Not Set/ શ્રીલંકન ક્રિકેટ ટીમને લાગ્યો ઝટકો, ઇનફોર્મ પ્લેયર દાનુષ્કા ગુણાથિલકા થયો સસ્પેન્ડ, જાણો શું છે કારણ

કોલંબો, સાઉથ આફ્રિકા સામે કોલંબોમાં રમાયેલી બીજી ટેસ્ટ મેચમાં યજમાન શ્રીલંકાની ટીમે ૧૯૯ રને વિજય મેળવ્યો છે, પરંતુ આ વિજય સાથે જ શ્રીલંકન ટીમને એક ઝટકો લાગ્યો છે. દક્ષિણ આફ્રિકા સામેની બે મેચોમાં ફિફ્ટી ફટકારનાર શ્રીલંકાના ક્રિકેટર દાનુષ્કા ગુણાથિલકાને શ્રીલંકા બોર્ડે બધાં ફોર્મેટમાંથી સસ્પેન્ડ કરી દીધા છે. દાનુષ્કા ગુણાથિલકા પર કોડ ઓફ કન્ડકટના ઉલ્લંઘનનો આરોપ […]

Trending Sports
i શ્રીલંકન ક્રિકેટ ટીમને લાગ્યો ઝટકો, ઇનફોર્મ પ્લેયર દાનુષ્કા ગુણાથિલકા થયો સસ્પેન્ડ, જાણો શું છે કારણ

કોલંબો,

સાઉથ આફ્રિકા સામે કોલંબોમાં રમાયેલી બીજી ટેસ્ટ મેચમાં યજમાન શ્રીલંકાની ટીમે ૧૯૯ રને વિજય મેળવ્યો છે, પરંતુ આ વિજય સાથે જ શ્રીલંકન ટીમને એક ઝટકો લાગ્યો છે.

દક્ષિણ આફ્રિકા સામેની બે મેચોમાં ફિફ્ટી ફટકારનાર શ્રીલંકાના ક્રિકેટર દાનુષ્કા ગુણાથિલકાને શ્રીલંકા બોર્ડે બધાં ફોર્મેટમાંથી સસ્પેન્ડ કરી દીધા છે. દાનુષ્કા ગુણાથિલકા પર કોડ ઓફ કન્ડકટના ઉલ્લંઘનનો આરોપ લગાવામાં આવ્યો છે.

હકીકતમાં, દક્ષિણ આફ્રિકા સામેની સિરીઝ દરમિયાન હોટેલમાં શ્રીલંકન ક્રિકેટર દાનુષ્કા ગુણાથિલકા અને તેઓના ફ્રેન્ડ હતા. આ દરમિયાન તેઓ એમની સાથે ૨ નોર્વેની છોકરીઓને લાવ્યા હતા. જેમાંથી એ છોકરીએ ક્રિકેટરના ફ્રેન્ડ પર રેપનો આરોપ લગાવ્યો છે અને ફરિયાદ નોંધાવી છે.

જો કે ત્યારબાદ ક્રિકેટર દાનુષ્કા ગુણાથિલકા પર રેપનો આરોપ નથી પરંતુ તેમના પર કોડ ઓફ કન્ડકટના ઉલ્લંઘનનો આરોપ લગાવામાં આવ્યો છે.

મહત્વનું છે કે, નિયમ મુજબ કોઇ પણ સિરીઝ દરમિયાન પોતાના હોટેલના રૂમમાં કોઈ બીજી વ્યક્તિને બોલાવવા એ કોડ ઓફ કન્ડકટનું ઉલ્લંઘન છે. આ જ કારણે શ્રીલંકા બોર્ડે દાનુષ્કા ગુણાથિલકા પર આ આરોપ લગાવ્યો છે અને એને બધા ફોર્મેટમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યો છે.

શ્રીલંકન બોર્ડે જણાવ્યું હતું કે, જ્યાં સુધી તપાસ ચાલે છે ત્યાં સુધી દાનુષ્કા ગુણાથિલકા કોઇ પણ ફોર્મેટમાં ટીમનો હિસ્સો બની શકશે નહી.