ગુજરાત/ ગૌ હત્યા બંધ કરો, કતલખાના સીલ કરો : છોટાઉદેપુરમાં વેપારીઓએ બંધ પાળી, આવેદન આપી કરી માગ

ગૌ હત્યાની તાજેતરની સૌથી મોટી ઘટનામાં છોટાઉદેપુરના હિન્દુ નગરજનોએ આજે સજ્જડ બંધ પાળીને હિન્દુ એકતાનાં દર્શન કરાવ્યા હતા.

Top Stories Gujarat Others
ગાયો

છોટાઉદેપુરમાંથી ગૌ હત્યા કરતા ગેરકાયદેસર કતલખાના છેલ્લા કેટલાક દિવસોમાં ઝડપાયા હતા. જેમાં 80 જેટલી જીવિત ગાયો તેમજ 16 જેટલી હત્યા કરાયેલી ગાયો પોલીસ દ્વારા રેડ કરી કબ્જે કરવામાં આવી હતી. 4 જેટલા ગૌ હત્યારાઓને ઝડપી લેવામાં આવ્યા હતા. આ બનાવને પગલે નગરજનોમાં ભારે આક્રોશ પ્રવર્તી રહ્યો છે. આવા ગેરકાયદેસર ચાલતા કતલખાનાઓ બંધ થાય અને ગૌ હત્યામાં સામેલ તમામને  શોધી તેમને કડકમાં કડક સજા થાય તે માટે નગરનાં તમામ ધંધા-રોજગાર તેમજ કારખાના સ્વયંભૂ બંધ રાખી જીલ્લા સેવા સદન ખાતે  જિલ્લા કલેકટરને આવેદન  આપવામાં  આવ્યુ હતુ.  ગેરકાયદેસર કતલખાના

ગાયો

ગૌ હત્યાની તાજેતરની સૌથી મોટી ઘટનામાં છોટાઉદેપુરના હિન્દુ નગરજનોએ આજે સજ્જડ બંધ પાળીને હિન્દુ એકતાનાં દર્શન કરાવ્યા હતા. હજારો નાગરિકોએ વિશાળ રેલી કાઢી સાથે સાથે હિંમત અને નીડરતા પૂર્વક ગૌરક્ષાની આ કામગીરી કરનાર તમામ પોલીસ અધિકારીઓ અને જવાનોનું સન્માન કરવા માટે પોલીસ સ્ટેશન પણ પહોચ્યા હતા. જ્યાં ઉપસ્થિત તમામ પોલીસ અધિકારીઓ અને જવાનોનું ફૂલહાર પહેરાવીને અને સાચા દિલથી આભાર માની આશીર્વાદ આપી સન્માન કર્યું હતું. છોટાઉદેપુરના ઇતિહાસમાં અભૂતપૂર્વ કહી શકાય તેવો જડબેસલાખ બંધ જોવા મળ્યો હતો. જ્યારે મિનરલ એસોસિએશન પ્રમુખ કૌશિકભાઈ શાહ તરફથી ગૌશાળા બનાવવા અર્થે રૂ.5 લાખ જ્યારે નગરપાલિકા તરફથી રૂ.5 લાખ અને રાજ્યસભા સાંસદ નારણભાઇ રાઠવાની ગ્રાન્ટ માંથી રૂ.10લાખ જેવી રકમ ફાળવવા અર્થે સંગ્રામસિંહ રાઠવા એ કરી હતી.

આ પણ વાંચો : ઘોરબેદરકારી: નવવિકસિત અને સમૃદ્ધ વિસ્તારો જળબંબાકાર કેમ?