Not Set/ ઇન્ડિયા-આફ્રિકા વચ્ચે પોર્ટ એલિઝાબેથમાં રમાશે પાંચમી વન-ડે, ભારતે ગુમાવી છે ૫ વન-ડે

પોર્ટ એલિઝાબેથ, ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે રમાઈ રહેલી ૬ ODI મેચની શ્રેણીની પંચમી વન-ડે પોર્ટ એલિઝાબેથના સંટ જ્યોર્જ પાર્ક ખાતે રમાવવાની છે. મંગળવારે રમાનારી પાંચમી વન-ડેમાં ભારતીય ટીમ આ મેચમાં વિજય મેળવીને આફ્રિકાની ધરતી પર પહેલીવાર સીરીઝ જીતવાના ઈરાદા સાથે મેદાને ઉતરશે. જયારે ચોથી વન-ડેમાં પોતાની જીતનું ખાતું ખોલાવનારી દક્ષિણ આફ્રિકાની ટીમ આ મેચ જીતીને […]

Sports
india celebrate vs south africa ઇન્ડિયા-આફ્રિકા વચ્ચે પોર્ટ એલિઝાબેથમાં રમાશે પાંચમી વન-ડે, ભારતે ગુમાવી છે ૫ વન-ડે

પોર્ટ એલિઝાબેથ,

ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે રમાઈ રહેલી ૬ ODI મેચની શ્રેણીની પંચમી વન-ડે પોર્ટ એલિઝાબેથના સંટ જ્યોર્જ પાર્ક ખાતે રમાવવાની છે. મંગળવારે રમાનારી પાંચમી વન-ડેમાં ભારતીય ટીમ આ મેચમાં વિજય મેળવીને આફ્રિકાની ધરતી પર પહેલીવાર સીરીઝ જીતવાના ઈરાદા સાથે મેદાને ઉતરશે. જયારે ચોથી વન-ડેમાં પોતાની જીતનું ખાતું ખોલાવનારી દક્ષિણ આફ્રિકાની ટીમ આ મેચ જીતીને સીરીઝમાં પોતાની આશા જીવંત રાખવા માટે પ્રયાસ કરશે. નોધનીય છે કે, ભારત શ્રેણીમાં ૩-૧થી આગળ છે.

બીજી બાજુ પાંચમી વન-ડે પોર્ટ એલિઝાબેથમાં રમાવાની છે ત્યારે આ ગ્રાઉન્ડનો રેકોર્ડ ભારતીય ટીમ માટે ખરાબ રહ્યો છે. અત્યારસુધી પોર્ટ એલિઝાબેથ ખાતે રમાયેલી પાંચ વન-ડેમાં ભારત એક પણ મેચ જીતી શક્યું નથી. ભારત આ મેદાનમાં ચાર મેચ દક્ષિણ આફ્રિકા સામે હાર્યું હતું જયારે એક મેચમાં કેન્યા સામે હાર થઇ હતી.

પોર્ટ એલિઝાબેથમાં ભારતીય ટીમ કઈ કઈ મેચમાં હારી, જુઓ

૧.   ૧૯૯૨માં દક્ષિણ આફ્રિકાએ ૬ વિકેટથી હરાવ્યું

૨.   ૧૯૯૭માં દક્ષિણ આફ્રિકાએ ૬ વિકેટથી હરાવ્યું

૩.   ૨૦૦૧માં કેન્યા સામે ૭૦ રનથી હાર

૪.   ૨૦૦૬માં દક્ષિણ આફ્રિકા સામે ૮૦ રનથી હાર

૫.   ૨૦૧૧માં દક્ષિણ આફ્રિકાએ સામે ૪૮ રનથી હાર