Not Set/ ભારતીય ટીમના રેકોર્ડ મશીન કોહલીએ કર્યો વધુ એક ધમાકો, આ મામલે દિગ્ગજોને છોડ્યા પાછળ

રાજકોટ, રાજકોટના ખંડેરી સ્ટેડિયમ ખાતે રમાઈ રહેલી ભારત અને વેસ્ટ ઇન્ડીઝ પ્રથમ ટેસ્ટ મેચમાં ભારતીય ટીમ મજબૂત સ્થિતિમાં જોવા મળી રહી છે. ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા કેપ્ટન વિરાટ કોહલી અને ડેબ્યુટન પૃથ્વી શોની શાનદાર સદી સાથે ભારતે અત્યારસુધીમાં ૫૦૦થી વધુ રન બનાવી લીધા છે. બીજી દિવસની રમત આગળ ધપતા જ ભારતીય ટીમના કેપ્ટન કોહલીએ પોતાના […]

Trending Sports
kohli m4 ભારતીય ટીમના રેકોર્ડ મશીન કોહલીએ કર્યો વધુ એક ધમાકો, આ મામલે દિગ્ગજોને છોડ્યા પાછળ

રાજકોટ,

રાજકોટના ખંડેરી સ્ટેડિયમ ખાતે રમાઈ રહેલી ભારત અને વેસ્ટ ઇન્ડીઝ પ્રથમ ટેસ્ટ મેચમાં ભારતીય ટીમ મજબૂત સ્થિતિમાં જોવા મળી રહી છે.

ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા કેપ્ટન વિરાટ કોહલી અને ડેબ્યુટન પૃથ્વી શોની શાનદાર સદી સાથે ભારતે અત્યારસુધીમાં ૫૦૦થી વધુ રન બનાવી લીધા છે.

tmv71ci8 virat kohli reuters 9 3 ભારતીય ટીમના રેકોર્ડ મશીન કોહલીએ કર્યો વધુ એક ધમાકો, આ મામલે દિગ્ગજોને છોડ્યા પાછળ

બીજી દિવસની રમત આગળ ધપતા જ ભારતીય ટીમના કેપ્ટન કોહલીએ પોતાના ટેસ્ટ કેરિયરની ૨૪મી સદી ફટકારી છે, ત્યારે હવે કોહલીએ આ શાનદાર સદી સાથે જ વધુ એક રેકોર્ડ પોતાના નામે કરી લીધો છે.

વિરાટ કોહલીએ આ દિગ્ગજોને છોડ્યા પાછળ

કેપ્ટન વિરાટ કોહલીએ રાજકોટ ટેસ્ટમાં સદી ફટકારવાની સાથે જ ટેસ્ટ ક્રિકેટમાં સૌથી ઓછી ઇનિંગ્સમાં ૨૪ સદી ફટકારવા મામલે બીજું સ્થાન હાંસલ કરી લીધું છે. આ મામલે કોહલીએ ઓસ્ટ્રેલિયાના ગ્રેગ ચેપલ, વેસ્ટ ઇન્ડીઝના મહાન પ્લેયર સર વિવિયન રિચર્ડ તેમજ પાકિસ્તાનના મોહમ્મદ યુસુફને પાછળ છોડ્યા છે.

ind vs sl delhi test 6156e90a db26 11e7 ad52 47d546f3ccd3 ભારતીય ટીમના રેકોર્ડ મશીન કોહલીએ કર્યો વધુ એક ધમાકો, આ મામલે દિગ્ગજોને છોડ્યા પાછળ

વિરાટ કોહલીએ માત્ર ૧૨૩ ઇનિંગ્સમાં જ ૨૪ સદી ફટકારી છે. હવે કોહલી કરતા આગળ ઓસ્ટ્રેલિયાના દિગ્ગજ બેટ્સમેન સર ડોન બ્રેડમેન જ આગળ છે. ડોન બ્રેડમેને માત્ર ૬૬ ઇનિંગ્સમાં ૨૪ સદી ફટકારવાનો રેકોર્ડ બનાવ્યો હતો.

સૌથી ઓછી ઇનિંગ્સમાં ૨૪ ટેસ્ટ સદી

ડોન બ્રેડમેન : ૬૬ ઇનિંગ્સ

વિરાટ કોહલી : ૧૨૩ ઇનિંગ્સ

સચિન તેંડુલકર : ૧૨૫ ઇનિંગ્સ

સુનિલ ગવાસ્કર : ૧૨૮ ઇનિંગ્સ

કેપ્ટન તરીકે સૌથી વધુ સદી ફટકારવા મામલે કોહલીએ હાંસલ કર્યું ત્રીજું સ્થાન

643463 kohli bcci ભારતીય ટીમના રેકોર્ડ મશીન કોહલીએ કર્યો વધુ એક ધમાકો, આ મામલે દિગ્ગજોને છોડ્યા પાછળ
sports-virat-kohli-24th-test-century-hundred-test-cricket-kohli-record

આ ઉપરાંત વિરાટ કોહલીએ કેપ્ટન તરીકે સૌથી વધુ સદી ફટકારવા મામલે ત્રીજું સ્થાન હાંસલ કર્યું છે. અ સદી સાથે કોહલીએ ભારતના કેપ્ટન તરીકે ૧૭ સદી ફટકારી છે.

વર્લ્ડ ક્રિકેટમાં એક કેપ્ટન તરીકે સૌથી વધુ સદી ફટકારવાનો રેકોર્ડ ગ્રેમ સ્મિથના નામે છે. તેઓના નામે ૨૫ સદી ફટકારવાનો રેકોર્ડ છે. ત્યારબાદ ૧૯ સદી સાથે ઓસ્ટ્રેલિયાના પૂર્વ કેપ્ટન રિકી પોન્ટિંગનું નામ આવે છે.