Retirement/ શ્રીલંકાનાં આક્રમક ઓપનરે ટેસ્ટ ક્રિકેટને કહ્યુ અલવિદા

શ્રીલંકાનાં આક્રમક ઓપનર દાનુષ્કા ગુણાથિલકે મર્યાદિત ઓવરોનાં ક્રિકેટ પર ધ્યાન આપવા માટે 30 વર્ષની ઉંમરે ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ લેવાનો નિર્ણય કર્યો છે. આ અંગે શ્રીલંકા ક્રિકેટ (SLC) એ શનિવારે આ માહિતી આપી.

Sports
ખેલાડી થયો સન્યાસ

શ્રીલંકાનાં આક્રમક ઓપનર દાનુષ્કા ગુણાથિલકે મર્યાદિત ઓવરોનાં ક્રિકેટ પર ધ્યાન આપવા માટે 30 વર્ષની ઉંમરે ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ લેવાનો નિર્ણય કર્યો છે. આ અંગે શ્રીલંકા ક્રિકેટ (SLC) એ શનિવારે આ માહિતી આપી.

આ પણ વાંચો – Ashes series / ઈંગ્લેન્ડ સામે ઉસ્માન ખ્વાજાની ધમાકેદાર બેટિંગ, ચોથી મેચની બન્ને ઇનિંગમાં ફટકારી સદી

SLC એ કહ્યું કે, આ બેટ્સમેન હવે લિમિટેડ ઓવરનાં ક્રિકેટ પર ફોકસ કરશે. ગુણાથિલક, કુસલ મેન્ડિસ અને નિરોશન ડિકવેલા પર તાત્કાલિક અસરથી જૈવિક રીતે સલામત વાતાવરણનાં ઉલ્લંઘન બદલ એક વર્ષનો પ્રતિબંધ લગાવ્યાના એક દિવસ બાદ અને અન્ય 30 વર્ષીય બેટ્સમેન ભાનુકા રાજપક્ષેએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટને અલવિદા કહી દીધાના એક દિવસ બાદ ગુણાથિલકે આ નિવેદન આપ્યું હતું. ગુણથિલકે કહ્યું કે, તેમણે તમામ પાસાઓનું વિશ્લેષણ કર્યા બાદ આ નિર્ણય લીધો છે. તેણે 2018થી ટેસ્ટ ક્રિકેટ રમી નથી. તેણે આઠ ટેસ્ટમાં બે અડધી સદીની મદદથી 299 રન બનાવ્યા છે જેમાં તેનો ટોપ સ્કોર 61 રન હતો. ગુણથિલકનો મર્યાદિત ઓવરોની ક્રિકેટમાં સારો રેકોર્ડ છે. તેણે 30 T20 ઈન્ટરનેશનલ મેચોમાં 121.62ની સ્ટ્રાઈક રેટથી 568 રન બનાવ્યા છે અને 44 ODIમાં 36.19ની એવરેજથી 1520 રન બનાવ્યા છે.

આ પણ વાંચો – IPL / કોરોનાનાં વધતા કેસ IPL 2022 ઈવેન્ટ માટે બન્યો મોટો ખતરો, આ શહેરમાં થઇ શકે છે ટૂર્નામેન્ટ

ગયા વર્ષે શ્રીલંકાનાં ઈંગ્લેન્ડ પ્રવાસ દરમિયાન જૈવિક રીતે સલામત વાતાવરણનાં નિયમોનું ઉલ્લંઘન કરવા બદલ ગુનાથિલક, મેન્ડિસ અને ડિકવેલાને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી એક વર્ષનો પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. આ પ્રતિબંધમાં સ્થાનિક ક્રિકેટમાંથી છ મહિનાનું સસ્પેન્શન અને લગભગ $50,000નો દંડ સામેલ છે, ગુણથિલકને શિસ્તભંગનાં કારણોસર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ગુણથિલકને 2015નાં અંતમાં આંતરરાષ્ટ્રીય ડેબ્યૂથી ત્રણ વખત SLC દ્વારા સસ્પેન્ડ કરવામાં આવ્યો છે.