Not Set/ જુઓ,આજની હેડલાઈન

5:00pm સુરતઃ રાજ્યના વેટ કમિશનરે સુરતમાં કાપડ વ્યવસાયના તમામ વિભાગોની મુલાકાત લીધી હતી. સુરતના ચેમ્બર ઓફ કોમર્સમાં વેટ કમિશનર સાથે વેપારીઓની મીટીંગ યોજવામાં આવી હતી.જેમાં વેપારીઓ દ્વારા આઈટીસી અને આઈટીસી રીફંડ અંગે રજૂઆત કરવામાં આવી હતી. ————————————————————————————————— સુરતઃ જીઆઇડીસીમાં ખુલ્લેઆમ ગેરકાયદેસર ગટરોમાં જીવલેણ એસિડ ઠલવાય રહ્યું છે. સચીન જીઆઇડીસીમાં આવેલ એવિસ મશીન પ્રા.લી કંપની દ્રારા એસિડ ઠલવાયમાં […]

Gujarat
PARTH 9 જુઓ,આજની હેડલાઈન

5:00pm

સુરતઃ રાજ્યના વેટ કમિશનરે સુરતમાં કાપડ વ્યવસાયના તમામ વિભાગોની મુલાકાત લીધી હતી. સુરતના ચેમ્બર ઓફ કોમર્સમાં વેટ કમિશનર સાથે વેપારીઓની મીટીંગ યોજવામાં આવી હતી.જેમાં વેપારીઓ દ્વારા આઈટીસી અને આઈટીસી રીફંડ અંગે રજૂઆત કરવામાં આવી હતી.

—————————————————————————————————

સુરતઃ જીઆઇડીસીમાં ખુલ્લેઆમ ગેરકાયદેસર ગટરોમાં જીવલેણ એસિડ ઠલવાય રહ્યું છે. સચીન જીઆઇડીસીમાં આવેલ એવિસ મશીન પ્રા.લી કંપની દ્રારા એસિડ ઠલવાયમાં આવે છે ત્યારે જીપીસીબીના અધિકારીઓ આંખ આડા કાન કરી રહ્યા છે.

—————————————————————————————————-

બનાસકાંઠા:  જીપ અને ટેન્કર વચ્ચે બાઇક આવી જતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં ઘટના સ્થળે બાઇક ચાલકનું મોત થયું હતું.

————————————————————————————————- ગાંધીનગર: પદ્માવત મુદ્દે જીતુ વાઘાણીનું નિવેદન આપતા જણાવ્યું કે જનતાની લાગણીને સિનેમાના માલિકોએ ધ્યાને લઇને પદ્માવત ફિલ્મ રીલીઝ કરવી.જનતાની સલામતી સચવાય તે જરૂરી છે.

————————————————————————————————-અમદાવાદ: રોપડા સર્કલ પાસેની ૧૯ વર્ષના યુવક પર તિક્ષ્ણ હથિયાર વડે હુમલો કરી બે શખ્સ ફરાર થયા હતા. ઈજાગ્રસ્ત યુવકને હોસ્પિટલ સારવાર માટે લઇ જવામાં આવ્યો છે.

————————————————————————————————–

11:30am

મધ્યપ્રદેશના રાજ્યપાલ તરીકે આનંદી પટેલ શપથ  લેશે. એમપીની હાઈકોર્ટના ચીફ જસ્ટીસ હેમંત ગુપ્તાએ આનંદીબહેનને ભોપાલમાં શપથ લેવડાવ્યા હતા.આ સાથે આનંદીબહેનની મધ્યપ્રદેશના ૨૭માં રાજ્યપાલ તરીકે અધિકૃત રીતે વરણી થઇ હતી.


નેતાજી સુભાષચંદ્ર બોઝની આજે ૧૨૧મિ જન્મજયંતિ છે. સુભાષચંદ્ર બોઝ માટે વડાપ્રધાન મોદીએ ટ્વીટ કરતાં કહ્યું છે કે સુભાષચંદ્ર બોઝના સાહસ પર સમગ્ર ભારતીયોને ગર્વ થાય છે.

————————————————————————————————મુંબઈ: શેરબજારમાં લાલચોળ તેજીનો માહોલ છવાઈ ગયો છે. સેન્સેક્સે ૩૬,0000ના આંકડાને પાર કર્યો છે. નિફ્ટી ૧૧ હજારની ઓલટાઇમ હાઇ સપાટી પર કર્યો છે.

————————————————————————————————દિલ્હી:  પદ્માવત ફિલ્મ રિલીઝ મામલો એમપી-રાજસ્થાનની પિટીશન પર આજે સુપ્રીમકોર્ટમાં સુનાવણી કરવામાં આવશે.આ રાજ્યો દ્રારા પદ્માવત ફિલ્મ પર પ્રતિબંધ મૂકવાનો અધિકાર આપવા માટે માંગણી કરાઈ છે.

———————————————————————————————–થરાદ: ભાભરના તાલુકાના જોરવાડા ગામની મહિલાને  રસ્તામાં જ ૧૦૮ની ટીમે પ્રસૂતા કરાવી હતી.

————————————————————————————————

થરાદ: માવસરીના ઉમેદપુરા ગામમાં મારમારી અપશબ્દો બોલી જાનથી મારી નાખવાની ધમકીની બે ઈસમો સામે માવસરી પોલીસ મથકે ફરીયાદ નોંધાવી હતી.


લવ જેહાદ મામલે સુપ્રિમ કોર્ટની ટીપ્પણી :હદિયા પરિપક્વ છે અને તેણે મરજીથી લગ્ન કર્યા છે.આ લગ્નની તપાસ એનઆઇએએ કરવાની જરૂર નથી.