સ્પર્ધા/ સુરેન્દ્રનગર જિલ્લામાં દિવ્યાંગો માટે સ્પેશ્યલ ખેલ મહાકુંભનું કરાયુ આયોજન

ગુજરાત સરકારના રમત ગમત વિભાગ અને જિલ્લા રમત ગમત અધિકારીની કચેરી દ્વારા દિવ્યાંગો માટે આશીર્વાદ વિકલાંગ રાજસોભાગ સત્સંગ મંડળ સંચાલિત આશીર્વાદ વિકલાંગ ટ્રસ્ટ દ્વારા દિવ્યાંગો માટે સ્પેશ્યલ ખેલ મહાકુંભની આયોજન કરવામાં આવ્યું હતું

Gujarat
8 37 સુરેન્દ્રનગર જિલ્લામાં દિવ્યાંગો માટે સ્પેશ્યલ ખેલ મહાકુંભનું કરાયુ આયોજન

ગુજરાત સરકારના રમત ગમત વિભાગ અને જિલ્લા રમત ગમત અધિકારીની કચેરી દ્વારા દિવ્યાંગો માટે આશીર્વાદ વિકલાંગ રાજસોભાગ સત્સંગ મંડળ સંચાલિત આશીર્વાદ વિકલાંગ ટ્રસ્ટ દ્વારા દિવ્યાંગો માટે સ્પેશ્યલ ખેલ મહાકુંભની આયોજન કરવામાં આવ્યું હતું.

આ ખેલ મહાકુંભમાં જિલ્લાભરમાંથી વિવિધ વિસ્તારોના દિવ્યાંગો આવીને પોતપોતાની ખેલ પ્રતિભા બતાવે છે અને અહીં દિવ્યાંગો નું ક્રિકેટ ગોળા ફેંક ઊંચી કૂદ સહિતની તમામ રમતોમાં જિલ્લાભરના દિવ્યાંગો ભાગ લે છે જેમાં રોકડ પ્રોત્સાહિત ઇનામો પણ આપવામાં આવતા હોય છે.

આ સ્પર્ધામાં થી આગળ જઈને રાજ્ય કક્ષાએ પણ દિવ્યાંગો પોતાની અંદર રહેલી રમતગમતની પ્રતિભા ઝળકાવી શકે છે દર વર્ષે આ ખેલ મહાકુંભનું દિવ્યાંગો માટે સ્પેશિયલ આયોજન થતું હતું પરંતુ છેલ્લા ત્રણ વર્ષથી કોરોના કાળને લઈને દિવ્યાંગો માટે ખેલ મહાકુંભ આયોજન થયું ન હતું.

આ વર્ષે સરકાર તરફથી છૂટછાટ મળતા આયોજન થતા જિલ્લાભરના દિવ્યાંગો માં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો જેમાં આ વર્ષે ૧૦૪૮ જેટલા દિવ્યાંગ લોકોએ રજીસ્ટ્રેશન કરાવ્યું હતું. અને અને જિલ્લાભરમાંથી વિવિધ વિસ્તારોના દિવ્યાંગો આ ખેલ મહાકુંભ માં ભાગ લેવા માટે ઉત્સાહપૂર્વક ઉમટી પડ્યા હતા.