Not Set/ ઉપવાસ મામલો, કેટલાક લોકો સમાજમાં અશાંતિ ફેલાવી રહ્યા છે: નીતિન પટેલ

અમદાવાદ હાર્દિક પટેલ આજથી બપોર બાદ 3 વાગ્યાથી આમરણાંત ઉપવાસ કરવા જઈ રહ્યો છે. તેના ઘર પરથી જ ઉપવાસ કરવાનો છે ત્યારે તેમાં સામેલ થવા માટે તેના નિવાસ સ્થાને પાટીદારોએ ધામા નાખી દીધા છે. તો કોંગ્રેસના ધારાસભ્યો લલિત વસોયા, લલિત કગથરા, અને કિરીટ પટેલ પણ તેના નિવાસે સમર્થન માટે પહોંચી ગયા છે. તેના ઉપવાસ આંદોલનને […]

Top Stories Gujarat Trending
hardik and nitin patel ઉપવાસ મામલો, કેટલાક લોકો સમાજમાં અશાંતિ ફેલાવી રહ્યા છે: નીતિન પટેલ

અમદાવાદ

હાર્દિક પટેલ આજથી બપોર બાદ 3 વાગ્યાથી આમરણાંત ઉપવાસ કરવા જઈ રહ્યો છે. તેના ઘર પરથી જ ઉપવાસ કરવાનો છે ત્યારે તેમાં સામેલ થવા માટે તેના નિવાસ સ્થાને પાટીદારોએ ધામા નાખી દીધા છે.

તો કોંગ્રેસના ધારાસભ્યો લલિત વસોયા, લલિત કગથરા, અને કિરીટ પટેલ પણ તેના નિવાસે સમર્થન માટે પહોંચી ગયા છે. તેના ઉપવાસ આંદોલનને પોલીસે કોઈ પણ સ્થળની મંજુરી આપી નથી. પરંતુ હાર્દિકે મક્કમ મને મંજુરી મળે કે ન મળે ઉપવાસ તો કરવાનું નક્કી કરી લીધું હતું.

રાજ્યના નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે પણ હાર્દિકના ઉપવાસને લઈને પોતાની પ્રતિક્રિયા આપતા જણાવ્યું કે, કેટલાક લોકો સમાજમાં અશાંતિ ફેલાવવા માટે કામ કરી રહ્યાં છે. તેઓ સમાજને તોડવા અને ભાગલા પડાવવા માટે કામ કરે છે.

આવા લોકોને ગુજરાતની જનતા જાણે છે. બીજીતરફ હાર્દિક પટેલે ઉપવાસ પહેલા એક પત્રકાર પરિષદને સંબોધી હતી. તેણે કહ્યું કે, ગમે તે થાય ઉપવાસ આંદોલન ચાલુ રહેશે. ગુજરાત પોલીસ બંધારણની વિરુદ્ધમાં કામ કરી રહી છે. પોલીસ પણ ભાજપના ઈશારે કામ કરી રહી છે. ઉપવાસ આંદોલનને રોકવા માટે સરકાર અંગ્રેજ બની ગઈ છે.

રાજ્યભરમાંથી  158 કરતા વધુ લોકોની અટકાયત કરવામાં આવી છે. આ સાથે જે લોકો અમદાવાદ આવવા ઈચ્છે છે તેને પણ પોલીસ રોકી રહી છે. હાર્દિકે કહ્યું કે, લોકો સમર્થન આપવા માટે ગામડે ગામડે ઉપવાસ કરે. આ સાથે તેણે શાંતિ જાળવવાની પણ અપીલ કરી છે. હાર્દિકે વધુમાં જણાવ્યું હતું કે ગુજરાત સરકાર અને પોલીસને મારી વિનંતી છે કે અમને આવી રીતે રીબાવવા કરતા તેઓ અમારી છાતીઓમાં ગોળી મારી દે.