ભારતીય હવામાન/ લો બોલો ! દિલ્હીમાં રેકોર્ડ તોડ 52.9 ડિગ્રી તાપમાન ‘સેન્સરની ભૂલ’ ?

બુધવારે દિલ્હીમાં રેકોર્ડ બ્રેક 52.9 ડિગ્રી તાપમાન નોંધાયું. જો કે હવામાન વિભાગે હવે દિલ્હીના રેકોર્ડ બ્રેક તાપમાનને લઈને સ્પષ્ટતા કરી છે.

Top Stories India Breaking News
Beginners guide to 2024 05 30T092005.769 લો બોલો ! દિલ્હીમાં રેકોર્ડ તોડ 52.9 ડિગ્રી તાપમાન 'સેન્સરની ભૂલ' ?

બુધવારે દિલ્હીમાં રેકોર્ડ બ્રેક 52.9 ડિગ્રી તાપમાન નોંધાયું. જો કે હવામાન વિભાગે હવે દિલ્હીના રેકોર્ડ બ્રેક તાપમાનને લઈને સ્પષ્ટતા કરી છે. હવામાન વિભાગે જણાવ્યું હતું કે સેન્સરની ખામીને કારણે ખોટો ડેટા રેકોર્ડ કરવામાં આવ્યો હતો. એકબાજુ દિલ્હીમાં વધુ ગરમી પડી જ્યારે એ જ દિવસે સાંજે દિલ્હીમાં વરસાદ પડ્યો હતો. દિલ્હીમાં એનસીઆરમાં 45 ડિગ્રી અને મુંગેશપુરામાં 52.9 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું હતું. ગઈકાલે દિલ્હીમાં નોંધાયેલ મહત્તમ તાપમાનને લઈને હવામાન વિભાગે જણાવ્યું કે સેન્સરની ભૂલ અથવા સ્થાનિક પરિબળોને કારણે ઊંચુ તાપમાન નોંધાયું હોઈ શકે છે. IMD ડેટા અને સેન્સર્સની તપાસ કરી રહી છે.

આજે આ સ્થાનો પર રેડ એલર્ટ

હરિયાણાના રોહતક અને યુપીના પ્રયાગરાજમાં પારો 48.8 પર પહોંચી ગયો છે. પંજાબના ભટિંડામાં પારો 48.5, રાજસ્થાનના પિલાની અને બિહારના ઔરંગાબાદમાં 48.2 સુધી પહોંચ્યો હતો. રાજસ્થાનમાં ભારે ગરમીના કારણે 5 લોકોના મોત થયા છે. બિહારના 8 જિલ્લામાં 80 બાળકો બેહોશ, રાજ્યની તમામ શાળાઓમાં 8 જૂન સુધી રજા જાહેર કરવામાં આવી છે. આજે પંજાબ, હરિયાણા, ચંદીગઢ, દિલ્હી, રાજસ્થાન, બિહાર, ઝારખંડ, ઓડિશાના ભાગોમાં હીટ વેવનું રેડ એલર્ટ છે. તે જ સમયે, ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશના કેટલાક ભાગો, જમ્મુ, હિમાચલ પ્રદેશ, મહારાષ્ટ્ર અને છત્તીસગઢમાં હીટ વેવનું ઓરેન્જ એલર્ટ છે.

ચોમાસાની દસ્તક

જણાવી દઈએ કે ગઈકાલે દિલ્હીના મુંગેશપુરમાં મહત્તમ તાપમાન 52.3 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. જે અત્યાર સુધીનું સૌથી મહત્તમ તાપમાન માનવામાં આવે છે. હવે આ તાપમાનને લઈને હવામાન વિભાગે સ્પષ્ટતા કરી છે કે આ ટેકનીકલ ખામીના કારણે આટલુ વધુ તાપમાન નોંધાયું. દેશમાં એકબાજુ રેકોર્ડ બ્રેક ગરમી પડી રહી છે ત્યારે બીજા સ્થાનો પર ચોમાસાનું આગમન થઈ રહ્યું છે. એટલે કે દેશના દક્ષિણ ભાગમાં પ્રી-મોનસૂન એક્ટિવિટી જોવા મળી. IMD મુજબ ચોમાસું આજે સાંજ સુધીમાં કેરળના કિનારે પહોંચી શકે છે. તે આગામી એક સપ્તાહમાં દેશના અન્ય ભાગોમાં પહોંચી શકે છે. 26 મેના રોજ બંગાળમાં ત્રાટકેલા ચક્રવાત રામલની અસર આસામ, મેઘાલય, અરુણાચલ પ્રદેશ, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ અને ત્રિપુરામાં છે. અહીં 1 જૂન સુધી વરસાદ માટે રેડ એલર્ટ છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:પંજાબ AAP સરકારના મંત્રી બલકાર સિંહનો અશ્લીલ વીડિયો આવ્યો સામે

આ પણ વાંચો:કોર્ટે બિભવ કુમારની જામીન અરજી ફગાવી…

આ પણ વાંચો:આજીવન કેદની સજા ભોગવતા કેદી હવે પ્રવેશ પરીક્ષા આપશે