પાટણ/ પુત્રએ પિતાને ગડદાપાટુનો ઢોર માર મારી જાનથી મારવાની આપી ધમકી

સિધ્ધપુરનાં બિલીયા ગામે પોતાનાં પુત્રને પૈસા આપવાની ના પાડતાં ઉશ્કેરાયેલા પુત્રએ પિતાને ગડદાપાટુનો માર માર્યો…

Gujarat Others
YouTube Thumbnail 2024 03 30T121317.956 પુત્રએ પિતાને ગડદાપાટુનો ઢોર માર મારી જાનથી મારવાની આપી ધમકી

Patan News: સિધ્ધપુરનાં બિલીયા ગામે પોતાનાં પુત્રને પૈસા આપવાની ના પાડતાં ઉશ્કેરાયેલા પુત્રએ પિતાને ગડદાપાટુનો માર માર્યો હોવાની ઘટના બની હતી. પિતાએ પુત્ર સામે ફરીયાદ નોંધાવી છે.

આ અંગેની વિગતો એવી છે કે, સિધ્ધપુર તાલુકાના બિલીયા ગામે નિવૃત્ત જીવન ગુજારી રહેલા 75 વર્ષિય જયંતિભાઈ અંબારામ પટેલનાં 42 વર્ષિય પુત્ર દેવેન્દ્રએ પોતાના પિતા પાસે જઈને કહેલ કે, ‘મને થોડા પૈસા આપો, મારે ચાર્ટર પ્લેનમાં ફરવા જવું છે. જેથી પિતાએ પુત્રને કહેલ કે, ‘તારે શું લેવા ચાર્ટર પ્લેનમાં ફરવા જવું છે? પિતાના કહેવા પ્રમાણે તેમનો પુત્ર અવારનવાર આ રીતે પૈસાની માંગણી કરી હેરાન પરેશાન કરે છે. જેથી પિતાએ પૈસા આપવાની ના પાડતાં પુત્રએ ઊંચા અવાજે બોલીને અપશબ્દો બોલ્યા હતા.

તેમજ તોફાન-તકરાર કરવા લાગ્યો હતો અને મને જો પૈસા નહિં આપો તો હું તમને જાનથી મારી નાંખીશ તેવી ઘમકીઓ આપી પિતાને માથાનાં ભાગે તેમજ પેટના ભાગે ગડદાપાટુનો માર મારી તોફાન તકરાર કરી હતી. ગામનાં અન્ય લોકો તથા સગાવ્હાલાઓને મોડી રાત્રે ફોન કરી પૈસાની માંગણી કરે છે. તેઓ પણ પૈસા આપવાની ના પાડે તો તેઓને પણ ગાળો બોલી ધમકીઓ આપી હેરાન કરે છે. તેવો આક્ષેપ તેનાં પિતાએ સિધ્ધપુર પોલીસ મથકે નોંધાયેલી ફરીયાદમાં કર્યો હતો.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:ગુજરાતમાં કોરોનાએ ફરીથી માથુ ઉચક્યુ, એક્ટિવ કેસ 53ને પાર, એકનું મોત

આ પણ વાંચો:રાજકોટ મહાનગર પાલીકા દ્વારા સંચાલીત પ્રાણી સંગ્રલાયમાં સફેદ વાધના બે બચ્ચાનો જન્મ થયો

આ પણ વાંચો:કોંગ્રેસમાં ગાબડા યથાવત્: સાબરકાંઠાના મહામંત્રી ડી.ડી.રાજપૂતે પક્ષ છોડ્યો

આ પણ વાંચો:ભાજપના નેતા અર્જુન મોઢવાડિયાનો રાસ રમતો વિડીયો વાયરલ

આ પણ વાંચો:ગુજરાતમાં સોનાએ 70,000ની ઐતિહાસિક સપાટી વટાવી