Cricket/ ઈડન ગાર્ડન્સમાં મેચ શરૂ કરવા માટે સૌરવ ગાંગુલી વગાડશે ઈડન બેલ

ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ ચાલી રહેલી ત્રણ મેચની T20 સીરીઝની અંતિમ મેચ કોલકતામાં રમાવવાની છે, તે પહેલા ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડનાં અધ્યક્ષ સૌરવ ગાંગુલી આ મેચ શરૂ કરવા માટે ઈડન બેલ વગાડશે.

Sports
સૌરવ ગાંગુલી

ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે ચાલી રહેલી ત્રણ મેચોની T20 સીરીઝની અંતિમ અને ત્રીજી મેચ રવિવારે કોલકાતાનાં ઈડન ગાર્ડન્સ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે. દરમિયાન, સમાચાર સામે આવી રહ્યા છે કે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડનાં અધ્યક્ષ સૌરવ ગાંગુલી આ મેચ શરૂ કરવા માટે ઈડન બેલ વગાડશે.

આ પણ વાંચો – Retirement / RCB નાં સૌથી વિસ્ફોટક બેટ્સમેને લીધો ક્રિકેટનાં તમામ ફોર્મેટમાંથી સન્યાસનો નિર્ણય

આપને જણાવી દઇએ કે, સૌરવ ગાંગુલીનું નામ ભારતીય ક્રિકેટનાં સૌથી સફળ કેપ્ટનમાં આવે છે. દાદા તરીકે ઓળખાતા સૌરવ ગાંગુલીએ વિદેશી ધરતી પર કેવી રીતે જીતી શકાય તે ખેલાડીઓને શીખવાડ્યુ હતુ. પ્રિન્સ ઓફ કોલકાતા તરીકે ઓળખાતા, ગાંગુલીએ 16 વર્ષની તેમની શાનદાર આંતરરાષ્ટ્રીય કારકિર્દીમાં ઘણા બધા રન બનાવ્યા છે અને ઘણા રેકોર્ડ બનાવ્યા છે. તેમણે 113 ટેસ્ટ અને 311 વનડેમાં ભારતનું નેતૃત્વ કર્યું હતું. તાજેતરમાં મળી રહેલી માહિતી અનુસાર, ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ ચાલી રહેલી ત્રણ મેચની T20 સીરીઝની અંતિમ મેચ કોલકતામાં રમાવવાની છે, તે પહેલા ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડનાં અધ્યક્ષ સૌરવ ગાંગુલી આ મેચ શરૂ કરવા માટે ઈડન બેલ વગાડશે. ઉલ્લેખનીય છે કે, રોહિત શર્મા અને સૂર્યકુમાર યાદવની શાનદાર ઇનિંગ્સનાં દમ પર યજમાન ટીમે બુધવારે પ્રથમ T20 ઈન્ટરનેશનલ મેચમાં ન્યૂઝીલેન્ડને પાંચ વિકેટે હરાવ્યું હતું. સૂર્યકુમાર અને રોહિતે અનુક્રમે 62 અને 48 રન બનાવ્યા હતા. સૂર્યકુમારે 40 બોલમાં છ ચોક્કા અને ત્રણ છક્કા ફટકાર્યા હતા જ્યારે રોહિતે 36 બોલનો સામનો કરીને પાંચ ચોક્કા અને બે છક્કા ફટકાર્યા હતા. ભારત અને ન્યૂઝીલેન્ડ શુક્રવારે રાંચીમાં ત્રણ મેચની સીરીઝની બીજી T20I અને ત્રીજી મેચ રવિવારે કોલકાતામાં આમને-સામને થશે. T20 વર્લ્ડકપની હારનાં દુ:ખને છોડીને, ભારતે નવા કોચ રાહુલ દ્રવિડ અને કેપ્ટન રોહિત શર્માનાં નેતૃત્વમાં જીત સાથે શરૂઆત કરી છે. ભારતે જીત માટે 165 રનનો ટાર્ગેટ બે બોલ બાકી રહેતા પાંચ વિકેટ ગુમાવીને હાંસલ કરી લીધો હતો.

આ પણ વાંચો – Retirement / RCB નાં સૌથી વિસ્ફોટક બેટ્સમેને લીધો ક્રિકેટનાં તમામ ફોર્મેટમાંથી સન્યાસનો નિર્ણય

શુક્રવારે ન્યૂઝીલેન્ડ સામેની બીજી T20 ઈન્ટરનેશનલ મેચમાં જીત મેળવીને ભારતની નજર ત્રણ મેચની સીરીઝ જીતવા પર રહેશે. પરંતુ તે જ સમયે તે તેના મધ્યમ ક્રમનાં બેટ્સમેન પાસેથી વધુ સારા પ્રદર્શનની અપેક્ષા રાખશે. ડેથ ઓવરોમાં ટોચનાં ક્રમનાં બેટ્સમેનોનાં પ્રદર્શન અને બોલરોની નિયંત્રિત બોલિંગે ભારતની જીતમાં મહત્વની ભૂમિકા ભજવી હતી. આ જીત સાથે ભારતે ન્યૂઝીલેન્ડ સામે તમામ ફોર્મેટમાં સતત સાત હારનાં ક્રમને પણ તોડી નાખ્યો છે. જરૂરી અઢી અઠવાડિયાનાં વિરામ પહેલા રોહિત રાંચીમાં જ સીરીઝ જીતવા ઈચ્છશે જેથી કોલકાતામાં રમાનારી ફાઈનલ મેચમાં યુવા ખેલાડીઓને તક આપી શકાય.