Not Set/ #INDvAUS : પોતાના કેરિયરમાં પહેલી વખત ગોલ્ડન ડકનો શિકાર થયો આ ખેલાડી

સિડની, સિડનીના ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે રમાયેલી ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની પ્રથમ મેચમાં ભારતીય ટીમનો ૩૪ રને પરાજય થયો છે. ઓસ્ટ્રેલિયાએ આપેલા ૨૮૯ રનના ટાર્ગેટ સામે ભારતીય ટીમ ૨૫૪ રન જ બનાવી શકી હતી અને ૩૪ રને હારનો સ્વાદ ચાખ્યો હતો. કાંગારું ટીમ દ્વારા અપાયેલા ૨૮૯ રનના ટાર્ગેટ સામે ભારતીય ટીમ મેદાને ઉતરવાની સાથે જ ભારર્તીય ઓપનર […]

Trending Sports
Cricket Death 1 #INDvAUS : પોતાના કેરિયરમાં પહેલી વખત ગોલ્ડન ડકનો શિકાર થયો આ ખેલાડી

સિડની,

સિડનીના ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે રમાયેલી ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની પ્રથમ મેચમાં ભારતીય ટીમનો ૩૪ રને પરાજય થયો છે. ઓસ્ટ્રેલિયાએ આપેલા ૨૮૯ રનના ટાર્ગેટ સામે ભારતીય ટીમ ૨૫૪ રન જ બનાવી શકી હતી અને ૩૪ રને હારનો સ્વાદ ચાખ્યો હતો.

કાંગારું ટીમ દ્વારા અપાયેલા ૨૮૯ રનના ટાર્ગેટ સામે ભારતીય ટીમ મેદાને ઉતરવાની સાથે જ ભારર્તીય ઓપનર બેટ્સમેન શિખર ધવન ઇનિંગ્સના પહેલા બોલે જ આઉટ થયો હતો. જો કે આ સાથે જ ધવને એક ખાસ રેકોર્ડ પોતાના નામે કર્યો છે.

dhawana #INDvAUS : પોતાના કેરિયરમાં પહેલી વખત ગોલ્ડન ડકનો શિકાર થયો આ ખેલાડી
sports-#indvaus-shikhar-dhawan-got-out-golden-duck-for-the-first-time

ટીમ ઇન્ડિયાના ગબ્બર તરીકે ઓળખાતા ધવને પોતાના વન-ડે કેરિયરમાં પ્રથમવાર ગોલ્ડન ડક એટલે કે મેચના પહેલા જ બોલ પર આઉટ થવાનો રેકોર્ડ પોતાના નામે કર્યો છે.

ભારતની ઇનિગ્સમાં ક્રિઝ પર ઉતરતાની સાથે જ પહેલા બોલ પર જેસન બેહરનડોર્ફનો શિકાર બન્યો હતો.

જો કે ધવન માટે પોતાના કેરિયરનો આ પ્રથમ ગોલ્ડન ડક હતો, પરંતુ આ પહેલા તે ત્રણવાર ખાતું ખોલાવ્યા વગર જ આઉટ થયો હતો, પરંતુ મેચના પહેલા બોલ પર આઉટ થયો ન હતો.