Rajkot News/ રાજકોટ ઉપલેટામાં ચાર બાળકોના ફૂડ પોઇઝનિંગથી મોત થતાં સનસનાટી

રાજકોટના ઉપલેટા તાલુકામાં ચાર બાળકોના મોતથી તરખાટ મચી ગયો છે. ઉપલેટા તાલુકાના તણસવા ગામ નજીક આવેલા બે જુદા-જુદા કારખાનામાં ચાર બાળકોના મોત થતાં ખળભળાટ મચ્યો છે.

Gujarat Rajkot Breaking News
Beginners guide to 61 2 રાજકોટ ઉપલેટામાં ચાર બાળકોના ફૂડ પોઇઝનિંગથી મોત થતાં સનસનાટી

Rajkot News: રાજકોટના ઉપલેટા તાલુકામાં ચાર બાળકોના મોતથી તરખાટ મચી ગયો છે. ઉપલેટા તાલુકાના તણસવા ગામ નજીક આવેલા બે જુદા-જુદા કારખાનામાં ચાર બાળકોના મોત થતાં ખળભળાટ મચ્યો છે. ઘટનાના પગલે સમગ્ર રાજકોટનું સરકારી તંત્ર હરકતમાં આવી ગયું છે અને આરોગ્ય વિભાગની ટીમ ઘટનાસ્થળે પહોંચી છે.

રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકામાં ગણોદ અને તણસવા ગામ નજીક આઠથી દસ કારખાનાઓ ધમધમે છે. આ કારખાના પ્લાસ્ટિકના છે. તેમાથી બે જુદાં-જુદાં પ્લાસ્ટિકના કારખાનામાં પરપ્રાંતીય શ્રમિકોના કુલ ચાર બાળકોના મોત થયાનું કારખાનાના માલિકોએ જણાવ્યું છે.

તણસવા ગામ નજીકના બે પ્લાસ્ટિક કારખાનામાં નાના બાળકોને ફૂડ પોઇઝનિંગ થતાં ઝાડાઉલ્ટી થયા હતા. તેમને સારવાર અર્થે ઉપલેટા હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. તેમને વધુ સારવાર અર્થે ત્યાંથી જૂનાગઢ પણ ખસેડાયા હતા, આમ છતાં તેમના જીવ બચાવી ન શકાતા ચાર બાળકોના મોત થયા હતા.

મૃતક બાળકોમાં એક બાળક અને ચાર બાળકીનો સમાવેશ થાય છે, જેમની ઉંમર બેથી સાત વર્ષની હતી. આ બાળકો મધ્યપ્રદેશના છે. આ ઘટના પછી રાજકોટ જિલ્લા આરોગ્ય અધિકારી, ડેપ્યુટી કલેક્ટર તથા તાલુકા વિકાસ અધિકારી, તાલુકા આરોગ્ય અધિકારી મામલતાદર સહિતના ટોચના અમલદારો દોડી આવ્યા હતા અને હવે આરોગ્ય વિભાગે તપાસ શરૂ કરી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: અમદાવાદમાં આવ્યો વાતાવરણમાં પલટો, રાજ્યમાં વરસાદની લહેર

આ પણ વાંચો: રાજકોટ, દેવભૂમિ દ્વારકા, ખંભાળિયામાં ભારે વરસાદ

આ પણ વાંચો: અમરેલીમાં ત્રણ યુવકોના વીજ કરંટના મોતથી અરેરાટી

આ પણ વાંચો: દેશમાં બીજા સ્થળોએ NEET ફરીથી લેવા માટે તો ગુજરાતમાં RENEETનો વિરોધ