Not Set/ સુરત ગણેશ વિસર્જન : કૃત્રિમ તળાવ અને દરિયામાં મૂર્તિનું વિસર્જન, તાપીને પ્રદૂષિત થતાં અટકાવી

સુરતીલાલાઓને સો સો સલામ… નિયમોનું પાલન કરતા પ્રથમ વખત સુરતવાસીઓએ ગણેશજીની પ્રતિમાનું વિસર્જન તાપી નદીમાં કર્યું નથી. શહેરીજનોએ 25 કૃત્રિમ તળાવો અને દરિયામાં મૂર્તિઓનું વિસર્જન કર્યું છે. સુરતવાસીઓએ પાલિકા અને પોલીસની કામગીરીને બિરદાવતા નિયમોનું ચુસ્તપણે પાલન કર્યું છે. શહેરમાં 70 હજારથી વધુ ગણેશ પ્રતિમાની સ્થાપના કરવામાં આવી હતી. ત્યારે મૂર્તિઓનું નદીમાં વિસર્જન ન કરતા. કૃત્રિમ […]

Top Stories Gujarat Surat Navratri 2022
ganesh સુરત ગણેશ વિસર્જન : કૃત્રિમ તળાવ અને દરિયામાં મૂર્તિનું વિસર્જન, તાપીને પ્રદૂષિત થતાં અટકાવી

સુરતીલાલાઓને સો સો સલામ… નિયમોનું પાલન કરતા પ્રથમ વખત સુરતવાસીઓએ ગણેશજીની પ્રતિમાનું વિસર્જન તાપી નદીમાં કર્યું નથી. શહેરીજનોએ 25 કૃત્રિમ તળાવો અને દરિયામાં મૂર્તિઓનું વિસર્જન કર્યું છે. સુરતવાસીઓએ પાલિકા અને પોલીસની કામગીરીને બિરદાવતા નિયમોનું ચુસ્તપણે પાલન કર્યું છે.

શહેરમાં 70 હજારથી વધુ ગણેશ પ્રતિમાની સ્થાપના કરવામાં આવી હતી. ત્યારે મૂર્તિઓનું નદીમાં વિસર્જન ન કરતા. કૃત્રિમ બનાવેલા તળાવ અને દરિયામાં મૂર્તિનું વિસર્જન કર્યું હતું. અને  તાપી નદીને પ્રદૂષિત થતા અટકાવવામાં સુરતીલાલાઓએ સિંહફાળો આપ્યો છે તેવુ કહી શકાય.

ganesh 2 સુરત ગણેશ વિસર્જન : કૃત્રિમ તળાવ અને દરિયામાં મૂર્તિનું વિસર્જન, તાપીને પ્રદૂષિત થતાં અટકાવી

સુરતમાંથી પસાર થતી તાપી નદીમાં પ્રદુષણ અટકાવવા માટે આ વર્ષે ગણેશ વિસર્જન દરમ્યાન એકપણ પ્રતિમાનું વિસર્જન કરવામાં આવ્યું ન હતું. તંત્ર દ્વારા નદીમાં એક પણ મૂર્તિનું વિસર્જન ના થાય તે માટે આયોજન કરવામાં આવ્યું હતું. વિસર્જન દરમ્યાન ગણેશ ભક્તોને મુશ્કેલી ન પડે તે માટે સુરત મહાનગરપાલિકાએ અંદાજે 1.32 કરોડના ખર્ચે શહેરના જુદા જુદા વિસ્તારમાં 25 કૃત્રિમ તળાવો બનાવ્યા હતા.  15 X 40ફૂટ પહોળા 8 ફૂટ ઊંડા તળાવો તૈયાર કરવામાં આવ્યા છે.

ganesh visarjan 1 સુરત ગણેશ વિસર્જન : કૃત્રિમ તળાવ અને દરિયામાં મૂર્તિનું વિસર્જન, તાપીને પ્રદૂષિત થતાં અટકાવી

જેમાં સુરતમાં બિરાજમાન એવી અંદાજે 60 હજાર પ્રતિમાઓ વિસર્જિત કરવામાં આવી હતી. જ્યારે કેટલાક ગણેશ ભક્તોએ ઘરઆંગણે જ ઈકો ફ્રેન્ડલી રીતે ગણપતિનું વિસર્જન કર્યું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ,127 અને ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન