Not Set/ ધો. 1 થી 9 તમામ શાળાઓ આટલાં દિવસ રહેશે બંધ, સીએમ અધ્યક્ષતામાં લેવાયો નિર્ણય

કોર કમિટી ના આ નિર્ણય અનુસાર રાજ્યમાં પ્રવર્તમાન કોરોના સંક્રમણ ની સ્થિતીને ધ્યાનમાં લઈને સમગ્ર રાજ્યમાં ધોરણ 1 થી 9 ની તમામ શાળાઓમાં સોમવાર 5 મી એપ્રિલ થી અન્ય સૂચનાઓ કે આદેશ ના થાય ત્યાં સુધી શિક્ષણ કાર્ય બંધ રાખવામાં આવશે. 

Top Stories Gujarat Others Trending
દ૧ 25 ધો. 1 થી 9 તમામ શાળાઓ આટલાં દિવસ રહેશે બંધ, સીએમ અધ્યક્ષતામાં લેવાયો નિર્ણય
  • ધો. 1 થી 9 તમામ શાળાઓ રહેશે બંધ
  • કોર કમિટીનો મહત્વનો નિર્ણય
  • 5 એપ્રિલથી શાળાઓ થવાની હતી શરુ
  • વધતા જતા કોરોના સંકમણને લઇ નિર્ણય
  • સીએમ અધ્યક્ષતા લેવાયો નિર્ણય
  • અન્ય આદેશ ના થાય ત્યાં સુધી શાળાઓ બંધ

મુખ્યમંત્રી વિજય ભાઈ રૂપાણી ના અધ્યક્ષ સ્થાને મળેલી કોર કમિટી ની બેઠકમાં એક મહત્વ પૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે.  કોર કમિટી ના આ નિર્ણય અનુસાર રાજ્યમાં પ્રવર્તમાન કોરોના સંક્રમણ ની સ્થિતીને ધ્યાનમાં લઈને સમગ્ર રાજ્યમાં ધોરણ 1 થી 9 ની તમામ શાળાઓમાં સોમવાર 5 મી એપ્રિલ થી અન્ય સૂચનાઓ કે આદેશ ના થાય ત્યાં સુધી શિક્ષણ કાર્ય બંધ રાખવામાં આવશે. 

રાજ્યમાં તમામ સરકારી અને ખાનગી શાળાઓ ને આ સૂચનાઓ નો અમલ કરવાનો રહેશે. મુખ્યમંત્રી વિજય ભાઈ રૂપાણી એ રાજ્યના વિદ્યાર્થીઓ ના વ્યાપક હિત અને કોરોના સંક્રમણ નિયંત્રણ ના ઉદ્દેશ્ય થી આ નિર્ણય કર્યો છે.

ઉલ્લેખનીય છે કે રાજ્યમાં કોરોના સંક્રમીતોની સંખ્યા સતત વધી રહી છે. રાજ્યમાં કોરોના સંક્રમીતોની સંખ્યાનો કુલ આંક ૩ લાખને પાર કરી ચુક્યો છે.