Solar Storm/ આજે કોઇ પણ સમયે પૃથ્વી સાથે અથડાઇ શકે છે સૌર વાવાઝોડું, ટીવી-મોબાઇલ નેટવર્ક થઇ શકે છે ઠપ

શક્તિશાળી સૌર વાવાઝોડું ઘણી ઝડપથી ધરતી તરફ આગળ વધી રહ્યુ છે. કહેવામાં આવી રહ્યુ છે કે, તે ધરતી સાથે ટકરાઇ શકે છે. 

Mantavya Exclusive
11 266 આજે કોઇ પણ સમયે પૃથ્વી સાથે અથડાઇ શકે છે સૌર વાવાઝોડું, ટીવી-મોબાઇલ નેટવર્ક થઇ શકે છે ઠપ

શક્તિશાળી સૌર વાવાઝોડું ઘણી ઝડપથી ધરતી તરફ આગળ વધી રહ્યુ છે. કહેવામાં આવી રહ્યુ છે કે, તે ધરતી સાથે ટકરાઇ શકે છે. આ વાવાઝોડું લગભગ 16 લાખ કિલોમીર પ્રતિ કલાકની ઝડપથી પૃથ્વી તરફ આગળ વધી રહ્યુ છે. આ સુરજની સપાટી પર પેદા થયેલું એક શક્તિશાળી વાવાઝોડું છે.

11 267 આજે કોઇ પણ સમયે પૃથ્વી સાથે અથડાઇ શકે છે સૌર વાવાઝોડું, ટીવી-મોબાઇલ નેટવર્ક થઇ શકે છે ઠપ

રાજકારણ / ખાધું પણ, ખવડાવ્યું પણ, બસ જનતાને ખાવા નથી દઇ રહ્યાઃ રાહુલ ગાંધી

વિમાનોની ઉડાન, રેડિયો સિગ્નલ, કોમ્યુનિકેશન અને હવામાન પર પણ પડશે તેનો ભારે પ્રભાવ

જેની પૃથ્વી પર મોટી અસર પડી શકે છે. સ્પેસ વેધર ડોટ કોમ અનુસાર, આ સૌર વાવાઝોડું સુરજનાં વાયુમંડળમાં પેદા થયુ છે અને તેના કારણે ચુંબકીય વિસ્તારનાં પ્રભુત્વવાળા અંતરિક્ષનો એક વિસ્તાર તેનાથી ઘણો પ્રભાવિત થઇ શકે છે. આ વાવાઝોડાનાં કારણે વૈજ્ઞાનિકોએ ચેવણી જાહેર કરી છે કે, તેના અંતર્ગત લોકોએ વિમાનયાત્રા કરવાથી બચવું જોઇએ. કારણ કે, સેટેલાઇટનાં સિગ્નલોમાં તેનાથી ખામી આવી શકે છે. વિમાનોની ઉડાન, રેડિયો સિગ્નલ, કોમ્યુનિકેશન અને હવામાન પર પણ તેનો ભારે પ્રભાવ જોવા મળી શકે છે. અત્યારથી લઇને આવતા અમુક કલાકોમાં સુરજમાંથી નિકળીને આ વાવાઝોડાની લહેર ગમે ત્યારે ધરતીને હિટ કરી શકે છે. આ વાવાઝોડાની લહેર હીટ થવાથી ધરતી પર જીપીએસ સીસ્ટમ, સેલફોન નેટવર્ક, અને સેટેલાઇટ ટીવી પર તેની અસર પડશે. ધરતીનાં ઉત્તર અને દક્ષિણ ધ્રુવ પર નોર્દન અને સદર્ન લાઇટની માત્રા અને તેની ફ્રીકવન્સી પણ વધી શકે છે. ૩ જુલાઇનાં રોજ સુરજનાં દક્ષિણ ભાગમાં એક મોટો વિસ્ફોટ પણ જોવામાં આવ્યો છે. જેના લીધે સોલાર ફ્લેયર્સ એટલે કે સૌર કિરણો ઝડપથી ધરતી તરફ આગળ વધી રહી છે. તે 12 જુલાઇથી લઇને આવતા અમુક કલાકોનાં સમયમાં ગમે ત્યારે ધરતી પર કેટલીક મિનિટો માટે પરેશાની ઉભી કરી શકે છે.

11 268 આજે કોઇ પણ સમયે પૃથ્વી સાથે અથડાઇ શકે છે સૌર વાવાઝોડું, ટીવી-મોબાઇલ નેટવર્ક થઇ શકે છે ઠપ

મેઘાની ધમાકેદાર એન્ટ્રી / ભારે બફારા બાદ રાજ્યમાં સાર્વત્રિક વરસાદ, જાણો ક્યા પડ્યો સૌથી વધુ વરસાદ

જીપીએસ, ટીવી અને મોબાઇલ નેટવર્કમાં મુશ્કેલીઓ પેદા થશે

સુરજ તરફથી આવી રહેલા આ વાવાઝોડાને કારણે ધરતીનાં મેગ્નેટિક ફિલ્ડ પર અસર પડી શકે છે. જે લોકો ઉત્તર કે દક્ષિણ ધ્રુવની આસપાસ રહે છે. તેમને રાત્રીનાં આકાશમાં જબરજસ્ત અરોરાનું દ્રશ્યો જોવા મળી શકે છે. પણ આ નઝારો કેટલીક મુશકેલીઓ લઇને પણ આવશે. અમેરીકી અંતરિક્ષ એજન્સી નાસા મુજબ, આ સૌર વાવાઝોડું ધરતી તરફ 16 લાખ કિલોમીટર પ્રતિકલાકની ઝડપે આવી રહ્યુ છે. અને તે પણ કેટલાક સમયમાં તેનાથી પણ વધારે ઝડપી બની જશે. જેવું આ વાવાઝોડું ધરતીનાં ચુંબકીય વિસ્તારમાં પ્રવેશ કરશે. તેના લીધે સેટેલાઇટ સિગ્નલમાં મુશ્કેલીઓ આવશે અને તેનાથી જીપીએસ, ટીવી અને મોબાઇલ નેટવર્કમાં મુશ્કેલીઓ પેદા થશે. સૌરા વાવાઝોડાનાં કારણે ધરતીનાં બહારનું વાયુ મંડળ ગરમ થઇ શકે છે. જેની સીધી અસર અલગ અલગ દેશો દ્વારા મોકલવામાં આવેલા સેટેલાઇટ પર પડશે. તેનાથી જીપીએસનાં સહારે ચાલતા વિમાનો, જહાજો, મોબાઇલ ફોન, સેટેલાઇટ ટીવી સહિતનાં ઉપકરણો પ્રભાવિત થશે. અને એવું પણ બની શકે છે કે, કેટલાક દેશોની વિજળી પણ ગુલ થઇ શકે. સૌર વાવાઝોડાનાં કારણે ધરતી પર એક નવા પ્રકારનું તોફાન પેદા થશે. તેને જિયોમૈગ્નેટિક તોફાન કહેવામાં આવે છે અને તેના લીધે ધરતીનાં ચુંબકીય વિસ્તારમાં કેટલાક સમય માટે મુશ્કેલીઓ પેદા થઇ શકે છે. તેનાથી લૈટિટ્યુટ અને લોન્ગીટ્યુડ સમજવામાં મુશ્કેલીઓ થશે. અને તેનાથી જીપીએસ સિસ્ટમ કામ કરવાનું બંધ કરી દેશે.

11 269 આજે કોઇ પણ સમયે પૃથ્વી સાથે અથડાઇ શકે છે સૌર વાવાઝોડું, ટીવી-મોબાઇલ નેટવર્ક થઇ શકે છે ઠપ

ગુજરાતીઓ આનંદો! / ડ્રાઇવિંગ લાયસન્સ લેવા માટે હવે RTO નાં નહી ખાવા પડે ધક્કા, જનતાને મળ્યો વિકલ્પ

અમેરીકાનાં કેટલાક વિસ્તારોમાં હાઇ ફ્રીકવન્સી રેડિયો કોમ્યુનિકેશનમાં મુશ્કેલીઓ આવી

3 જુલાઇનાં રોજ જ્યારે આ તોફાન સુરજ પરથી શરૂ થયું. તો અમેરીકાનાં કેટલાક વિસ્તારોમાં હાઇ ફ્રીકવન્સી રેડિયો કોમ્યુનિકેશનમાં મુશ્કેલીઓ આવી. પણ તે કેટલીક સેકન્ડ માટે જ હતી. કારણ કે સુરજથી આવેલી લહેરનાં કારણે એક્સ-રેમાં બદલાવ થયો અને તેના લીધે રેડિયો સિગ્નલ પ્રભાવિત થયા. ધરતી પર સૌર વાવાઝોડાની સૌથી વધારે ભયાનક અસર માર્ચ 1989 માં જોવા મળી હતી. ત્યારે આવેલા સૌર વાવાઝોડાને લીધે કેનેડાનાં હાઇટ્રો-ક્યુબેક ઇલેક્ટ્રીસિટી ટ્રાંસમિશન સિસ્ટમ નવ કલાક માટે બ્લેક આઉટ થઇ ગઇ હતી. તે પછી 1991 માં સૌર વાવાઝોડાથી લગભગ અડધા અમેરીકાની વિજળી ગુલ થઇ ગઇ હતી પણ તે સૌથી મોટું વાવાઝોડું ન હોતું. કહેવામાં આવે છે કે આ બધા વાવાઝોડા એટલા ભયાનક ન હોતા જેટલું કે 2 સપ્ટેમ્બર 1859 માં આવેલું સૌર વાવાઝોડું હતું. તેને કૈરિંગ્ટન ઇવેન્ટ કહેવામાં આવે છે. આ વખતે આટલી વિજળી, સેટેલાઇટ, સ્માર્ટફોન વગેરે ન હોતું. તે જે તીવ્રતાનું વાવાઝોડુ હતું. જો તે આ સમયે આવે તો, તબાહી મચી શકે છે. કેટલાય દેશોમાં પાવર ગ્રિડ બંધ થઇ ગઇ હોત અને મોબાઇલ નેટવર્ક ગાયબ થઇ જાય. રેડિયો કોમ્યુનિકેશન ખરાબ થઇ શકયું હોત.