રાજકોટ/ SNK સ્કૂલ આવી વિવાદમાં, ધો.5માં અભ્યાસ કરતી વિદ્યાર્થીની સાથે સહપાઠીએ કર્યું અભદ્ર વર્તન

ધોરણ-5ની વિદ્યાર્થીનીએ કહ્યું હતું કે મારી સાથે ઋષિ જયભાઈ વસાણી નામનો એક વિદ્યાર્થી મારા જ કલાસમાં અભ્યાસ કરે છે તે મારી અવારનવાર પજવણી કરે અને મારા ઉપર ગંદી કૉમેન્ટ્સ કરે છે ક્યારેક મારા પપ્પા ગટર સાફ કરતા તો ક્યારેક તારા પપ્પા ગટર સાફ કરતા મૃત્યુ પામ્યા તેવું કહે છે.

Gujarat Rajkot
SNK સ્કૂલ

રાજકોટમાં આવેલી SNK સ્કૂલ વિવાદમાં આવી છે. SNK સ્કૂલ માં ધોરણ 5માં અભ્યાસ કરતી વિદ્યાર્થીની સાથે સહપાઠીએ અભદ્ર વર્તન કર્યું હોવાનું સામે આવ્યું છે.જો કે આ સમગ્ર વિવાદ વીડિયો પણ સોશિયલ મીડિયા પર  વાયરલ થઈ રહ્યો છે.જેને પગલે મેનેજમેન્ટ સામે વિદ્યાર્થીનીએ સહપાઠી વિદ્યાર્થી સામે ફરિયાદ નોંધાવી હતી.

ધોરણ-5ની વિદ્યાર્થીનીએ કહ્યું હતું કે મારી સાથે ઋષિ જયભાઈ વસાણી નામનો એક વિદ્યાર્થી મારા જ કલાસમાં અભ્યાસ કરે છે તે મારી અવારનવાર પજવણી કરે અને મારા ઉપર ગંદી કૉમેન્ટ્સ કરે છે ક્યારેક મારા પપ્પા ગટર સાફ કરતા તો ક્યારેક તારા પપ્પા ગટર સાફ કરતા મૃત્યુ પામ્યા તેવું કહે છે. પણ છેલ્લી વાર તો આ વિદ્યાર્થીએ તો હદ જ વટાવી નાખી અને કહ્યું કે તારો બેબી શાવર થયો અને તારું બેબી અંદર જ મરી ગયું. આ સમગ્ર મામલો વિદ્યાર્થિની દ્વારા તેના પિતાને કહેતા તેઓ એસએનકે સ્કૂલ ખાતે દોડી ગયા હતા.

SNK સ્કૂલ દ્વારા અગાઉ થોડા ટાઇમ માટે તે વિદ્યાર્થીને સ્કૂલમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યો હતો ત્યારે પાછા આવ્યા બાદ ફરી મારી પજવણી ચાલુ કરી દીધી હતી જેની મે ઘણી વખત સ્કૂલમાં તથા મારા ક્લાસ ટીચરને જાણ કરી હતી પરંતુ તેમણે કે મેનેજમેન્ટે કોઈપણ પ્રકારના પગલાં ન લીધા.

આ પણ વાંચો:પ્રેમિકાને મળવા ગયેલા પ્રેમીને મળ્યું મોત, હત્યા બાદ લાશ તળાવમાં ફેંકી દેતા ચકચાર

આ પણ વાંચો:વિવાદનો અંત મોહનથાળનો પ્રસાદ રહેશે યથાવત, ભક્તોની શ્રદ્ધાની થઈ જીત

આ પણ વાંચો:ગુજરાતમાં H3N2ના વાયરસથી પ્રથમ મોત, જાણો ક્યાં નોંધાયો મૃત્યુનો આ કેસ

આ પણ વાંચો:સુરતમાં વાતાવરણમાં પલટો, અનેક વિસ્તારમાં જોરદાર પવન સાથે વરસાદ

આ પણ વાંચો:‘અંતિમ’ સ્નાન, ગોધરાના ખાડી ફળિયાનો બાળક દેવ તલાવડીમાં ડૂબ્યો