Not Set/ મહિલા સ્ટાર બોલર ઝૂલન ગોસ્વામીએ T-૨૦ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી સંન્યાસ લેવાની કરી ઘોષણા

નવી દિલ્હી, ભારતીય મહિલા ક્રિકેટ ટીમની ઝડપી બોલર ઝૂલન ગોસ્વામીએ ટી-૨૦ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી સંન્યાસ લેવાની ઘોષણા કરી છે. ૩૫ વર્ષીય સ્ટાર બોલર ગોસ્વામી અત્યારસુધીમાં ભારત તરફથી ૬૮ ટી-૨૦ મેચ રમી ચુક્યા છે અને ૫૬ વિકેટ હાંસલ કરી છે અને તેઓનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન ૧૧/૫ છે. BREAKING: India Women's veteran quick Jhulan Goswami has announced she is […]

Sports
default મહિલા સ્ટાર બોલર ઝૂલન ગોસ્વામીએ T-૨૦ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી સંન્યાસ લેવાની કરી ઘોષણા

નવી દિલ્હી,

ભારતીય મહિલા ક્રિકેટ ટીમની ઝડપી બોલર ઝૂલન ગોસ્વામીએ ટી-૨૦ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી સંન્યાસ લેવાની ઘોષણા કરી છે. ૩૫ વર્ષીય સ્ટાર બોલર ગોસ્વામી અત્યારસુધીમાં ભારત તરફથી ૬૮ ટી-૨૦ મેચ રમી ચુક્યા છે અને ૫૬ વિકેટ હાંસલ કરી છે અને તેઓનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન ૧૧/૫ છે.

ઝૂલન ગોસ્વામીએ પોતાની અંતિમ ટી-૨૦ મેચ મુકાબલો કુઆલાલંપુરમાં જૂન, ૨૦૧૮માં રમી હતી. ભારતના મહિલા સ્ટાર બોલરની વાત કરવામાં આવે તો તેઓએ ૨૦૦૨માં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પ્રદાર્પણ કર્યું હતું. ટી-૨૦ ક્રિકેટમાંથી નિવૃત્ત થયા બાદ હવે તેઓ ટેસ્ટ મેચ અને વન-ડે રમતા રહેશે.

મહત્વનું છે કે, ભારત તરફથી ટી-૨૦માં સૌથી વધુ વિકેટ લેવાનો રેકોર્ડ ઝૂલન ગોસ્વામીના નામે છે. આ ઉપરાંત વન-ડેમાં પણ સર્વાધિક ૨૦૩ વિકેટ લેવાનો વર્લ્ડ રેકોર્ડ પણ ઝૂલન ગોસ્વામીએ બનાવ્યો છે.