Not Set/ રાજ્યમાં ડુબવાથી મૃત્યુ પામવાની બે જુદીજુદી ઘટનામાં 6 લોકોનાં મોત

આમ તો, વાત કરવામાં આવે પાણી અને પાણીમાં ડુબી જવાથી મોત નિપજ્યાની તો, હાલ દેશનાં અનેક વિસ્તારો પૂર પ્રકોપને કારણે પાણીમાં ગરકાવ થઇ ગયા છે. અનેક લોકો અને મુંગા પશુ પંખીઓ પણ પૂર પ્રકોપમાં પાણીમાં ડુબી જવાથી મોતને ભેટી રહ્યા છે. ત્યારે ગુજરાતમાં પણ આવી જ ડુબી જવાથી મોત નિપજ્યાની બે અલગ અલગ ઘટના બનવા […]

Gujarat Others
web3 man hand water drowning drowned suffocate overwhelmed shutterstock રાજ્યમાં ડુબવાથી મૃત્યુ પામવાની બે જુદીજુદી ઘટનામાં 6 લોકોનાં મોત

આમ તો, વાત કરવામાં આવે પાણી અને પાણીમાં ડુબી જવાથી મોત નિપજ્યાની તો, હાલ દેશનાં અનેક વિસ્તારો પૂર પ્રકોપને કારણે પાણીમાં ગરકાવ થઇ ગયા છે. અનેક લોકો અને મુંગા પશુ પંખીઓ પણ પૂર પ્રકોપમાં પાણીમાં ડુબી જવાથી મોતને ભેટી રહ્યા છે. ત્યારે ગુજરાતમાં પણ આવી જ ડુબી જવાથી મોત નિપજ્યાની બે અલગ અલગ ઘટના બનવા પામી હતી. બંને ઘટનામાં કુલ 6 લોકોનાં મોત થયા હોવાનું સામે આવી રહ્યું છે. એક ઘટનામાં તો એક જ પરિવારનાં ચાર સભ્યોનાં પાણીમાં ડુબી જવાથી મોત થયાનું સામે આવે છે, તો બીજી ઘટનામાં પણ બે સગી બહેનો અકસ્માતે ડુબી જતા મોતને ભેટી છે.

water રાજ્યમાં ડુબવાથી મૃત્યુ પામવાની બે જુદીજુદી ઘટનામાં 6 લોકોનાં મોત

દાહોદમાં એકજ પરિવારના ચાર વ્યક્તિનાં પાણીમાં ડૂબી જવાથી મોત થતા અરેરાટી ફેલાઇ ગઇ છે. ટાંડા તળાવમાં ડૂબી જવાથી ત્રણ બાળકો સહિત માતાનું પણ મોત નિપજ્યું છે. માતા સામાજિક પ્રસંગમાં ટાંડા ગામે ગઈ હતી, મોડી સાંજે માતા સહિત બાળકોની લાશ તળાવમાંથી મળી આવતા હાલ પોલીસ દ્વારા અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ આગળ ધપાવવામાં આવી છે. ત્રણ બાળકો સહિત માતાનાં મૃતદેહોને પીએમ માટે મોકલાઈ છે. ત્યારે પીએમ રિપોર્ટ પછી મામલામાં આગળની કાર્યવાહીને અવકાશ મળશે.

sank in water રાજ્યમાં ડુબવાથી મૃત્યુ પામવાની બે જુદીજુદી ઘટનામાં 6 લોકોનાં મોત

બીજી આવી જ ગોઝારી ધટનામાં જૂનાગઢ જીલ્લાનાં  માંગરોળનાં બારા ગામે બે યુવતિઓ પાણીમાં ડૂબી જતા મોત થયાનું સામે આવી રહ્યું છે. જો કે એક યુવતિનો મૃતદેહ મળી આવ્યો, પરંતુ બીજી યુવતિ લાપતા જણાય છે. બંન્ને યુવતિ સાગાવાડા ગામની હોવાનું અનુમાન છે અને પોલીસ દ્વારા લાપતા યુવતિની શોઘખોળ શરૂ કરાઈ છે. જ્યારે આસપાસનાં લોકોમાં બંને યુવતીનાં મોત થયાનું માનવામાં આવી રહ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.