Not Set/ રાજસ્થાન બોર્ડર પર આવેલી સેરગઢ અનુપમ શાળાએ જીત્યા અનેક એવોર્ડ, આપ્યું શ્રેષ્ઠતાનું ઉદાહરણ

રાજસ્થાન બોડર પર આવેલ સેરગઢ અનુપમ શાળા અનેક એવોર્ડ સાથે આધુનિક સુવિધાથી સજ્જ બોડર પરની શાળ માં પણ શિક્ષનો વ્યાપ વધતા સાક્ષરતાનું પ્રમાણ..

Gujarat Others
A 113 રાજસ્થાન બોર્ડર પર આવેલી સેરગઢ અનુપમ શાળાએ જીત્યા અનેક એવોર્ડ, આપ્યું શ્રેષ્ઠતાનું ઉદાહરણ

વર્ષો પહેલા બનાસકાંઠા જિલ્લામાં શિક્ષણનું પ્રમાણ નિહવત હતું સમય જતાં દિશા અને દશા બદલાઈ શિક્ષણ પદ્ધતિ બદલાઈ લોકો માં જાગૃતી આવી જેના પરિણામે ધાનેરા તાલુકા ની સેરગઢ અનુપમ શાળા બની મોડલ શાળા રાજસ્થાન સરહદે હોવા છતાં પણ ખાનગી શાળા ને પણ ટક્કર મારે એવી આધુનિક શાળા  બની સાચા અર્થ માં સરસ્વતી નું મંદિર. આ વિસ્તાર પછાતપણા ની ગણતરી માં આવતો અને શિક્ષણ ની અહીંયા કલ્પના જ નહોતી પણ આ જ વિસ્તાર સમગ્ર તાલુકા ને હંફાવી રહ્યો છે કન્યા કેળવણી ને પ્રોત્સાન આપવા વાલીઓ અને શિક્ષકો જાગૃત બન્યા છે પરિણામે શિક્ષણ માં મોટા પરિવર્તન સાથે સાક્ષરતા ના પણ માપદંડ બદલાય છે.

A 117 રાજસ્થાન બોર્ડર પર આવેલી સેરગઢ અનુપમ શાળાએ જીત્યા અનેક એવોર્ડ, આપ્યું શ્રેષ્ઠતાનું ઉદાહરણ

સેરગઢ અનુપમ શાળા માં સરસ ગાર્ડન  ગાર્ડન માં ફુવારા પદ્ધતિ  સંકુલ માં સરસ્વતી નું મંદિર  cctv થી સજ્જ  2015 અને 2017 માં પુર થી મોટા નુકશાન  તરફ ગયેલી શાળા ફરી બની રહી છે આદર્શ શાળા  બની છે શાળા માં જળસંચય યોજના અંતરગ્રત ભુગર્ભ ટાકી જેવી અનેક સુવિધા થી આજે ગામ માં શિક્ષણ નો રેશિયો 80 ટકા પર પહોંચ્યો સ્કૂલ માં 1 થી 8 ધોરણ માં  452 બાળકો ને 11 નો સ્ટાફ શિક્ષણ આપી રહ્યો છે જેની કામગીરી થી ગામ ના વાલીઓ પણ ખુશ જોવા મળી રહ્યા છે  શિક્ષકો ની કામગીરી અને વાલી ઓ ની જાગૃતત જ આજે ગામ ને આધુનિકતા તરફ દોરી ગયું છે વાલીઓ ના પ્રયાસ થતી ગામ સંપૂર્ણ વ્યસન મુક્ત છે શિક્ષણ નું પ્રમાણ વધતા રાજસ્થાન સરહદે આવેલ હોવા છતાં ભૂતકાળ ને ભૂલી ભવિસ્ય તરફ દોડ લગાવતું ગામ ને ગામ ની જ શાળા ના શિક્ષકો શિક્ષણ સ્વરૂપે વેગ આપી રહ્યા છે.

A 114 રાજસ્થાન બોર્ડર પર આવેલી સેરગઢ અનુપમ શાળાએ જીત્યા અનેક એવોર્ડ, આપ્યું શ્રેષ્ઠતાનું ઉદાહરણ

આ પણ વાંચો :પંચમહાલના ગ્રામીણ વિસ્તારોમાં ચાલતી શેરી શાળાઓ બની વિદ્યાર્થીઓ માટે આર્શિવાદ સમાન,જાણો કેમ ?

શાળા ને સરસ અને આધુનિક બનાવવા આચાર્ય અમરતભાઈ ચૌધરી અને સ્ટાફ ની મહેનત નિખરી આવી છે શાળા ને અનુપમ એવોડ સ્વચ્છતા એવોર્ડ  ગ્રીન સ્કૂલ એવોર્ડ પણ મળેલ છે 2016 થી હાલ સુધી એન એમ એસ ની પરીક્ષામાં 15 બાળકો ગુજરાત માં મેરીટ માં આવ્યા સ્માર્ટ કલાસ અને ઓનલાઈન ટેકનોલોજી સાથે શિક્ષણ ની જ્યોત જગાવવના ઉદ્દેશ સાથે થતી કામગીરી જ શિક્ષણ નું વ્યાપ વધારી રહી છે એક સમયે દીકરીઓ ને શાળા એ મોકલવા અટકાતો સમાજ આજે દીકરીઓ ના શિક્ષણ ની વાત પર ભાર મુકતો કર્યો છે દીકરી સાપ નો ભારો નહિ પણ કુલ નો દિપક છે એ બાબત ને સ્યોર સમજાવી ને શાળા માં કન્યા કેળવણી ને પ્રોત્સાહન પણ અપાયું નોકરી નહિ પણ સરસ્વતી ના પૂજારી બની કામ કરતા શિક્ષકો આજે બોડર પર શિક્ષણ નો દીવો ઝગમગાટ કરી રહ્યા છે.

A 115 રાજસ્થાન બોર્ડર પર આવેલી સેરગઢ અનુપમ શાળાએ જીત્યા અનેક એવોર્ડ, આપ્યું શ્રેષ્ઠતાનું ઉદાહરણ

આ પણ વાંચો :વાંચો જમીન વિવાદ મામલે અમદાવાદના ક્યાં વકીલને મળી જાનથી મારી નાખવાની ધમકી

રાજસ્થાન બોડર હોવા છતાં ખાનગી શાળા ને ટક્કર મારે એવા કુદરતી વાતવરણ માં બાળકો ને શિક્ષણ આપી અન્ય શાળા માટે ઉદાહરણ રૂપ બની અનેક એવોર્ડ શાળા ના નામે કરનાર શિક્ષકો ખરેખર સાચા અર્થ માં સરસ્વતી ના ઉપાસક બન્યા છે અને ગામ ને એક શાક્ષરતા તરફ લઈ જવાનો સફળ પ્રયત્ન એ જ દર્શાવે છે કે બનાસકાંઠા જિલ્લો પણ અન્ય જિલ્લા ની માફક શિક્ષણ માં હરણફાળ ભરી રહ્યો છે.

A 116 રાજસ્થાન બોર્ડર પર આવેલી સેરગઢ અનુપમ શાળાએ જીત્યા અનેક એવોર્ડ, આપ્યું શ્રેષ્ઠતાનું ઉદાહરણ

આ પણ વાંચો :ચિલોડામાં ભેંસોએ ઈંગ્લીશ દારૂ પીધો અને પછી માલિકને થઇ જેલ