સહાય/ દેશમાં માછીમારી મળતી સબસિડી રોકવાથી માછીમારોને પડશે આર્થિક ફટકો

વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઈ ઝેશન (WTO)માં વિકસિત દેશો પ્રસ્તાવિત મત્સ્ય પાછળ સબસિડી કરાર હેઠળ સબસિડીને ખતમ કરવાની વાતચીત ચાલી રહી છે.

Top Stories Business
માછલી

ભારતમાં માછીમારોને માછલી પકડવા માટે આપવામાં આવતી અનેક સબસિડીમાંથી જ તેઓનાં ઘરનો ચૂલો સળગતો હોય છે. ત્યારે ડબલ્યુટીઓ કરારના માધ્યમથી આ સબસિડી રોકાવાના કારણે અનેક લાખો માછીમારોનાં પરિવારો આર્થિક સંકટમાં સપડાઈ જશે એવું સૂત્રોએ જણાવ્યું છે.

વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઈ ઝેશન (WTO)માં વિકસિત દેશો પ્રસ્તાવિત મત્સ્ય પાછળ સબસિડી કરાર હેઠળ સબસિડીને ખતમ કરવાની વાતચીત ચાલી રહી છે. ચીન, યુરોપિયન યુનિયન (EU) અને યુએસ જેવા દેશોથી વિપરીત, ભારત એક મુખ્ય મત્સ્યઉદ્યોગ સબસિડી પ્રદાતા નથી. આ ક્ષેત્રમાં ચીન યુએસ $7.3 બિલિયન, યુરોપિયન યુનિયન $ 3.8 બિલિયન અને અમેરિકા $ 3.4 બિલિયનની સબસિડી આપે છે. બીજી તરફ, ભારતે 2018માં નાના માછીમારોને માત્ર $277 મિલિયન આપ્યા હતા.

CMFRI (સેન્ટ્રલ મરીન ફિશરીઝ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ) સેન્સસ 2016 મુજબ દેશમાં દરિયાઈ માછીમારોની કુલ વસ્તી 37.7 લાખ છે, જેમાં નવ લાખ પરિવારોનો સમાવેશ થાય છે. લગભગ 67.3 ટકા માછીમારો BPL કેટેગરીમાં હતા.
ભારતમાં માછીમારોને મળતી સબસિડી સહાય બંધ કરવાથી લાખો માછીમારો અને તેમના પરિવારો પર અસર થશે અને માછીમારી ક્ષેત્રમાં તેની મોટી અસર થશે. એવું એક સૂત્રનું કહેવું હતું. નોંધનીય છે કે ભારતમાં દરિયાઈ માછીમારી નાના પાયે કરવામાં આવે છે અને લાખો લોકોને ખાદ્ય સુરક્ષા પૂરી પાડે છે. દેશમાં ઔદ્યોગિક રીતે મોટા પાયે માછલી પકડાતી નથી.

આ પણ વાંચો : રાહુલ ગાંધી ED સમક્ષ હાજર થતા કોંગ્રેસનો આક્રમક વિરોધ