ગાંધીનગર/ જાહેર રોડને રેસિંગ ટ્રેક બનાવવાના પ્રયાસો કરનાર સામે સખ્ત પગલા લેવાશે

ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ સુરતના જહાંગીરાબાદ, ઉગત કેનાલ રોડ ખાતે રેડિયન્ટ શાળામાં બ્લડ ડોનેશન કેમ્પ બાદ મીડિયા સાથે સંવાદ કર્યો હતો.

Gandhinagar Gujarat
Untitled 37 જાહેર રોડને રેસિંગ ટ્રેક બનાવવાના પ્રયાસો કરનાર સામે સખ્ત પગલા લેવાશે

બાળકો, સગીરો દ્વારા થતા જોખમી સ્ટંટ માટે તેમના માતાપિતા અને પરિવારને પણ એટલા જ જવાબદાર ગણી તેમની સામે પણ કાર્યવાહી કરાશે.

ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ સુરતના જહાંગીરાબાદ, ઉગત કેનાલ રોડ ખાતે રેડિયન્ટ શાળામાં બ્લડ ડોનેશન કેમ્પ બાદ મીડિયા સાથે સંવાદ કર્યો હતો. જેમાં તેમણે બાઈક કે કાર લઈને જાહેર રસ્તાઓ પર જોખમી સ્ટંટ કરનારાઓને ચેતવણી આપતા કહ્યું કે, આવારા તત્વો દ્વારા રોડને રેસિંગ ટ્રેક બનાવવાના પ્રયાસો કરાશે તો તેમની સામે સખત કાર્યવાહી કરવામાં આવશે. સાથોસાથ તેના માતાપિતા અને પરિવાર પણ આ પ્રકારના સ્ટંટ માટે એટલા જ જવાબદાર ગણી તેમની સામે પણ કાર્યવાહી કરાશે.

ગૃહરાજ્યમંત્રીએ કહ્યું કે, સુરતના જિલાની બ્રિજ પર સર્પાકાર મોપેડ ચલાવીને અન્ય વાહનચાલકોના જીવને જોખમમાં મૂકનાર રાંદેરના ત્રણ સગીરો અને તેના પિતા સામે કાર્યવાહી કરીને દાખલો બેસાડ્યો છે, રાંદેર પોલીસની આ કામગીરી સરાહનીય છે. કારણ કે જોખમી સ્ટંટથી અન્ય નિર્દોષ પરિવારોએ પોતાના વ્હાલસોયા સંતાનો ગુમાવ્યા છે અને આજીવન પીડા અને દુઃખની ગર્તામાં ધકેલાઈ જાય છે. જેથી રાજ્યમાં આ પ્રકારની કડક કાર્યવાહી શરૂ રહેશે.

આ પણ વાંચો:Chinese loan Fraud/હૈદરાબાદ પોલીસે દેશના વિવિધ ભાગોમાંથી નવ આરોપીઓની ધરપકડ કરી, 712 કરોડની છેતરપિંડીનો આરોપ

આ પણ વાંચો:Manipur Violence/‘મણિપુર હિંસા પર મોડું આવ્યું’ PM મોદીનું નિવેદન, BJP MLAએ પણ ઉઠાવ્યા મુખ્યમંત્રી પર સવાલ

આ પણ વાંચો:મહિલા મુસાફરે પ્લેનના ફ્લોર પર કર્યો પેશાબ, કેબિન ક્રૂએ બનાવ્યો વીડિયો; જાણો સમગ્ર મામલો

આ પણ વાંચો:જુનિયર કુસ્તીબાજોને HCનો આંચકો, બજરંગ-વિનેશ એશિયન ગેમ્સમાં ટ્રાયલ વિના ભાગ લઈ શકશે

આ પણ વાંચો:ભારતનું પહેલું પ્રાઈવેટ હિલ સ્ટેશન તૈયાર થતાં પહેલાં જ કેમ વિવાદોમાં ઘેરાઈ ગયું, જાણો ‘લવાસા’ની સંપૂર્ણ સ્ટોરી