Not Set/ સૌરાષ્ટ્ર-દક્ષિણ ગુજરાતમાં 24 કલાકમાં પડી શકે છે ભારે વરસાદ : હવામાન વિભાગ

શનિવાર સવારથી જ રાજ્યમાં વાદળછાયું વાતાવરણ છે, તેમજ વરસાદી માહોલ બનેલો છે. ત્યારે હવામાન વિભાગ, ગુજરાત તરફથી વરસાદ માટેની આગાહી કરવામાં આવી રહી છે. જણાવી દઈએ કે આ વર્ષે રાજ્યમાં છૂટો છવાયો વરસાદ પડ્યો છે. રાજ્યના કેટલાક વિસ્તારમાં મેઘરાજા ની મહેર થઇ હતી, તો ક્યાંક વરસાદી કહેર પણ જોવા મળ્યો હતો. અપર એર સાયકલોનીક સર્ક્યુલેશનના કારણે ભારે વરસાદની આગાહી2 […]

Top Stories Gujarat
સૌરાષ્ટ્ર-દક્ષિણ ગુજરાતમાં 24 કલાકમાં પડી શકે છે ભારે વરસાદ : હવામાન વિભાગ

શનિવાર સવારથી જ રાજ્યમાં વાદળછાયું વાતાવરણ છે, તેમજ વરસાદી માહોલ બનેલો છે. ત્યારે હવામાન વિભાગ, ગુજરાત તરફથી વરસાદ માટેની આગાહી કરવામાં આવી રહી છે. જણાવી દઈએ કે આ વર્ષે રાજ્યમાં છૂટો છવાયો વરસાદ પડ્યો છે. રાજ્યના કેટલાક વિસ્તારમાં મેઘરાજા ની મહેર થઇ હતી, તો ક્યાંક વરસાદી કહેર પણ જોવા મળ્યો હતો.

હવામાન વિભાગ તરફથી આગાહી કરવામાં આવી છે કે આગામી 24 કલાકમાં અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે ભારે વરસાદ પડી શકે છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત વિસ્તાર માટે આ આગાહીઓ કરવામાં આવી છે. જયારે રાજ્યના મધ્ય ગુજરાત તેમજ અન્ય વિસ્તારોમાં સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે.

DmkOx4mU4AAkPA e1536404652947 સૌરાષ્ટ્ર-દક્ષિણ ગુજરાતમાં 24 કલાકમાં પડી શકે છે ભારે વરસાદ : હવામાન વિભાગ

ઉપરાંત હવામાન વિભાગે એવું પણ જણાવ્યું કે રાજ્યમાં આગામી 2 દિવસ સુધી વાદળછાયું વાતવરણ રહેશે.

જણાવી દઈએ કે વરસાદી માહોલ અને હવામાન વિભાગની વરસાદની આગાહીથી જગતનો તાત હરખની લાગણી અનુભવી રહ્યો છે. શનિવારે સવારે અરવલ્લી, બનાસકાંઠા, સાબરકાંઠા વગેરે વિસ્તારોમાં મેઘરાજા નું આગમન થઇ ચૂક્યું છે.