Kheda/ ખેડામાં વન વિભાગની ગંભીર બેદરકારી

પરીએજ તળાવમાં આગ લાગતા એક મગરનું મોત, પાંચ દાઝ્યા

Gujarat Top Stories
Beginners guide to 2024 06 19T163025.836 ખેડામાં વન વિભાગની ગંભીર બેદરકારી

 

kheda News : ખેડામાં બનેલા એક અજીબ પ્રકારના બનાવમાં વન વિભાગની ગંભીર બેદરકારી સામે આવી છે. જેમાં તળાવમાં આહગ લાગતા એક મગરનું મોત નીપજ્યુ હતું જ્યારે પાંચ મગર દાઝી ગયા હતા. આ અંગે કલેક્ટરને પણ જાણ કરવામાં આવી ન હતી.

આ બનાવની વિગત મુજબ ખેડા જિલ્લાના પરીએજ તળાવમાં અચાનક આગ લાગી હતી. આગ લાવાને કારણે તળાવમાં રહેલા મગરોમાં નાસભાગ મચી ગઈ હતી. જેમાં એક મગરનું ગંભીરપણે દાઝી જવાથી મોત નીપજ્યું હતું જ્યારે અન્ય પાંચ મગર દાઝી ગયા હતા.

આગ અને મગરના મોત અંગે વન વિભાગ દ્વારા જિલ્લા કલેક્ટરને પણ જાણ કરવામાં આવી ન હતી.

ઉલ્લેખનીય છે કે પેરીએજ તળાવનું રીનોવેશન કરોડો રૂપાના ખર્ચે કરવામાં આવી રહ્યું છે.

બીજીતરફ તળાવમાં આગ લગાડવામાં આવી હતી કે અચાનક લાગી હતી તેનું રહસ્ય અકબંધ છે. આ અંગે તપાસ થાય તેવી માંગણી થઈ રહી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:જૂનાગઢમાં ઓઝત નદીમાંથી સિંહનો મૃતદેહ મળ્યો

આ પણ વાંચો:ભૂજમાં થયેલી લૂંટના સીસીટીવી સામે આવ્યા

આ પણ વાંચો:જમીનોના કાળાધોળા સામે વડોદરાના ધારાસભ્યની જ ગંભીર ફરિયાદ