Not Set/ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડને લાગ્યો વધુ એક ઝટકો, ICCએ ૪૪૭ કરોડ રૂ.ના વળતરના દાવાને ફગાવ્યો

દુબઈ, પાડોશી દેશ ભારત અને પાકિસ્તાન વચ્ચે કોઈ ક્રિકેટ સિરીઝ ન યોજવાનાને લઇ PCB (પાક. ક્રિકેટ બોર્ડ) દ્વારા ભારત પર ૪૪૭ કરોડ રૂપિયાના વળતરનો દાવો કર્યો હતો, ત્યારે હવે આ મામલે પાકિસ્તાનને વધુ એક ઝટકો મળ્યો છે. મંગળવારે ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) એ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડનો દાવો ફગાવી નાખ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે, PCB દ્વારા […]

Top Stories Trending Sports
pcb sends legal notice to icc 1513930398 2478 પાકિસ્તાન ક્રિકેટ બોર્ડને લાગ્યો વધુ એક ઝટકો, ICCએ ૪૪૭ કરોડ રૂ.ના વળતરના દાવાને ફગાવ્યો

દુબઈ,

પાડોશી દેશ ભારત અને પાકિસ્તાન વચ્ચે કોઈ ક્રિકેટ સિરીઝ ન યોજવાનાને લઇ PCB (પાક. ક્રિકેટ બોર્ડ) દ્વારા ભારત પર ૪૪૭ કરોડ રૂપિયાના વળતરનો દાવો કર્યો હતો, ત્યારે હવે આ મામલે પાકિસ્તાનને વધુ એક ઝટકો મળ્યો છે.

મંગળવારે ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) એ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડનો દાવો ફગાવી નાખ્યો છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, PCB દ્વારા ભારતીય ક્રિકેટ બોર્ડ પર બંને દેશોની દ્વિપક્ષીય શ્રેણીને લઇ થયેલા MOUનું સન્માન ન કરવાનો આરોપ લગાવ્યો હતો.

દેશ પાકિસ્તાન અને ભારત વચ્ચે ચાલી રહેલા તનાવપૂર્ણ સંબંધોના કારણે બંને દેશો વચ્ચે ક્રિકેટના સંબંધો પણ વણસ્યા છે. આ વચ્ચે ભારત અને પાકિસ્તાન વચ્ચે કોઈ ક્રિકેટ સિરીઝ ન યોજવાનાને લઇ પાક. ક્રિકેટ બોર્ડ દ્વારા ભારત પર ૪૪૭ કરોડ રૂપિયાના વળતરનો દાવો કર્યો હતો.

ICC દ્વારા પોતાના ઓફિશિયલ ટ્વિટર પર લખ્યું છે કે, “વિવાદ નિવારણ પેનલ દ્વારા BCCI વિરુધ પાકિસ્તાન દ્વારા કરાયેલા દાવાને ફગાવી દીધો છે.

મહત્વનું છે કે, પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ દ્વારા BCCI પર MOUનું સન્માન ન કરવાનો આરોપ લગાવવામાં આવ્યો હતો અને ૪૪૭ કરોડ રૂપિયાના વળતરની માંગણી કરી હતી.

આ MOU હેઠળ ભારત અને પાકિસ્તાન વચ્ચે ૨૦૧૫થી લઇ ૨૦૨૩ સુધી ૬ દ્વિપક્ષીય શ્રેણી રમવાની હતી.