Not Set/ વલ્લભીપુરનાં પીપળની કેરો નદીમાં ભાઈને બચાવવા જતા બહેન પણ ડૂબી, બનેંનાં મોત

“ખમા મારા વીર ને” પણ બેહનના ખમા ખમા પણ ન બચાવી શક્યા વાલ સોહ્યા ભાઇને અને ભાઇને બચાવવા જતા બહેનને પણ મોતે પોતાનાં આગોસમાં લઇ લીધી. ભાવનગરમાંથી ભાઈ અને બહેનનું નદીમાં ડૂબી જવાથી મોત થાયાની કંપારી છુટી જાય તેવી ઘટના સામે આવી છે. ભાવનગરનાં વલ્લભીપુરનાં પીપળ ગામે ભાઈ-બહેન કેરો નદી ખાતે કપડાં ધોવા ગયા હતા. બહેનની સાથે […]

Gujarat Others
sinking 1 1498031951 835x547 e1570901720441 વલ્લભીપુરનાં પીપળની કેરો નદીમાં ભાઈને બચાવવા જતા બહેન પણ ડૂબી, બનેંનાં મોત

“ખમા મારા વીર ને” પણ બેહનના ખમા ખમા પણ ન બચાવી શક્યા વાલ સોહ્યા ભાઇને અને ભાઇને બચાવવા જતા બહેનને પણ મોતે પોતાનાં આગોસમાં લઇ લીધી. ભાવનગરમાંથી ભાઈ અને બહેનનું નદીમાં ડૂબી જવાથી મોત થાયાની કંપારી છુટી જાય તેવી ઘટના સામે આવી છે.

ભાવનગરનાં વલ્લભીપુરનાં પીપળ ગામે ભાઈ-બહેન કેરો નદી ખાતે કપડાં ધોવા ગયા હતા. બહેનની સાથે કપડા ઘોવા આવેલો ભાઇ નદીમાં નહાવા માટે સ્વાભાવીક રીતે જ ઉતર્યો અને જોત જોતામાં ડૂબવા લાગ્યા. ભાઇ ડૂબે અને બહેનથી જોવાઇ, બહેને પોતાના લાડકવાયાને ખમા ખમા કરતા બચાવી લેવા માટે પાણીમાં છલાંગ અને જોત જોતામાં ભાઇ અને બહેનની જીંદગી ઉપર પાણી ફરી વળ્યું.

ભાઈને ડૂબતો બચવા જતા બહેન પણ ડૂબી અને બનેં મોતને ભેટ્યા હતા. નાન એવા ગામમાં ઘટનાનાં પડઘા માતમ રૂપે છવાઇ ગયા. એક જ પરિવારનાં ભાઈ-બહેનનું મોત એક સાથે નિપજતા પરિવારમાં માતમ છવાયો હતો.

ભાઇ-બહેન બંનેના મૃતદેહને પીએમ અર્થે હોસ્પિટલ ખસેડાયા બાદ પોલીસ દ્વારા આગળની કાર્યવાહી કરવામાં આવી હતી. પીપળ ગામે ભાઇ-બહેનની અંત્યોષ્ઠી સાથે નિકળતા ગામ હિબકે ચડ્યું હતુ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.