સુરેન્દ્રનગર/ લીંબડી તાલુકાના બોડીયા ખાતે વન અને પર્યાવરણ મંત્રી કિરીટસિંહ રાણાની ઉપસ્થિતિમાં સેવાસેતુ કાર્યક્રમ યોજાયો

આ સેવાસેતુમાં સરકારના વિવિધ વિભાગોની ૫૬ જેટલી સરકારી સેવાઓ કાર્યક્રમના સ્થળે ઉપલબ્ધ બનાવાઈ છે

Gujarat
Untitled 67 5 લીંબડી તાલુકાના બોડીયા ખાતે વન અને પર્યાવરણ મંત્રી કિરીટસિંહ રાણાની ઉપસ્થિતિમાં સેવાસેતુ કાર્યક્રમ યોજાયો

રાજ્યના નાગરિકો, લોકોની વ્યક્તિલક્ષી રજૂઆતોના ઉકેલ નિવારણની ગતિને વધુ પારદર્શી અને વેગવંતી બનાવવા સાતમા તબક્કાના રાજ્યવ્યાપી સેવાસેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જેના ભાગરૂપે સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી તાલુકાના બોડીયા ખાતે વન અને પર્યાવરણ મંત્રી કિરીટસિંહ રાણાની ઉપસ્થિતિમાં સેવાસેતુ કાર્યક્રમ યોજાયો હતો.

આ  પણ વાંચો:રાજકોટ / સૌ.યુનિ. પેપર કૌભાંડમાં લો કોલેજના પ્રિન્સીપાલ સહિત છ શખ્સોની ધરપકડ કરાઇ

અત્રે ઉલ્લેખનીય છે કે, આ સેવાસેતુમાં સરકારના વિવિધ વિભાગોની ૫૬ જેટલી સરકારી સેવાઓ કાર્યક્રમના સ્થળે ઉપલબ્ધ બનાવાઈ છે. આ કાર્યક્રમમાં લીંબડી તાલુકાના બોડીયા, રાસ્કા, લીયાદ, ભલગામડા, ઘોઘાસર, બોરાણા, ઉઘલ, મોટા ટીંબલા અને સૌકા સહિત ૯ ગામોના અરજદારોએ વિવિધ યોજનાઓનો લાભ લીધો હતો. આ તકે મંત્રી તેમજ ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે વિવિધ યોજનાઓના લાભાર્થીઓને પ્રમાણપત્ર વિતરણ કરાયા હતા.

આ પણ  વાંચો:રાજકોટ /  20 મીટરનો ટીપી રોડ ખૂલ્લો કરાવવા 74 મકાનો પર બુલડોઝર ફેરવાયું

આ સેવાસેતુ કાર્યક્રમમાં પ્રાંત અધિકારી એચ.એમ.સોલંકી, લીંબડી મામલતદાર સુ જે. આર. ગોહેલ, લીંબડી તાલુકા પંચાયત પ્રમુખ કૃષ્ણસિંહ રાણા, તાલુકા પંચાયત ઉપપ્રમુખવિક્રમભાઈ વડેખણીયા અગ્રણી ખેંગારસિંહ તેમજ સંબંધિત વિભાગના અધિકારી/કર્મચારીઓ સહિત લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા