LUCKNOW/ ભોપાલ-ઉજ્જૈન ટ્રેન બ્લાસ્ટ કેસમાં 7 આતંકવાદીઓને ફાંસીની સજા, એકને આજીવન કેદ; NIA કોર્ટનો નિર્ણય

ભોપાલ-ઉજ્જૈન પેસેન્જર ટ્રેન બ્લાસ્ટ કેસમાં યુપીના લખનૌની NIA કોર્ટે 7 લોકોને ફાંસીની સજા સંભળાવી છે. જ્યારે અન્ય એક આરોપીને આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે. જે 7 આતંકવાદીઓને મોતની સજા…

Top Stories India
Bhopal-Ujjain train

Bhopal-Ujjain train: ભોપાલ-ઉજ્જૈન પેસેન્જર ટ્રેન બ્લાસ્ટ કેસમાં યુપીના લખનૌની NIA કોર્ટે 7 લોકોને ફાંસીની સજા સંભળાવી છે. જ્યારે અન્ય એક આરોપીને આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે. જે 7 આતંકવાદીઓને મોતની સજા સંભળાવવામાં આવી છે તેમાં મોહમ્મદ ફૈઝલ, ગૌસ મોહમ્મદ ખાન, મોહમ્મદ અઝહર, આતિફ મુઝફ્ફર, મોહમ્મદ દાનિશ, સૈયદ મીર હુસૈન અને આસિફ ઈકબાલ રોકીનો સમાવેશ થાય છે.

આ સાથે જ મોહમ્મદ આતિફ ઈરાનીને આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે. રિપોર્ટ અનુસાર મંગળવારે કેસની સુનાવણી દરમિયાન તમામ આઠ આતંકીઓ કોર્ટમાં હાજર હતા. નોંધનીય છે કે આ કેસમાં કુલ 9 આતંકીઓને દોષિત ઠેરવવામાં આવ્યા હતા. આમાંથી એક આતંકી સૈફુલ્લાના એન્કાઉન્ટરમાં માર્યો ગયો હતો. નોંધનીય છે કે શુક્રવારે જ કોર્ટે તમામ આતંકીઓને દોષિત જાહેર કર્યા હતા. મધ્યપ્રદેશના શાજાપુરમાં 7 માર્ચ 2017ના રોજ સવારે થયેલા આ વિસ્ફોટમાં ISISના ખોરાસાન મોડ્યુલના આતંકવાદીઓની ભૂમિકા સામે આવી હતી. વિસ્ફોટના બીજા જ દિવસે 8 માર્ચ 2017ના રોજ લખનૌના કાકોરી વિસ્તારમાં કાનપુરના આતંકવાદી સૈફુલ્લાહ, જે ખોરાસન મોડ્યુલ સાથે સંકળાયેલો હતો તે ATS દ્વારા એન્કાઉન્ટરમાં માર્યો ગયો હતો, જ્યારે મોહમ્મદ ફૈઝલ, ગૌસ મોહમ્મદ ખાન, મોહમ્મદ અઝહર, આતિફ મુઝફ્ફર, મોહમ્મદ દાનિશ, સૈયદ મીર હુસૈન, આસિફ ઈકબાલ ઉર્ફે રોકી અને મોહમ્મદ આતિફ ઉર્ફે આતિફ ઈરાનીની ધરપકડ કરવામાં આવી હતી.

જેહાદ માટે ઉશ્કેરવામાં આવે છે

પકડાયેલા આતંકીઓ પાસેથી મોટી માત્રામાં દારૂગોળો મળી આવ્યો છે. આરોપીઓ વિરુદ્ધ દેશ વિરુદ્ધ યુદ્ધ છેડવા, આતંકી ફંડિંગ, વિસ્ફોટકો અને હથિયારો એકત્ર કરવા બદલ FIR દાખલ કરવામાં આવી હતી. તપાસમાં જાણવા મળ્યું કે ISISએ યુવાનોનું બ્રેઈનવોશ કરીને તેમને આતંકી સંગઠનમાં સામેલ કર્યા હતા. ISIS આ યુવાનોનો ઉપયોગ દેશ વિરુદ્ધની ગતિવિધિઓમાં કરી રહ્યું હતું. ઝાકિર નાઈકના વીડિયો બતાવીને યુવાનોને જેહાદ માટે ઉશ્કેરવામાં આવ્યા હતા. આતંકવાદીઓ વિરુદ્ધ દેશ વિરુદ્ધ યુદ્ધ છેડવા, આતંકી ફંડિંગ, વિસ્ફોટક સામગ્રી અને હથિયાર રાખવાનો કેસ નોંધવામાં આવ્યો છે. મંગળવારે તમામ આતંકીઓને ફરીથી કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા, જ્યાં 7ને મોતની સજા સંભળાવવામાં આવી હતી.

આ પણ વાંચો: Satyendar Jain/ મનીષ સિસોદિયા સાથે સત્યેન્દ્ર જૈને પણ કેમ આપ્યું રાજીનામું? વાંચો આ અહેવાલ

આ પણ વાંચો: Cricket/ પંતે અકસ્માતના 2 મહિના બાદ ખુલીને વાત કરી, કહ્યું – નાની નાની ક્ષણોને માણવાનું શરૂ કર્યું

આ પણ વાંચો: Breaking News/ જુનિયર કલાર્કની પરીક્ષાની નવી તારીખ જાહેર, પેપર લીકના કારણે મોકૂફ હતી પરીક્ષા