Election/ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ઉમેદવારો માટે ખર્ચની મર્યાદા નક્કી, આટલી રકમથી વધુ ખર્ચ નહિ કરી શકે

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ઉમેદવારો માટે ખર્ચની મર્યાદા નક્કી, આટલી રકમથી વધુ ખર્ચ નહિ કરી શકે

Top Stories Gujarat Others
election સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ઉમેદવારો માટે ખર્ચની મર્યાદા નક્કી, આટલી રકમથી વધુ ખર્ચ નહિ કરી શકે

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં રાજ્ય ચૂંટણી પંચ દ્વારા ઉમેદવારો માટે ખર્ચની મર્યાદા નક્કી કરવામાં આવી છે. ચૂંટણી  પંચે નક્કી કરેલી મર્યાદા કરતા વધુ ખર્ચ ઉમેદવાર નહિ કરી શકે. રાજ્ય ચૂંટણી પંચ દ્વારા મહાનગર પાલિકા, નગરપાલિકા, જીલ્લા પંચાયત, અને તાલુકા પંચાતની ચૂંટણીના ઉમેદવારે ચૂંટણી પ્રચાર માં કેટલો ખર્ચ કરવો તેની એક મહત્તમ મર્યાદા નક્કી કરી છે. પ્રત્યેક ઉમેદવાર પોતાને નક્કી કરેલી મર્યાદા રહીને ચૂંટણીનો પ્રચાર ખર્ચ કરી શકશે.

Image result for રાજ્ય ચૂંટણી આયોગ

રાજ્ય ચૂંટણી પંચ દ્વારા મહાનગર પાલિકાના દરેક વોર્ડના ઉમેદવાર 6 લાખની મર્યાદા માં રહીને પ્રચાર માટે ખર્ચ કરી શકશે. જયારે નવ વોર્ડથી વધુ વોર્ડ ધરાવતી નગરપાલિકાના દરેક વોર્ડના ઉમેદવાર 2.25 લાખની મર્યાદામાં રહીને પ્રચાર કાર્ય માટે ખર્ચ કરી શકશે. જયારે એક થી નવ વોર્ડ ધરાવતી નગર પાલિકા ના ઉમેદવારો 1.50 લાખની મર્યાદામાં રહીને ખર્ચ કરી શકશે.

Image result for રાજ્ય ચૂંટણી આયોગ

જયારે જીલ્લા પંચાયતના દરેક મતદાર વિભાગના ઉમેદવાર માટે 4 લાખની મર્યાદામાં રહીને પ્રચાર પાછળ ખર્ચ કરી શકશે. જયારે તાલુકા પંચાયતના દરેક મતદાર વિભાગના ઉમેદવાર માટે 2 લાખની મર્યાદા નક્કી કરવામાં આવી છે.

Political / હવે ભાજપની  ગુજરાતમાંથી વિદાય નિશ્ચિત છે : પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા

Vaccine / ભારતમાં કોરોના વેક્સિન મુદ્દે ફાઇઝરની પીછેહઠ, કટોકટી ઉપયોગ માટે અરજી પાછી ખેંચી

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ 

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છેત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેઆ સમયે કોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો