Not Set/ સુપ્રીમ કોર્ટે ભાજપ અને કોંગ્રેસ સહિત 10 રાજકીય પક્ષોને ફટકાર્યો દંડ

સુપ્રીમ કોર્ટે આજે પોતાના ચુકાદામાં બિહારની ચૂંટણી દરમિયાન ઉમેદવારોનો ગુનાહિત ઇતિહાસ જાહેર કરવાના અદાલતના નિર્દેશોનું પાલન ન કરવા બદલ ભાજપ અને કોંગ્રેસને 1-1 લાખ રૂપિયા અને એનસીપી અને સીપીએમ પર 5-5 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે. 

Top Stories India
supreem2 1 સુપ્રીમ કોર્ટે ભાજપ અને કોંગ્રેસ સહિત 10 રાજકીય પક્ષોને ફટકાર્યો દંડ

સુપ્રીમ કોર્ટે રાજકીય પક્ષો સામે મોટી કાર્યવાહી કરી છે. ભાજપ અને કોંગ્રેસ સહિત 10 રાજકીય પક્ષોને દંડ ફટકારવામાં આવ્યો છે. દેશની સર્વોચ્ચ અદાલતે તેમના સંબંધિત ઉમેદવારો સામે ફોજદારી કેસો જાહેર ન કરવા બદલ આ કાર્યવાહી કરી છે. સુપ્રીમ કોર્ટે આજે પોતાના ચુકાદામાં બિહારની ચૂંટણી દરમિયાન ઉમેદવારોનો ગુનાહિત ઇતિહાસ જાહેર કરવાના અદાલતના નિર્દેશોનું પાલન ન કરવા બદલ ભાજપ અને કોંગ્રેસને 1-1 લાખ રૂપિયા અને એનસીપી અને સીપીએમ પર 5-5 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે.

૧૫મી ઓગસ્ટ / રાજ્યકક્ષાની ઉજવણી જૂનાગઢ ખાતે : રાજ્યના વિવિધ જિલ્લા મથકોએ કોણ ક્યાં ધ્વજ વંદન કરાવશે ? 

બિહાર ચૂંટણી દરમિયાન કોંગ્રેસ, ભાજપ, એનસીપી અને સીપીએમ સહિતના ઘણા પક્ષોએ તેમના પક્ષના ઉમેદવારો સામે ફોજદારી કેસો અંગે જાહેરમાં જાહેરાત કરી નથી. આથી જ સુપ્રીમ કોર્ટે આ પક્ષો સામે આ કાર્યવાહી કરી છે. સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ નિર્દેશ આપ્યો છે કે પક્ષોએ જાહેર કરવું પડશે કે તેમના પક્ષના કેટલા ઉમેદવારો ફોજદારી આરોપોનો સામનો કરી રહ્યા છે.સુપ્રીમ કોર્ટે રાજકારણમાં ગુનાહિતકરણને સમાપ્ત કરવા માટે તેના આદેશમાં ઘણી મહત્વપૂર્ણ ટિપ્પણીઓ કરી હતી. સુપ્રીમ કોર્ટે કહ્યું કે કોર્ટે અનેક વખત કાયદા નિર્માતાઓને ઊંઘમાંમાંથી જાગવા અને રાજકારણમાં ગુનાહિતકરણ રોકવા માટે પગલાં લેવા વિનંતી કરી છે. પરંતુ, તેઓ લાંબી ઊંઘમાં છે.

જમ્મુ-કાશ્મીર / શ્રીનગરના લાલ ચોક નજીક ગ્રેનેડ હુમલો, 9 લોકો ઈજાગ્રસ્ત

સુપ્રીમ કોર્ટે કહ્યું કે કોર્ટની તમામ અપીલ તેમના સુધી પહોંચી નથી. રાજકીય પક્ષો પોતાની ઊંઘમાંથી જાગવા માટે તૈયાર નથી. કોર્ટના હાથ બંધાયેલા છે. આ ધારાસભાનું કામ છે. અમે માત્ર અપીલ કરી શકીએ છીએ. આશા છે કે આ લોકો જાગશે અને રાજકારણમાં ગુનાહિતકરણને રોકવા માટે મોટી સર્જરી કરશે.

જાણો કઈ ટીમને કેટલો દંડ કરવામાં આવ્યો

સુપ્રીમ કોર્ટે મંગળવારે આ મામલે સુનાવણી કરતા ભાજપ, કોંગ્રેસ, ભારતીય કમ્યુનિસ્ટ પાર્ટી, બીએસપી, જેડીયુ, આરજેડી, આરએસએલપી, એલજેપી પર 1 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે. આ સિવાય સીપીએમ અને એનસીપી પર 5 લાખ રૂપિયાનો દંડ લગાવવામાં આવ્યો છે.

વિશ્વ માટે ચિંતાનો વિષય / આફ્રિકામાં કોરોના કરતાં પણ વધુ ખતરનાક ઇબોલા વાઇરસ મળ્યો, વધુ એક મહામારીનું તોળાતું જોખમ

જાણો- સુપ્રીમ કોર્ટે રાજકીય પક્ષોને શું દિશા આપી 

સુપ્રીમ કોર્ટે રાજકીય પક્ષોને તેમના વેબસાઈટના હોમપેજ પર ઉમેદવારોના ગુનાહિત ઈતિહાસ વિશે માહિતી પ્રકાશિત કરવાનો નિર્દેશ આપ્યો છે. આ મુજબ, હવે દરેક પક્ષની વેબસાઇટના હોમપેજ પર હવે ફરજિયાતપણે કોલમ હશે, જેમાં ‘ગુનાહિત પૃષ્ઠભૂમિ ધરાવતા ઉમેદવારો’ લખવામાં આવશે. એટલું જ નહીં, સર્વોચ્ચ અદાલતે ચૂંટણી પંચને એક સમર્પિત મોબાઇલ એપ્લિકેશન બનાવવાનો નિર્દેશ પણ આપ્યો છે, જેમાં ઉમેદવારોના ગુનાહિત ઇતિહાસની માહિતી શામેલ છે. તેનો હેતુ એ છે કે કોઈપણ મતદાર પોતાના ઉમેદવાર વિશેની સંપૂર્ણ માહિતી તેના મોબાઈલ ફોન પર એક જ સમયે એકત્રિત કરી શકે છે.

sago str 3 સુપ્રીમ કોર્ટે ભાજપ અને કોંગ્રેસ સહિત 10 રાજકીય પક્ષોને ફટકાર્યો દંડ