Not Set/ “જીવિત છે શીના બોરા”… હત્યાકાંડમાં આરોપી ઇન્દ્રાણી મુખર્જીએ CBI ને લખી ચિઠ્ઠી

ઈન્દ્રાણીના વકીલનું કહેવું છે કે ઈન્દ્રાણીએ સીબીઆઈને સીધો પત્ર લખ્યો છે, તેથી તેને ખબર નથી કે તેમાં શું લખ્યું છે અને તે ગુરુવારે ઈન્દ્રાણી…

Top Stories India
ઇન્દ્રાણી

શીના બોરા મર્ડર કેસમાં ફરી એકવાર ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. અહેવાલ છે કે પોતાની પુત્રી શીના બોરાની હત્યાના આરોપમાં જેલમાં રહેલી ઈન્દ્રાણી મુખર્જીએ જેલમાંથી કેન્દ્રીય તપાસ એજન્સીને પત્ર લખ્યો છે. પત્રમાં ઇન્દ્રાણી મુખર્જીએએજન્સીને કહ્યું છે કે શીના બોરા જીવિત છે અને સીબીઆઈએ તેને શોધી કાઢવી જોઈએ. જાણવા મળે છે કે ઈન્દ્રાણીએ સીબીઆઈને લખેલા પત્રમાં જણાવ્યું છે કે જેલમાં તેને મળેલી એક મહિલા કેદીએ તેને કહ્યું છે કે તે કાશ્મીરમાં શીના બોરાને મળી હતી. ઈન્દ્રાણીએ સીબીઆઈ તપાસની માંગ કરી છે.

આ પણ વાંચો :શૂટર કોનિકા લાયકનું રહસ્યમય મોત, લગ્નની ચાલી રહી હતી તૈયારીઓ

ઈન્દ્રાણીના વકીલનું કહેવું છે કે ઈન્દ્રાણીએ સીબીઆઈને સીધો પત્ર લખ્યો છે, તેથી તેને ખબર નથી કે તેમાં શું લખ્યું છે અને તે ગુરુવારે ઈન્દ્રાણીને જેલમાં મળ્યા પછી જ કંઈક કહી શકશે.

આપને જણાવી દઈએ કે શીના બોરા તેના પહેલા લગ્નથી જ ઈન્દ્રાણી મુખર્જીની પુત્રી હતી. ઈન્દ્રાણીની 2015માં 25 વર્ષની શીના બોરાની હત્યાના આરોપમાં ધરપકડ કરવામાં આવી હતી. ત્યારથી તે મુંબઈની ભાયખલા જેલમાં બંધ છે. સીબીઆઈએ આ કેસમાં ત્રણ ચાર્જશીટ અને બે પૂરક ચાર્જશીટ દાખલ કરી છે જેમાં ઈન્દ્રાણી મુખર્જી, તેના ડ્રાઈવર શ્યામવર રાય, પૂર્વ પતિ સંજીવ ખન્ના અને પીટર મુખર્જીને આરોપી તરીકે નામ આપવામાં આવ્યા છે.

આ પણ વાંચો :PM મોદી અને રક્ષા મંત્રીએ વીર જવાનોને કર્યું નમન, કહ્યું- સેનાના અદમ્ય સાહસને સલામ

શ્યામવરે મુંબઈ પોલીસને જણાવ્યું હતું કે, 2012માં ઈંદ્રાણી મુખર્જીએ શીના બોરાનું ગળુ દબાવીને હત્યા કરી નાખી હતી. ઈંદ્રાણી શીનાને પોતાની બહેન બતાવતી હતી. આગળ તપાસમાં ખબર પડી કે, શીના બોરા ઈંદ્રાણીની પ્રથમ દિકરી હતી જે મુંબઈમાં પોતાની માતાને ઘર અપાવવા માટે બ્લેકમેઈલ કરી રહી હતી.

તપાસમાં એવું સામે આવ્યું હતું કે, ઈંદ્રાણી મુખર્જીની દિકરી શીના અને દિકરો મિખાઈલને છોડી દીધા હતા. શીનાને પોતાની માતા વિશે ત્યારે ખબર પડી જ્યારે તેમની તસ્વીર મીડિયા એક્ઝીક્યૂટિવ પીટર મુખર્જી સાથે એક મેગેઝીનમાં છપાઈ હતી.

ત્યાર બાદ કથિત રીતે શીના મુંબઈ આવી. તેની માતા ઈંદ્રાણીએ શીનાને પોતાની બહેન બતાવી હતી. ત્યાં સુધી કે, પોતાના પતિ પીટર મુખર્જીને પણ આ જ બતાવ્યું. પણ 2012માં શીના ગાયબ થઈ ગઈ. બાદમાં રાહુલ મુખર્જી (પીટર મુખર્જીની પ્રથમ પત્નીનો દિકરો)એ શીના વિશે જાણવાની કોશિશ કરી. રાહુલ અને શીના પ્રેમ કરતા હતા. રાહુલે બાદમાં જણાવ્યું કે, શીના વિદેશમાં રહેવા માગતી હતી, કારણ કે, તે કંઈ કરતા નહોતા.

આ પણ વાંચો : યુનેસ્કોએ બંગાળની દુર્ગા પૂજાને હેરિટેજ લિસ્ટમાં કરી સામેલ 

2015માં જ્યારે મામલો સામે આવ્યો તો, તપાસમાં ખબર પડી કે, ઈંદ્રાણીએ મુંબઈના બાંદ્રામાં શીનાનું ગળુ દબાવીને હત્યા કરી દીધી અને તેની લાશને રાયગઢ જિલ્લામાં દફનાવી દીધી. તપાસ એજન્સીઓએ દાવો કર્યો હતો કે,શીના બોરાના અવશેષો મળ્યા હતા. જો કે, ઈંદ્રાણીએ તેને ફગાવી દીધા હતા.

સીબીઆઈએ પીટર મુખર્જીની હત્યાના કાવતરામાં સંડોવણીના આરોપમાં ધરપકડ પણ કરી હતી, જો કે તેને 2020માં જામીન મળી ગયા હતા.

તે જ સમયે, ગયા મહિને જ બોમ્બે હાઈકોર્ટે ઈન્દ્રાણીની જામીન અરજી ફગાવી દીધી હતી. તે પછી ઈન્દ્રાણી સુપ્રીમ કોર્ટનો સંપર્ક કરે તેવી શક્યતા છે.

આ પણ વાંચો : છોકરીઓના લગ્નની વયમર્યાદા વધારવાની તૈયારી, આ સત્રમાં રજૂ થઈ શકે છે બિલ

આ પણ વાંચો : મહારાષ્ટ્રમાં ઓમિક્રોનના સૌથી વધુ કેસ, આજથી કલમ 144નો અમલ થશે