Bollywood/ અભિનેતા શિવ કુમાર વર્માની હાલત નાજુક, CINTAA એ અમિતાભ સહિતની આ હસ્તીઓ પાસે માંગી મદદ

બોલિવૂડ અને ટીવી એક્ટર શિવકુમાર વર્મા ગંભીર રીતે બીમાર છે. તેમને ક્રોનિક ઓબસ્ટ્રેક્ટિવ પલ્મોનરી ડિજીજ છે. આ ઉપરાંત, તેમને કોરોના વાયરસથી ચેપ લાગ્યો હોવાનું જાણવા મળ્યું છે. તેઓ હાલ વેન્ટિલેટર પર છે.

Trending Entertainment
a 75 અભિનેતા શિવ કુમાર વર્માની હાલત નાજુક, CINTAA એ અમિતાભ સહિતની આ હસ્તીઓ પાસે માંગી મદદ

બોલિવૂડ અને ટીવી એક્ટર શિવકુમાર વર્મા ગંભીર રીતે બીમાર છે. તેમને ક્રોનિક ઓબસ્ટ્રેક્ટિવ પલ્મોનરી ડિજીજ છે. આ ઉપરાંત, તેમને કોરોના વાયરસથી ચેપ લાગ્યો હોવાનું જાણવા મળ્યું છે. તેઓ હાલ વેન્ટિલેટર પર છે. તેમની આર્થિક સ્થિતિ નબળી છે, જેના કારણે સિને અને ટીવી આર્ટિસ્ટ એસોસિએશને મદદની અપીલ કરી છે. ટ્વિટર પર આ માહિતી આપતી વખતે તેમણે અક્ષય કુમાર, અમિતાભ બચ્ચન, વિદ્યા બાલન, સલમાન ખાન અને અનિલ કપૂર સહિત વિવિધ સેલેબ્સની મદદ માટે વિનંતી કરી છે.

સિંટાએ ટ્વિટર એકાઉન્ટ પર લખ્યું – શિવકુમાર વર્મા સીઓપીડી સમસ્યાથી સંઘર્ષ કરી રહ્યા છે. તેમને કોરોના વાયરસથી પણ ચેપ લાગ્યો હોવાની આશંકા છે. તેમને સારવારના ખર્ચ માટે આર્થિક મદદની જરૂર છે. અમે તેમને નમ્રતાથી મદદ કરવા વિનંતી કરીએ છીએ. ‘સાથોસાથ સિંટાએ પોતાના ટ્વિટમાં અમિતાભ બચ્ચનથી લઈને સલમાન ખાન સુધીના તમામ સેલેબ્સને ટેગ કર્યા છે.

સિંટાએ શિવકુમાર વર્માના બેંક ખાતાની વિગતો પણ શેર કરી છે, જેથી લોકો તેમની મદદ કરી શકે.

શિવ કુમારે ટીવી સિરિયલો ઉપરાંત ફિલ્મોમાં પણ કામ કર્યું છે. તેઓ 2008 માં અજય દેવગનની અપોજિટ ‘હલ્લા બોલ’માં જોવા મળ્યા હતા. આ સિવાય તે ‘બાજી જિંદગી કી’માં પણ જોવા મળી ચુક્યા છે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…