Not Set/ #શેરબજાર : શેર માર્કેટમાં મોટો ઘટાડો, સેન્સેક્સમાં 770 પોઇન્ટની ઘટ

શુક્રવારે નાણાં મંત્રાલયે જાહેર કરેલા આંકડામાં જીડીપી વૃદ્ધિની માહિતી અંદાજ કરતાં ઓછી જોવામાં આવતા, દેશનાં શેરબજારમાં પણ તેની અસર જોવા મળી હતી. અને આજે શેરબજાર ભારે ઘટાડા સાથે બંધ રહ્યો હતો. સેન્સેક્સ 770 અંક તૂટીને 36,562.91 ની સપાટીએ બંધ રહ્યો હતો. તે સાથે સાથે નિફ્ટી 225 અંક ઘટીને 10,797 ની સપાટીએ બંધ રહ્યો હતો. શરૂઆતના […]

Business
Sensex BSE 2017 1 1 1 1 1 1 2 1 #શેરબજાર : શેર માર્કેટમાં મોટો ઘટાડો, સેન્સેક્સમાં 770 પોઇન્ટની ઘટ
સેન્સેક્સ બીએસઈ

શરૂઆતના વ્યાપારમાં, મુખ્ય સૂચક આંક સવારે 10.22 વાગ્યે 413.58 પોઇન્ટનાં ઘટાડા સાથે 36,919.21 ના ​​સ્તર પર જોવા મળ્યો હતો. નિફ્ટી પણ આ સમયે 129.30 પોઇન્ટની નબળાઈ સાથે 10,893.95 પર ટ્રેડ કરતી જોવા મળી હતી.

બીએસઈનાં 30 શેરો વાળા પ્રમુખ સેન્સેક્સમાં સવારે 151.03 અંક ઘટીને 37,181.76 પર બંધ થયા, જ્યારે 50 શેરો વાળા સેન્સેક્સ નિફ્ટી 62.3 અંકનાં વધારા સાથે 10,960.95 પર ખુલ્યો હતો. સોમવારે ગણેશ ચતુર્થી નિમિત્તે બોમ્બે સ્ટોક એક્સચેંજ, નેશનલ સ્ટોક એક્સચેંજ, ફોરેન એક્સચેંજ માર્કેટ અને કોમોડિટી માર્કેટ સહિતના તમામ મોટા બજારો બંધ રહ્યા હતા.

શુક્રવારે શેર માર્કેટ લાલ નિશાન પર બંધ રહ્યું હતું. સેન્સેક્સ 383 અંક ઘટીને 37,068.93 ના સ્તરે બંધ રહ્યો હતો, જ્યારે નિફ્ટી 98 અંક ઘટીને 11000 ના સ્તરથી નીચે 10,948.30 ની સપાટીએ બંધ રહ્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.