Not Set/ શશી થરૂરની પત્નીનાં મોત મામલે આજે સુનાવણી, થરૂરની વધી શકે છે મુશ્કેલીઓ

કોંગ્રેસનાં સાંસદ શશી થરૂરની પત્ની સુનંદા પુષ્કરનાં મોત મામલે આરોપો ઘડવાના કેસમાં સુનાવણી શુક્રવારે દિલ્હીની કોર્ટમાં છે.

Top Stories India
11 30 શશી થરૂરની પત્નીનાં મોત મામલે આજે સુનાવણી, થરૂરની વધી શકે છે મુશ્કેલીઓ

કોંગ્રેસનાં સાંસદ શશી થરૂરની પત્ની સુનંદા પુષ્કરનાં મોત મામલે સુનાવણી શુક્રવારે દિલ્હીની કોર્ટમાં છે. આ પહેલા 16 મે નાં રોજ વિશેષ ન્યાયાધીશ ગીતાંજલિ ગોયલે કોરોનાવાયરસ રોગચાળાને ધ્યાનમાં રાખીને આદેશ આપવા માટે 16 જૂન સુધી સુનાવણી મોકૂફ કરી હતી.

11 32 શશી થરૂરની પત્નીનાં મોત મામલે આજે સુનાવણી, થરૂરની વધી શકે છે મુશ્કેલીઓ

રાજકારણ / દેશ પર પડી રહેલી મોંઘવારીની માર પર રાહુલનો PM મોદીને ટ્વીટ મારફતે કટાક્ષ

કોર્ટે દિલ્હી પોલીસ અને થરૂર સમક્ષ હાજર રહેલા વકીલોની દલીલો સાંભળીને 12 એપ્રિલનાં રોજ ચુકાદો અનામત રાખ્યો હતો. જે બાદ આ મામલો અનેક વખત મુલતવી રાખવામાં આવ્યો છે. દિલ્હી પોલીસે શશી થરૂર વિરુદ્ધ કલમ 498 એ અને 306 હેઠળ કેસ નોંધ્યો હતો, પરંતુ તેમની ધરપકડ કરી નહોતી કરી. 5 જુલાઈ, 2018 નાં રોજ થરૂરને જામીન મળી ગયા હતા. આ મામલે કોર્ટ તરફથી આવતા આદેશ ખૂબ મહત્વપૂર્ણ રહેશે. કારણ કે કોર્ટનાં આ આદેશથી સ્પષ્ટ થઈ જશે કે સાત વર્ષ જુના કેસમાં કોંગ્રેસનાં નેતા શશી થરૂર પર પત્ની સુનંદા પુષ્કરને આત્મહત્યા કરવા માટે ઉકસાવવાનો કેસ કોર્ટમાં ચાલશે કે નહી. કોર્ટનાં આ નિર્ણયથી એ પણ સ્પષ્ટ થઈ જશે કે, સુનંદા પુષ્કરનાં મૃત્યુનાં કેસમાં શશી થરૂરને રાહત મળશે કે પછી તેમની મુશ્કેલીઓ વધશે.

11 31 શશી થરૂરની પત્નીનાં મોત મામલે આજે સુનાવણી, થરૂરની વધી શકે છે મુશ્કેલીઓ

ગમખ્વાર અકસ્માત / બિહારના મુઝફ્ફરપુરમાં ટ્રકે 10 લોકોને અડફેટમાં લેતાં 4 બાળકો સહિત પાંચના મોત

નોંધપાત્ર વાત એ છે કે, છેલ્લા 7 વર્ષથી ચાલી રહેલા કેસમાં શશી થરૂરની અત્યાર સુધી એકવાર પણ ધરપકડ કરવામાં આવી નથી. પુષ્કર 17 જાન્યુઆરી 2014 ની રાત્રે એક હોટલમાં મૃત હાલતમાં મળી આવ્યા હતા. જે સમયે શશી થરૂરનાં સત્તાવાર બંગલાનું ડેકોરેશનનું કામ ચાલી રહ્યુ હતું. દિલ્હી પોલીસે થરૂર વિરુદ્ધ કલમ 498 એ અને 306 હેઠળ કેસ નોંધ્યો હતો, પરંતુ તેમની ધરપકડ કરી નથી. 5 જુલાઈ, 2018 નાં રોજ થરૂરને જામીન મળી ગયા હતા. કોર્ટમાં આ મામલે ચર્ચા 12 એપ્રિલનાં રોજ પૂર્ણ થઈ હતી. પહવાએ થરૂરને ડિસ્ચાર્જ કરવાની વિનંતી કરતાં જણાવ્યું હતું કે તેમના ક્લાયંટ સામે સેક્શન 498 એ (પતિ અથવા તેમના કોઇ સંબંધીઓ દ્વારા મહિલાની સાથે નિર્દયતા) અથવા 306 (આત્મહત્યા માટે ઉકસાવવું) હેઠળ લગાવવામાં આવેલા આરોપોનાં કોઈ પુરાવા નથી.

Footer 1 શશી થરૂરની પત્નીનાં મોત મામલે આજે સુનાવણી, થરૂરની વધી શકે છે મુશ્કેલીઓ