Not Set/ દેશમાં કોરોના રિકવરી કેસોમાં નોંધપાત્ર વધારો

રિકવરીના કેસોમાં નોંધપાત્ર વધારો

Top Stories
coro દેશમાં કોરોના રિકવરી કેસોમાં નોંધપાત્ર વધારો

ભારતમાં કોરોના સંક્રમણની બીજી લહેર અતિ ઘાતક નિવડી રહી છે . પરતું હવે કોરોનાના કેસોમાં ધીમે ધીમે ઘટાડો જોવા મળી રહ્યો છે,કોરોનાના લીધે દેશમાં હાલત અતિ ગંભીર છે હવે નવા કેસોમાં રાહત જોવા મળી રહી છે તે એક સારા સમાચાર છે.દેશમાં છેલ્લા 24 કલાકમાં પોણા ચાર લાખ કોરોના મુક્ત થયા છે જે કુબ રાહતના સમાચાર છે. રિકવરીના કેસોૃમાં નોંધપાત્ર વધારો થયો છે .

કોરોનાના નવા કેસોની સરખામણીમાં રિકવરીના કેસોમાં વધારો થયો છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં 2.80 લાખ કેસો નોંધાયા છે જયારે રિકવરીના કેસો પોણા ચાર લાખ વધ્યા છે. જે રાહતના સમાચાર છે. બન્ને કેસોની સરખામણીમાં હવે મોટું અતંર જોવા મળે છે. 25 દિવસ બાદ નવા કોરોના સંક્રમણના કેસો 3 લાખથી નીચે આવ્યા છે.

મોટાભાગના રાજ્યોમાં કોરોનાના કેસો ઘટી રહ્યા છે. કર્ણાટકમાં હાલમાં 6 લાખ કેસો સાથે પ્રથમ સ્થાન પર છે .કોરોના કેસોની રફતાર ઘટી રહી છે. કોરોના કેસોમાં મહારાષ્ટ્રની સ્થિતિમાં સુધારો આવ્યો છે. હવે મહારાષ્ટ્રમાં 5 લાખની નીચે એક્ટિવ કેસો છે.