IND vs SA Test Series/ દક્ષિણ આફ્રિકાએ પ્રથમ ટેસ્ટમાં ભારતને 32 રનથી આપી કરારી હાર, ઇન્ડિયા બીજા દાવમાં 131 રનમાં ઓલઆઉટ

સેન્ચુરિયનમાં સાઉથ આફ્રિકા સામેની બે ટેસ્ટ મેચોની શ્રેણીની પ્રથમ મેચમાં ભારત એક ઇનિંગ્સ અને 32 રને હારી ગયું હતું.

Top Stories Sports
2 4 4 દક્ષિણ આફ્રિકાએ પ્રથમ ટેસ્ટમાં ભારતને 32 રનથી આપી કરારી હાર, ઇન્ડિયા બીજા દાવમાં 131 રનમાં ઓલઆઉટ

સેન્ચુરિયનમાં સાઉથ આફ્રિકા સામેની બે ટેસ્ટ મેચોની શ્રેણીની પ્રથમ મેચમાં ભારત એક ઇનિંગ્સ અને 32 રને હારી ગયું હતું. ગુરુવારે  મેચના ત્રીજા દિવસે ટીમ ઈન્ડિયા બીજા દાવમાં 131 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. આ પહેલા ભારતે પ્રથમ દાવમાં 245 રન બનાવ્યા હતા. આ સાથે જ દક્ષિણ આફ્રિકાએ પ્રથમ દાવમાં 408 રન બનાવ્યા હતા. આફ્રિકાની ટીમને પ્રથમ દાવમાં 163 રનની લીડ મળી હતી. આ મેચ જીતીને દક્ષિણ આફ્રિકાએ શ્રેણીમાં 1-0ની અજેય સરસાઈ મેળવી લીધી છે.

ભારતીય ટીમ સાઉથ આફ્રિકા સામેની પ્રથમ ટેસ્ટમાં ઈનિંગ અને 32 રને હારી ગઈ છે. આ જીત સાથે દક્ષિણ આફ્રિકાએ શ્રેણીમાં 1-0ની અજેય સરસાઈ મેળવી લીધી છે. ભારતીય ટીમનું દક્ષિણ આફ્રિકામાં પ્રથમ વખત શ્રેણી જીતવાનું સપનું પણ ચકનાચૂર થઈ ગયું. હવે બીજી ટેસ્ટ 3 જાન્યુઆરીથી કેપટાઉનમાં રમાશે. ભારતીય ટીમ આ મેચ જીતીને શ્રેણી 1-1થી બરાબર કરવા પર રહેશે.

વિરાટ કોહલીના રૂપમાં ભારતને 10મો ઝટકો લાગ્યો છે. માર્કો યાનસેનના બોલની સામે તેણે શાનદાર શોટ માર્યો હતો, પરંતુ કાગિસો રબાડાએ દોડતી વખતે શાનદાર કેચ પકડ્યો હતો. કોહલી 82 બોલમાં 76 રન બનાવીને આઉટ થયો હતો. તેણે પોતાની ઇનિંગમાં 12 ચોગ્ગા અને એક છગ્ગો ફટકાર્યો હતો. દક્ષિણ આફ્રિકાના કેપ્ટન ટેમ્બા બાવુમાએ ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. ભારતે પ્રથમ દાવમાં 245 રન બનાવ્યા હતા. આ સાથે જ દક્ષિણ આફ્રિકાએ પ્રથમ દાવમાં 408 રન બનાવ્યા હતા. આફ્રિકાની ટીમને પ્રથમ દાવમાં 163 રનની લીડ મળી હતી. ભારત બીજા દાવમાં 131 રનમાં ઓલઆઉટ થઈ ગયું હતું. આ મેચ જીતીને દક્ષિણ આફ્રિકાએ શ્રેણીમાં 1-0ની અજેય સરસાઈ મેળવી લીધી છે.