Surat/ કોરોના મહામારી વચ્ચે પણ દશેરા પર સુરતીઓ ફાફડા-જલેબી ખાવામાં રહ્યા અવ્વલ

ટેક્સટાઈલ સીટી સુરતમાં કોરોના વાયરસે મોટું નુકશાન કર્યું છે. આ વાયરસની ઝપેટમાં અત્યારસુધીમાં મોટી સંખ્યામાં લોકો આવી ગયા છે. તો બીજી તરફ દશેરાના ખાસ નિમિત્તે ફાફડા જલેબી ખાવાની ખાસ પરંપરા છે, ત્યારે સુરતના લોકો ફાફડા જલેબી ખાવામાંથી શા માટે બાકી રહે. પોતાની મોજ માટે જાણીતા સુરતીઓએ આ વર્ષે કોરોના ગ્રહણમાં પણ મોજ-મજા છોડતા નથી. આજે […]

Gujarat Surat
a 126 કોરોના મહામારી વચ્ચે પણ દશેરા પર સુરતીઓ ફાફડા-જલેબી ખાવામાં રહ્યા અવ્વલ

ટેક્સટાઈલ સીટી સુરતમાં કોરોના વાયરસે મોટું નુકશાન કર્યું છે. આ વાયરસની ઝપેટમાં અત્યારસુધીમાં મોટી સંખ્યામાં લોકો આવી ગયા છે. તો બીજી તરફ દશેરાના ખાસ નિમિત્તે ફાફડા જલેબી ખાવાની ખાસ પરંપરા છે, ત્યારે સુરતના લોકો ફાફડા જલેબી ખાવામાંથી શા માટે બાકી રહે.

પોતાની મોજ માટે જાણીતા સુરતીઓએ આ વર્ષે કોરોના ગ્રહણમાં પણ મોજ-મજા છોડતા નથી. આજે દશેરાના તહેવાર પર રાવણ દહન તો કરવામાં આવ્યું નથી પરંતુ દશેરાનાં પર્વને લઇ વહેલી સવારમાં જ ફરસાણની દુકાનોમાં લાંબી લાઈનો લાગી ગઇ હતી.

આ સમયે અમુક દુકાનોમાં તો પહેલેથી એડવાન્સ ઓર્ડર ફાફડા-જલેબી માટે આપવામાં આવ્યા હતા અને આ સમયે સુરત શહેરમાં બધી જ ફરસાણની દુકાનોમાં કોરોનાના ભય વિના સુરતીઓએ સવારથી લાઇનો લગાવી હતી અને દિવસભર લોકોએ ફાફડા જલેબીની મજા માની હતી, આપને જણાવી દઈએ કે, દશેરાના ઉત્સવમાં ફાફડા તથા જલેબી ખાવાની એક પરંપરા કેટલાંક વર્ષોથી બની ગઇ છે.