મોતનું બીજ/ બાળકના મોતનું કારણ બન્યું ચીકુનું બી, જાણો કેવી રીતે

સુરતમાં માતા-પિતા માટે ચેતવણીરૂપ કિસ્સો સામે આવ્યો છે, સુરતમાં બાળક રમતા રમતા ચીકુનું બી ગળી ગયું, ચીકુનું બી ગળી જતાં દોઢ વર્ષિય બાળકનું મોત નીપજ્યું હતું,

Top Stories Gujarat Surat
ચીકુનું બી
  • સુરતઃ માતાપિતા માટે ચેતવણીરૂપ કિસ્સો
  • બાળક રમતા રમતા ચીકુનું બી ગળી ગયું
  • દોઢ વર્ષિય બાળકનું બી ગળી જતા મોત
  • બાળકને શ્વાસ લેવામાં તકલીફ થતા હોસ્પિ. ખસેડ્યો
  • બાળકનું મોત થતા પરિવાર શોકમાં ગરકાઉ

સુરતમાં માતા-પિતા માટે ચેતવણીરૂપ કિસ્સો સામે આવ્યો છે, સુરતમાં બાળક રમતા રમતા ચીકુનું બી ગળી ગયું, ચીકુનું બી ગળી જતાં દોઢ વર્ષિય બાળકનું મોત નીપજ્યું હતું, ચીકુનું બી ગયેલ બાળકને શ્વાસ લેવામાં તકલીફ થતા હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો,  સારવાર દરમ્યાન બાળકનું નિપજ્યું મોત , દોઢ વર્ષના બાળકનું મોત નિપજતા પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું હતું.

આપને જણાવી દઈએ કે,સુરતના ઉધના કૈલાસ નગરમાં રહેતા સંતોષ નાયક સાડીમાં લેસ પટ્ટી લગાવવાનું કામ કરે છે. સંતોષ ગઈકાલે નાઈટ પાળી કરીને આવી ઘરમાં સૂતેલો હતો, ત્યારે તેમનો દોઢ વર્ષીય પુત્ર રીસી હાથમાં ચીકુ લઈને ઘરમાં રમતો હતો, ત્યારે તેની પત્ની સુજાતા ઘરકામ કરી રહી હતી. આ સમયે બાળકે રમતાં-રમતાં ચીકુને છુંદી નાખી તેની અંદરથી નીકળેલો બી અચાનક ગળી ગયો હતો. જેને લઇને રીસીને શ્વાસ લેવામાં તકલીફ પડતી હતી.જે બાદ તે બેભાન થઈ ગયો. આથી તેને સિવિલ હોસ્પિટલ લઈને માતા-પિતા પહોંચ્યા હતા.

જ્યાં તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. તબીબોએ ચીકુનો ઠળિયો શ્વાસનળીમાં ફસાઈ જવાના કારણે બાળકનું મોત નિપજ્યું હોવાની શક્યતા વ્યક્ત કરી હતી. આ ઘટનાને પગલે પરિવાર શોકનું મોજું ફરી વળ્યું છે.ત્યારે બનાવની જાણ થતા ઉધના પોલીસ પણ હોસ્પિટલ દોડી આવી હતી અને અકસ્માતે મોતની નોંધ કરી હતી.

ચાર વર્ષનું બાળક રમતા રમતા ગળી ગયું નટ બોલ્ટ

આગાઉ સુરતમાં જ એક બાળક ઘરમાં રમતા રમતા એક નટ બોલ્ટ ગળી ગયો હતો. હવે આ બાળકને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યું છે. આ નટ બોલ બાળકની અન્નનળીમાં હોવાના કારણે ઓપરેશન કરવું શક્ય ન હોવાથી ડોક્ટર દ્વારા બાળકને ઓબ્ઝર્વેશનમાં રાખવામાં આવ્યો છે. આ નટ બોલ્ટ કુદરતી હાજરમાં નીકળી જાય તેવા પ્રયાસ ડોક્ટર દ્વારા કરવામાં આવી રહ્યા છે.

સુરતના ભેસ્તાન વિસ્તારમાં ઇમરાન શેખ નામના વ્યક્તિ પરિવારનો ગુજરાન ચલાવે છે. ઇમરાન શેખ કલર કામ કરે છે અને તેમને એક ચાર વર્ષનો પુત્ર પણ છે. ચાર વર્ષનો દીકરો નોમાન પોતાના ઘરમાં રમતો હતો. તે સમયે બાળકે રમત રમતમાં લોખંડનો નટ બોલ્ટ ગળી લીધો હતો. જોકે ત્યારબાદ બાળકને દુખાવો થતાં તેને માતા-પિતાને વાત કરી હતી અને ત્યારબાદ માતા-પિતા ચાર વર્ષના નોમાનને સારવાર માટે સુરતની સિવિલ હોસ્પિટલમાં લઈ ગયા હતા. તો સિવિલ હોસ્પિટલના ડોક્ટર દ્વારા બાળકની સારવાર શરૂ કરવામાં આવી હતી અને સૌપ્રથમ એક્સરે કરાવતા જાણવા મળ્યું હતું કે, આ નટબોલ્ટ બાળકની અન્નનળીમાં જતો રહ્યો છે.

આ પણ વાંચો:કેડી હોસ્પિટલના સોફ્ટવેરમાં સાયબર એટેક, 70 હજાર ડોલરની કરાઈ માગ

આ પણ વાંચો:ખેડૂતો માટેનું સબસીડી વાળું યુરિયા ખાતર ઉદ્યોગોને વેચવાનું કૌભાંડ ઝડપાયું

આ પણ વાંચો:બહેરામપુરામાં પાણીની સમસ્યાથી લોકો ત્રાહિમામ, અનેક અરજીઓ કર્યા પછી પણ તંત્રના આંખ આડા કાન

આ પણ વાંચો:શું તમે આઈસ્ક્રીમ કે, બરફ ગોળા ખાવ છો, તો ચેતીજાવ સુરતની આ દુકાનોના સેમ્પલ થયા ફેલ