Not Set/ ગુજરાતમાં કોરોના સંક્રમણની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો

ગુજરાતમાં કોરોના સંક્રમણમાં રાહત

Gujarat
1 156 ગુજરાતમાં કોરોના સંક્રમણની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો

કોરોનાની બીજી લેહરે હાહકાર મચાવ્યો હતો. પરંતુ હવે ધીમે ધીમે કોરોના કાબુમાં આવી રહ્યો છે. જેના કારણે અનલોકની પ્રક્રિયા પણ વધી રહી છે.  રાજ્ય સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલ આંકડા પર નજર નાંખીએ તો રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 848 નવા કેસ નોંધાયા છે, જ્યારે 12 લોકોના કોરોના સંક્રમણના કારણે મરણ થયા છે.
આજે ફરી એક વખત ગુજરાતમાં, કોરોનાની બીજી લહેરમાં કોરોનાના કેસ કરતા સાજા થનારાનો આંકડો વધુ છે. જો કે, ગઈકાલ કરતા મોતની સંખ્યામાં વધારો થયો છે. છેલ્લા 24 કલાકમાં 12 દર્દીઓના મોત અને સાજા થનારાઓનો આંકડો રાહત આપી રહ્નાયો છે.
ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં અત્યાર સુધીમાં 9,933 લોકોના મોત કોરોનાને કારણે થયાં છે. ગઇકાલ કરતા આજે કોરોનાના કેસમાં ઘટાડો જોવા મળ્યો છે. નવા કેસની સામે આજે ગુજરાતમાં 2,915 દર્દીઓ સાજા થયાં છે.  અત્યાર સુધીમાં 7,88,293 દર્દીઓ કોરોના મુક્ત થયાં છે. આમ આજે કેસ પણ ઘટ્યા અને સાજા થનારનો આંકડો રાહત આપનારો છે. રાજ્યમાં હાલ 371 લોકો વેન્ટિલેટર પર છે. એક્ટિવ કેસનો આંકડો 18,008 પર પહોંચ્યો છે. દિવસેને દિવસે એક્ટિવ કેસના આંકમાં પણ ઘટાડો નોંધાઈ રહ્યો છે. ઓરાજ્ય સરકાર દ્ધારા જાહેર કરેલા આંકડાઓ જોતા લાગી રહ્યુ છે કે અન્ય દેશની સરખામણીમાં ગુજરાતમાં કોરોના સંક્રમણ ઓછુ થઇ રહ્યુ છે.