Not Set/ ગુજરાતના યાત્રાધામોની સુરક્ષા વધારી દેવાઇ, મંદિરમાં ખુણે ખુણામાં સઘન ચેકિંગ હાથ ધરાઇ

અંબાજી, જમ્મુ કાશ્મીરના પુલવામામાં આતંકી હુમલા બાદ ગઈ કાલે થયેલા પાકિસ્તાન પાર કરેલી એર સ્ટ્રાઈક કરી હતી. જેને લઇને ગુજરાતના યાત્રાધામોની સુરક્ષા વધારી દેવામાં આવી છે. યાત્રાધામ અંબાજી નું મંદિર પણ ઝેડ કેટેગરીની સુરક્ષા ધરાવતો હોવાથી અંબાજીની સુરક્ષામાં પણ વધારો કરવામાં આવ્યો છે. સવારથી જ અંબાજી મંદિરમાં બોમ્બ ડિટેકટીવ ડિસ્પોઝલ ટીમ દ્વારા મંદિરમાં ખુણે ખુણામાં […]

Gujarat Others Videos
mantavya 352 ગુજરાતના યાત્રાધામોની સુરક્ષા વધારી દેવાઇ, મંદિરમાં ખુણે ખુણામાં સઘન ચેકિંગ હાથ ધરાઇ

અંબાજી,

જમ્મુ કાશ્મીરના પુલવામામાં આતંકી હુમલા બાદ ગઈ કાલે થયેલા પાકિસ્તાન પાર કરેલી એર સ્ટ્રાઈક કરી હતી. જેને લઇને ગુજરાતના યાત્રાધામોની સુરક્ષા વધારી દેવામાં આવી છે.

યાત્રાધામ અંબાજી નું મંદિર પણ ઝેડ કેટેગરીની સુરક્ષા ધરાવતો હોવાથી અંબાજીની સુરક્ષામાં પણ વધારો કરવામાં આવ્યો છે. સવારથી જ અંબાજી મંદિરમાં બોમ્બ ડિટેકટીવ ડિસ્પોઝલ ટીમ દ્વારા મંદિરમાં ખુણે ખુણામાં સઘન ચેકિંગ હાથ ધરવામાં આવી હતી.

જોકે ઉપરાંત ચાલી રહેલી આ તપાસમાં કોઈ જાતની કોઈ શંકાસ્પદ વસ્તુ મળી આવેલ ન હતી. જોકે પોલીસ અધિકારીના જણાવ્યા અનુસાર સુરક્ષાકર્મીઓની સંખ્યામાં પણ વધારો કરાયો છે.

ટીમ દ્વારા પણ સઘન ચેકીંગ હાથ ધરવામાં આવી રહ્યું છે. સાથે ક્યુ.આર.ટી.ની ટીમ પોલીસ જવાનો,બોર્ડરવીંગ, હોમગાર્ડ દ્વારા મંદિરની સુરક્ષામાં વધારો કરવામાં આવ્યો છે.