Not Set/ AUS ઓપન : વર્લ્ડ ન. ૧ રાફેલ નડાલે મેળવી ક્વાટર ફાઈનલમાં એન્ટ્રી

ઓસ્ટ્રેલિયામાં રમાઈ રહેલા વર્ષના પ્રથમ ગ્રાન્ડસ્લેમ ઓસ્ટ્રેલિયન ઓપનમાં વર્લ્ડ નંબર ૧ પ્લેયર રાફેલ નડાલે ક્વાટર ફાઈનલમાં પ્રવેશ કરી લીધો છે. સ્પેનિશ ટેનિસ સ્ટારે ૩ કલાક અને ૫૧ મિનિટ સુધી ચાલેલા સંઘર્ષપૂર્ણ મુકાબલામાં આર્જેન્ટીનાના ડિએગો શ્વાર્ટઝમૅનને હરાવ્યો હતો. ચોથા મુકાબલામાં નડાલે રેન્કિંગમાં ૨૪માં ક્રમાંકિત ખેલાડી શ્વાર્ટઝમૅનને ૬-૩, ૬-૭, ૬-૩, ૬-૩ થી ચાર સેટમાં હરાવ્યો હતો. જયારે હવે […]

Sports
rafael nadal afp AUS ઓપન : વર્લ્ડ ન. ૧ રાફેલ નડાલે મેળવી ક્વાટર ફાઈનલમાં એન્ટ્રી

ઓસ્ટ્રેલિયામાં રમાઈ રહેલા વર્ષના પ્રથમ ગ્રાન્ડસ્લેમ ઓસ્ટ્રેલિયન ઓપનમાં વર્લ્ડ નંબર ૧ પ્લેયર રાફેલ નડાલે ક્વાટર ફાઈનલમાં પ્રવેશ કરી લીધો છે. સ્પેનિશ ટેનિસ સ્ટારે ૩ કલાક અને ૫૧ મિનિટ સુધી ચાલેલા સંઘર્ષપૂર્ણ મુકાબલામાં આર્જેન્ટીનાના ડિએગો શ્વાર્ટઝમૅનને હરાવ્યો હતો. ચોથા મુકાબલામાં નડાલે રેન્કિંગમાં ૨૪માં ક્રમાંકિત ખેલાડી શ્વાર્ટઝમૅનને ૬-૩, ૬-૭, ૬-૩, ૬-૩ થી ચાર સેટમાં હરાવ્યો હતો. જયારે હવે ક્વાટર ફાઈનલમાં નડાલની ટક્કર ક્રોએશિયાના મારિન સિલિક સામે થશે

વર્લ્ડ નંબર ૬ સિલિકે ચોથા મુકાબલામાં સ્પેનના વર્લ્ડ ન. ૧૧ પાબ્લો કારેનોને ૩ કલાક અને ૨૭ મિનિટ સુધી ચાલેલી મેચમાં ૬-૭, ૬-૩, ૭-૬, ૭-૬ થી હરાવ્યો હતો.આઉપરાંતરોજરફેડરર,નોવાક જોકોવિચ,સિનોમાં હાલેપ પણ ઓસ્ટ્રેલિયન ઓપનના અંતિમ ૧૬માં પોતાની જગ્યા નિશ્ચિત કરી ચુક્યા છે.