Not Set/ કેપ્ટન કોહલી છે ઓલ ટાઈમ ગ્રેટ પ્લેયર, તેઓની મારી સાથે તુલના ન કરવી જોઈએ : સચિન

નવી દિલ્હી,  ભારત અને વેસ્ટ ઇન્ડીઝ વચ્ચે હાલમાં જ સમાપ્ત થયેલી પાંચ મેચની શ્રેણીમાં ભારતીય કેપ્ટન વિરાટ કોહલી શાનદાર ફોર્મમાં રહ્યો હતો. પાંચ મેચમાં ૩ સદી ફટકારવાની સાથે જ વન-ડે ક્રિકેટમાં સૌથી ઝડપી ૧૦,૦૦૦ રન ફટકારવાનો રેકોર્ડ પોતાના નામે કર્યો છે અને માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકરને પાછળ છોડી દીધા છે. કેપ્ટન કોહલીના આ વિરાટ રેકોર્ડને […]

Trending Sports
sachin virat કેપ્ટન કોહલી છે ઓલ ટાઈમ ગ્રેટ પ્લેયર, તેઓની મારી સાથે તુલના ન કરવી જોઈએ : સચિન

નવી દિલ્હી, 

ભારત અને વેસ્ટ ઇન્ડીઝ વચ્ચે હાલમાં જ સમાપ્ત થયેલી પાંચ મેચની શ્રેણીમાં ભારતીય કેપ્ટન વિરાટ કોહલી શાનદાર ફોર્મમાં રહ્યો હતો. પાંચ મેચમાં ૩ સદી ફટકારવાની સાથે જ વન-ડે ક્રિકેટમાં સૌથી ઝડપી ૧૦,૦૦૦ રન ફટકારવાનો રેકોર્ડ પોતાના નામે કર્યો છે અને માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકરને પાછળ છોડી દીધા છે.

કેપ્ટન કોહલીના આ વિરાટ રેકોર્ડને લઈ હવે તેઓની તુલના સચિન તેંડુલકર સાથે થઇ રહી છે, ત્યારે આ તુલનાને લઈ સચિનનું એક નિવેદન સામે આવ્યું છે.

1533320644 sachin kohli કેપ્ટન કોહલી છે ઓલ ટાઈમ ગ્રેટ પ્લેયર, તેઓની મારી સાથે તુલના ન કરવી જોઈએ : સચિન
sports-virat-kohli-sachin-tendulkar-odi-records-all time great players comparison

ક્રિકેટના ભગવાન કહેવાતા તેંડુલકરે જણાવ્યું હતું કે, “વર્તમાન ભારતીય કેપ્ટન કોહલી એક મહાન પ્લેયર છે, પરંતુ તેઓ પોતાની સાથે કરવામાં આવી રહેલી તુલનાને માનતા નથી”.

કોહલીના પરફોર્મન્સ અંગે જણાવતા તેઓએ કહ્યું, “વિરાટ કોહલીના એક ક્રિકેટ ખેલાડી તરીકે જે ડેવલપમેન્ટ જોવા મળે છે તે શાનદાર છે અને તેઓમાં એક સ્પાર્ક જોવા મળે છે. હું માનું છે છું કે, વિરાટ એ માત્ર આ જ સમયનો જ નહિ પરંતુ ક્રિકેટમાં ઓલ ટાઈમ મહાન ખેલાડી છે”.

કેપ્ટન કોહલી છે ઓલ ટાઈમ ગ્રેટ પ્લેયર, તેઓની મારી સાથે તુલના ન કરવી જોઈએ : સચિન
sports-virat-kohli-sachin-tendulkar-odi-records-all time great players comparison

કોહલીની પોતાની સાથે કરવામાં આવી રહેલી તુલના અંગે સચિને કહ્યું, “ભારતીય કેપ્ટનની મારા સાથે કરવામાં આવી રહેલી તુલના એક અલગ વાત છે, કારણ કે હું ૬૦,૭૦, ૮૦ અને ત્યારબાદના જુદા જુદા બોલરો સામે ક્રિકેટ રમ્યો છું અને તેઓ આજના બોલરો સામે ક્રિકેટ રમી રહ્યા છે, તે એક અલગ વાત છે”.

અત્રે ઉલ્લેખનીય છે કે, ભારતીય ટીમના વર્તમાન કેપ્ટન વિરાટ કોહલી છેલ્લા કેટલાક સમયથી ક્રિકેટના ત્રણેય ફોર્મેટમાં શાનદાર ફોર્મમાં છે. હાલમાં જ વેસ્ટ ઇન્ડીઝ સામે રમાયેલી પાંચ મેચની શ્રેણીમાં પણ કોહલીએ ૩ સદી ફટકારવાની સાથે પોતાના વન-ડે કેરિયરની ૩૮મી સદી ફટકારી હતી, ત્યારે હવે તેઓ સચિન તેંડુલકરની સૌથી વધુ સદી (૪૯)નો રેકોર્ડ તોડવાથી માત્ર ૧૨ સદી જ દૂર છે.