Not Set/ IPL 2018 : રોમાંચક મેચમાં મુંબઈને ૧૪ રને હરાવી વિરાટ બ્રિગેડે હાંસલ કરી ત્રીજી જીત

બેંગલુરુ, બેંગલુરુના એમ ચિન્નાસ્વામી ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે રમાયેલી ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની લીગ મેચમા યજમાન રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની ટીમે ૧૪ રને રોમાંચક વિજય મેળવ્યો છે. RCBની ટીમ દ્વારા આપવામાં આવેલા ૧૬૮ રનના ટાર્ગેટનો પીછો કરતા મુંબઈ ઇન્ડિયન્સની ટીમ ૨૦ ઓવરમાં ૭ વિકેટના નુકશાને ૧૫૩ રન જ બનાવી શકી હતી અને બેંગ્લોરની ટીમે ટુર્નામેન્ટમાં પોતાનો ત્રીજો વિજય હાંસલ કર્યો […]

Sports
kddld IPL 2018 : રોમાંચક મેચમાં મુંબઈને ૧૪ રને હરાવી વિરાટ બ્રિગેડે હાંસલ કરી ત્રીજી જીત

બેંગલુરુ,

બેંગલુરુના એમ ચિન્નાસ્વામી ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે રમાયેલી ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની લીગ મેચમા યજમાન રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની ટીમે ૧૪ રને રોમાંચક વિજય મેળવ્યો છે. RCBની ટીમ દ્વારા આપવામાં આવેલા ૧૬૮ રનના ટાર્ગેટનો પીછો કરતા મુંબઈ ઇન્ડિયન્સની ટીમ ૨૦ ઓવરમાં ૭ વિકેટના નુકશાને ૧૫૩ રન જ બનાવી શકી હતી અને બેંગ્લોરની ટીમે ટુર્નામેન્ટમાં પોતાનો ત્રીજો વિજય હાંસલ કર્યો હતો.

બીજી બાજુ કુલ ૮ મેચોમાં ૬ હાર સાથે મુંબઈની ટીમનું હવે પ્લેઓફમાં સ્થાન બનાવવું લગભગ અશક્ય માનવામાં આવી રહ્યું છે જયારે RCBની ટીમે આ જીત સાથે ૬ પોઈન્ટ મેળવી પોઈન્ટ ટેબલમાં પાંચમું સ્થાન હાંસલ કર્યું છે.

બેંગ્લોરની ટીમના શાનદાર વિજયના હિરો ઓપનર બેટ્સમેન મનન વોહરા, ઝડપી બોલર ટીમ સાઉથી અને બ્રેન્ડન મેક્કુલમ રહ્યા હતા. પરંતુ ટીમ સાઉથીને શાનદાર બોલિંગના કારણે મેન ઓફ ધ મેચ જાહેર કરાયો હતો. સાઉથીએ ૪ ઓવરમાં ૨૫ રન આપી ૨ મહત્વપૂર્ણ વિકેટ ઝડપી હતી.

ટોસ હારીને પ્રથમ બેટિંગ કરવા મેદાને ઉતરેલી રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની ટીમે ૨૦ ઓવરમાં ૭ વિકેટના નુકશાને ૧૬૭ રન બનાવ્યા હતા. પ્રથમ બેટિંગ કરતા RCBની ટીમની શરૂઆત ખરાબ રહી હતી અને વિકેટકીપર બેટ્સમેન ડી કોક માત્ર ૭ રન બનાવી પેવેલિયનમાં ભેગો થયો હતો. જયારે મનન વોહરાએ ૩૧ બોલમાં ૪ સિક્સર અને ૨ ચોક્કા સાથે ૪૫ રનની શાનદાર ઇનિંગ્સ રમી હતી.

જો કે ત્યારબાદ ક્રિઝ પર આવેલા મિડલ ઓર્ડર બ્રેન્ડન મેક્કુલમે ૨૫ બોલમાં ૩૭ રન જયારે કેપ્ટન વિરાટ કોહલીએ ૨૬ બોલમાં ૩૨ રન બનાવ્યા હતા. મેચની અંતિમ ઓવરોમાં ડી ગ્રાન્ડહોમે માત્ર ૧૦ બોલમાં ૨૩ રન ફટકાર્યા હતા. મુંબઈ તરફથી ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાએ સૌથી વધુ ૩ વિકેટ ઝડપી હતી જયારે ઝડપી બોલર જસપ્રિત બુમરાહ અને સ્પિન બોલર માર્કંડેએ અનુક્રમે ૧-૧ વિકેટ ઝડપી હતી.

RCB દ્વારા આપવામાં આવેલા ૧૬૮ રનના ટાર્ગેટનો પીછો કરતા મુંબઈની ટીમ ૨૦ ઓવરમાં ૭ વિકેટના નુકશાને ૧૫૩ રન જ બનાવી શકી હતી અને ૧૪ રને પરાજયનો સ્વાદ ચાખ્યો હતો. ૧૬૮ રનના ટાર્ગેટનો પીછો કરતા MIની પણ શરૂઆત ખરાબ રહી હતી અને ઓપનર બેટ્સમેન સુર્યકુમાર યાદવ માત્ર ૯ રન જયારે ઇશાન કિશન ખાતું ખોલાવ્યા વગર જ પેવેલિયનમાં ભેગા થયા હતા.

બંને ઓપનરોના સસ્તામાં આઉટ થયા બાદ જે પી ડયુમીનીએ ૨૩ રન બનાવ્યા હતા જયારે કેપ્ટન રોહિત શર્મા પણ ખાતું ખોલાવ્યા વગર જ આઉટ થયો હતો. બીજી બાજી ઓલરાઉન્ડર પ્લેયર્સ હાર્દિક પંડ્યાએ ટીમનો એક છેડો સાચવી રાખતા ૪૨ બોલમાં શાનદાર ૫૦ રન બનાવ્યા હતા પરંતુ તે પોતાની ટીમને વિજય અપાવી શક્યો ન હતો. જયારે RCB તરફથી ઝડપી બોલર ટીમ સાઉથી, ઉમેશ યાદવ અને મોહમ્મદ સિરાજે અનુક્રમે ૨-૨ વિકેટ ઝડપી હતી.