret documents found at Biden residence)  રાષ્ટ્રપતિ બિડેને વર્ગીકૃત દસ્તાવેજો મળવા પર આશ્ચર્ય વ્યક્ત કર્યું છે અને કહ્યું છે કે તેઓ તપાસમાં સહકાર આપવા તૈયાર છે. યુએસ એટર્ની જનરલ મેરિક ગારલેન્ડે વર્ગીકૃત દસ્તાવેજોની શોધની તપાસ કરવા માટે વિશેષ સલાહકાર રોબર્ટ હરની નિમણૂક કરવાની જાહેરાત કરી છે. અમેરિકન મીડિયામાં કહેવામાં આવી રહ્યું છે કે બિડેનના ઘર અને ઓફિસમાંથી મળેલા દસ્તાવેજે તેમના માટે ભારે શરમજનક ક્ષણ ઉભી કરી છે.

વ્હાઇટ હાઉસે (Secret documents found at Biden residence) જણાવ્યું હતું કે વર્ગીકૃત દસ્તાવેજો, ઉપરાષ્ટ્રપતિ તરીકે બિડેનના કાર્યકાળના, ડેલવેરના વિલ્મિંગ્ટનમાં તેમના ઘરના ગેરેજમાંથી મળી આવ્યા હતા. બિડેન ઘણીવાર આ ઘરમાં સપ્તાહાંત વિતાવતા હતા. વોશિંગ્ટનમાં બિડેનની ખાનગી ઓફિસમાંથી 2009 થી 2016 સુધીના દસ્તાવેજો મળી આવ્યા હતા, જ્યારે તેઓ ઉપરાષ્ટ્રપતિ હતા

ન્યાય વિભાગે કહ્યું કે એટર્ની જનરલ મેરિક બી. ગારલેન્ડ પછીથી નિવેદન આપશે. આ અઠવાડિયાની શરૂઆતમાં, રાષ્ટ્રપતિ બિડેને મેક્સિકોમાં પત્રકારોને જણાવ્યું હતું કે તેઓ એ જાણીને આશ્ચર્યચકિત થયા હતા કે ખાનગી ઓફિસમાંથી કેટલાક વર્ગીકૃત દસ્તાવેજો મળી આવ્યા હતા. બિડેને કહ્યું કે તે પેપર્સમાં શું છે તેનાથી તે અજાણ છે અને અધિકારીઓ સાથે “સહકાર” કરી રહ્યા  છે.

Cold in Gujarat/રાજ્યમાં શીત લહેર સાથે ઠંડીનું પ્રમાણ વધ્યું,હવામાન વિભાગે આપી આ ચેતવણી