Bollywood/ Sorry અમ્મા-અબ્બુ, નાક કાપી નાખ્યું મેં, દુઃખી સારા અલી ખાને Video શેર કરી માંગી માફી

તાજેતરમાં સારાએ એક વીડિયો શેર કર્યો છે. વીડિયોમાં તમે જોશો કે સારાના નાકમાં પાટો છે અને જ્યારે તે પાટો કાઢે છે ત્યારે તેના નાકમાંથી લોહી…

Entertainment
સારા અલી ખાને

ખૂબ જ ઓછા સમયમાં નવાબ પરિવારની પુત્રી સારા અલી ખાને ફિલ્મી દુનિયામાં પોતાની એક અલગ ઓળખ અને ખાસ જગ્યા બનાવી છે. સારા અલી ખાને વર્ષ 2018 માં ફિલ્મ ‘કેદારનાથ’ થી પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર કંઇ ખાસ બતાવી શકી નથી, પરંતુ સારા અલી ખાને ચોક્કસપણે લોકોના દિલમાં પોતાની જગ્યા બનાવવામાં સફળ રહી. ફિલ્મોની જેમ સારા અલી ખાને પણ સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે અને તે પોતાના જોક્સ અને અનોખી સ્ટાઇલથી સોશિયલ મીડિયા પર દર્શકોનું મનોરંજન કરતી રહે છે. ત્યારે આવાના ફરી એકવાર સારાએ સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કર્યો છે જેને જોઇને સારાના ચાહકો ચોંકી ગયા છે.

આ પણ વાંચો :ઈન્દિરા ગાંધીના લુકમાં ટ્રેન્ડ થઇ લારા દત્તા, યુઝર્સ બોલ્યા – શું આ લારા છે?

તાજેતરમાં સારાએ એક વીડિયો શેર કર્યો છે. વીડિયોમાં તમે જોશો કે સારાના નાકમાં પાટો છે અને જ્યારે તે પાટો કાઢે છે ત્યારે તેના નાકમાંથી લોહી નીકળી રહ્યું છે. વીડિયો શેર કરતા સારાએ લખ્યું, ‘સોરી અમ્મા અને અબ્બા લાગી ગયું. નાક કાપ્યું છે મેં.

Instagram will load in the frontend.

આ સિવાય સારા અલી ખાન થોડા દિવસો પહેલા આસામમાં એક ડોક્યૂમેંટ્રીની શૂટિંગમાં વ્યસ્ત હતી જે આસામ પોલીસ કમાન્ડો બટાલિયન-વીરાંગના પર આધારિત છે. સારા અલી ખાન સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે. સારા પોતાની ફિટનેસ સાથે જોડાયેલા વીડિયો પણ શેર કરતી રહે છે. તેના વર્કઆઉટના વીડિયો ખૂબ જ વાયરલ થાય છે. થોડા દિવસો પહેલા સારા અલી ખાનનું એક ફોટોશૂટ પણ વાયરલ થયું હતું જેમાં તે બ્લેક ડ્રેસમાં ખૂબ જ હોટ અંદાજમાં પોઝ આપી રહી હતી.

Instagram will load in the frontend.

આ પણ વાંચો :રાજ કુન્દ્રા બાદ હની સિંહ સામે થયો કોર્ટમાં કેસ, જાણો કોણે કર્યો

સારા હવે અતરંગી રે ફિલ્મમાં જોવા મળશે. ફિલ્મમાં સારાની સાથે અક્ષય કુમાર અને ધનુષ જેવા સુપરસ્ટાર પણ છે. આ એક રોમેન્ટિક ફિલ્મ હશે. અહેવાલો અનુસાર, આમા અલગ અલગ ટાઈમલાઈન્સ પર સ્ટોરી બતાવવામાં આવશે અને સારા અક્ષય અને ધનુષ બંને સાથે રોમાન્સ કરતી જોવા મળશે.આપને જણાવી દઈએ કે આ ફિલ્મ દ્વારા સારા પહેલી વાર અક્ષય અને ધનુષ સાથે કામ કરી રહી છે. ત્રણેય સ્ટાર કાસ્ટ પ્રથમ વખત સ્ક્રીન શેર કરી રહ્યા છે. આનંદ એલ રાય ફિલ્મનું નિર્દેશન કરી રહ્યા છે.

Instagram will load in the frontend.

આપને જણાવી દઈએ કે સારા અલી ખાન ગત વર્ષે કુલી નંબર 1 જેવી ફિલ્મોમાં જોવા મળી હતી જે ફ્લોપ સાબિત થઈ હતી. આ પહેલા સારા અલી ખાન ફિલ્મ કેદારનાથથી 2018માં ડેબ્યૂ કર્યું હતું. આ ફિલ્મમાં તેના કો સ્ટાર સુશાંત સિંહ રાજપૂત હતા. બાદમાં સારા સિંબા અને લવ આજ કલ જેવી ફિલ્મોમાં જોવા મળી હતી. સારા અલી ખાન બોલીવૂડ અભિનેતા સૈફ અલી ખાન અને અભિનેત્રી અમૃતા સિંહની દિકરી છે.

આ પણ વાંચો : ઘરમાંથી આવી રહી હતી સતત દુર્ગંધ , દરવાજો તોડતા જ બધા ચોંકી ઉઠયા

આ પણ વાંચો :લોકડાઉન દરમિયાન રાખડી વેચવા મજબુર થઈ હતી આ અભિનેત્રી …