Not Set/ જુઓ,આજની હેડલાઈન

  6:00pm આણંદ : જિલ્લામાં 4 વાગ્યા સુધીનું 76.06 ટકા મતદાન થયું હતું બોરસદમાં 73.55 ટકા મતદાન થયું હતું આંકલાવમાં 77.12 ટકા મતદાન થયું હતું પેટલાદમાં 73.03 ટકા મતદાન થયું હતું ખંભાતમાં 78.27 ટકા મતદાન થયું હતું તારાપુરમાં 82.82 ટકા મતદાન થયું હતું ————————————————————————————- કચ્છ : દુધઈ પોલીસ મથકમાં ફરજ બજાવતા કોન્સેબલ ગુમ થતા આદિપુર […]

Gujarat
PARTH 1 જુઓ,આજની હેડલાઈન

 

6:00pm

આણંદ : જિલ્લામાં 4 વાગ્યા સુધીનું 76.06 ટકા મતદાન થયું હતું

બોરસદમાં 73.55 ટકા મતદાન થયું હતું

આંકલાવમાં 77.12 ટકા મતદાન થયું હતું

પેટલાદમાં 73.03 ટકા મતદાન થયું હતું

ખંભાતમાં 78.27 ટકા મતદાન થયું હતું

તારાપુરમાં 82.82 ટકા મતદાન થયું હતું

————————————————————————————-

કચ્છ : દુધઈ પોલીસ મથકમાં ફરજ બજાવતા કોન્સેબલ ગુમ થતા આદિપુર પોલીસ મથકે ફરિયાદ કરવામાં આવી હતી. સંજય દાણીધારીયા નામનો પોલીસ કોન્સ્ટેબલ 25 દિવસથી ગુમ થયેલો હતો. સંજયનું અપહરણ થયું હોવાની આશંકા કરવામાં આવી રહી છે.

————————————————————————————-

દેવભૂમિ દ્વારકા: પિંડારા ગામે કારના કાચ તોડી યુવકનું અપહરણ કરવામાં આવ્યું હતું. બાઈક પર આવેલા શખ્સોએ અપહરણ કર્યું હતું. જેથી પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા.

—————————————————————————————

રાજકોટ : જેતપુરના ચાંપરાજપુર ગામની નજીક ભાદરની કેનાલમાં બાળક પાણી પીવા જતાં પગ લપસ્યતા ખાબક્યો હતો. સ્થાનિક તરવૈયાઓએ બાળકની શોધખોળ હાથ ધરી હતી..

—————————————————————————————-

અરવલ્લી : બાયડની તાલોદ ગ્રામપંચાયતના મતદાન મથક પર ઉમેદવારના સમર્થકો વચ્ચે મારામારી કરવામાં આવી હતી.જેમાં બે વ્યક્તિઓને ઇજા પહોંચી થઇ હતી.

—————————————————————————————-

 

12:00pm
મહેસાણા: એસપીજી ના લાલજી પટેલે નિવેદનમાં જણાવ્યું હતું કે  સરકારે પાટીદારોને આપેલા વચનમાંથી ફરી ગઈ છે.પાટીદારોના પરના તમામ કેસ પરત ખેંચવાની ખાતરી આપી હતી. જો સરકાર વચન નહીં નિભાવે તો ફરી આંદોલનો ફરી શરુ થશે.
—————————————————————————————————–
અમદાવાદ: શાહપુર પ્લાસ્ટિકના ગોડાઉનમાં ભીષણ આગ લાગવાથી અફરાતફરી  મચી ગઈ હતી. આગ ફેલાઈને નજીકના મકાનો સુધી પહોંચી હતી. આ મામલે આઠથી વધુ ફાયર ફાયટરોએ ઘટનાસ્થળે પહોંચી આગ પર કાબુ મેલ્યો હતો.
—————————————————————————————————–
અમરેલી: આજે 33 ગ્રામ પંચાયતની ચૂંટણી માટે મતદાન કરવામાં આવ્યું છે. સરપંચ પદ 64 અને સભ્યપદ માટે 362 ઉમેદવારો મેદાનમાં ઉતર્યા છે. ચૂંટણીને લઈ ગ્રામીણ વિસ્તારમાં રાજકીય માહોલ છવાયો છે. ચાંપતા પોલીસ બંદોબસ્ત વચ્ચે શાંતિપૂર્ણ મતદાન થઈ રહ્યું છે.
—————————————————————————————————–
ડભોઈ: કનાયડા અને મંડાળા ગામે મતદાન કરવાનું શરૂ થઈ ગયું છે. ૨ ગ્રામ પંચાયતની ચૂંટણી માટે મતદાન કરવામાં આવી રહ્યું છે. ચૂંટણીને લઈ મતદારોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
—————————————————————————————————–
બનાસકાંઠા: ગ્રામપંચાયાતની ચૂંટણી માટે મતદાન શરૂ થઇ ચુક્યું છે. મતદાન કેન્દ્ર પર મતદારોની લાંબી લાઈનો જોવા મળી રહી છે. ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે મતદાન યોજાઈ રહ્યું છે.
—————————————————————————————————–