Not Set/ સાયલાનાં મુક્તિ ધામમાં જુગારનાં અડ્ડા પર દરોડા, છ જુગારી ઝડપાયા

સાયલા પોલીસે પાનવાડી વિસ્તારમાં આવેલ એક સ્મશાનની ઓરડીમાં જુગારનાં અડ્ડા પર છાપા મારતાં છ જુગારી ઝડપાયા હતા. પોલીસે રોકડ, મોબાઈલ તેમજ ચાર મોટર સાયકલ સહિત આશરે પોણા બે લાખનો મુદ્દામાલ જપ્ત કરતા ચકચાર મચી જવા પામી છે.

Gujarat Others
તાઉતે વાવાઝોડું 105 સાયલાનાં મુક્તિ ધામમાં જુગારનાં અડ્ડા પર દરોડા, છ જુગારી ઝડપાયા

@સચીન પીઠવા, મંતવ્ય ન્યૂઝ – સુરેન્દ્રનગર

સાયલા પોલીસે પાનવાડી વિસ્તારમાં આવેલ એક સ્મશાનની ઓરડીમાં જુગારનાં અડ્ડા પર છાપા મારતાં છ જુગારી ઝડપાયા હતા. પોલીસે રોકડ, મોબાઈલ તેમજ ચાર મોટર સાયકલ સહિત આશરે પોણા બે લાખનો મુદ્દામાલ જપ્ત કરતા ચકચાર મચી જવા પામી છે.

ક્રાઈમ: લીંબડીનાં સૌકા અને નાનાટીંબલા ગામનાં 2 શખ્સો પિસ્ટલ-તમંચા સાથે ઝડપાયા

સાયલા પાનવાડી વિસ્તારમાં આવેલા મુક્તિધામની ઓરડીમાં ગામનો જ એક શખ્સ બહારથી માણસો બોલાવી તીન પત્તીનો જુગાર રમાડી રહ્યો હોવાની પૂર્વ બાતમીનાં આધારે પીએસઆઇ નિતિનદાન ગઢવી, એ. બી ગૌસાઇ, જલાભાઇ, લીંબડી સહીતનાં પોલીસ કાફલાએ છાપો મારતા મુક્તિ ધામની ઓરડીમાંથી મીની જુગાર ધામ ઝડપાયું હતું. પોલીસે જુગારનો અડ્ડો ચલાવતા મુખ્ય સુત્રધાર એવા રોહિત મકવાણા રહે. આંબેડકર નગર સાયલાને દબોચી લેવા સાથે જુગાર રમતાં ગોવિંદભાઈ ભલાભાઇ વાઘોડિયા, ઘનશ્યામ કાનજીભાઈ ગુગલીયા, છના પ્રભુભાઇ ભોજવીયા, રમજાન અકબરભાઇ ઠાસરીયા તેમજ કેશુ માવજીભાઇ સોલંકી તમામ રહે. સાયલા વાળાઓને પકડી પાડયા હતા.

સખત મહેનત: આ બહેનોએ રૂપિયા 1,111 નાં મુડી રોકાણથી શરૂ કરેલી સંસ્થા, આજે 4 કરોડથી વધુનું ટર્નઓવર ધરાવે છે

પોલીસે મુક્તિ ધામની ઓરડીમાં ઝડપાયેલ છ જુગારી પાસેથી તેમજ પટમાંથી રોકડા 21,500, પાંચ મોબાઇલનાં 11,500 તેમજ ચાર મોટર સાયકલ 1.24 લાખ સહિત કુલ રૂપિયા 1,72,550 નો મુદ્દામાલ જપ્ત કરવા સાથે જુગાર ધામ હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

kalmukho str 20 સાયલાનાં મુક્તિ ધામમાં જુગારનાં અડ્ડા પર દરોડા, છ જુગારી ઝડપાયા