Not Set/ સુરત : બુટલેગરો વચ્ચે ગેંગવોર, નિર્દોષ વિદ્યાર્થીનું મોત

સુરતના જોળવા ગામે બે બુટલેગરો વચ્ચે ગેંગવોરની ઘટના અંજામ પામી છે, અને જાહેરમાં ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘટનામાં એક રસ્તા જતાં વિધ્યાર્થીનું મોત નીપજયું છે. પ્રાપ્ત વિગતો અનુસાર સુરતના જોળવા ગામ પાસે એક બુટલેગરે બીજા બુટલેગર પર પોતાનો દારૂ પકડાવ્યો હોવાની શંકા રાખીને ફાયરિંગ કર્યું હતું. આ ગેંગવોરમાં ૬ થી ૭ રાઉન્ડ ફાયરિંગ થયું […]

Top Stories Gujarat Surat
gangwar સુરત : બુટલેગરો વચ્ચે ગેંગવોર, નિર્દોષ વિદ્યાર્થીનું મોત

સુરતના જોળવા ગામે બે બુટલેગરો વચ્ચે ગેંગવોરની ઘટના અંજામ પામી છે, અને જાહેરમાં ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘટનામાં એક રસ્તા જતાં વિધ્યાર્થીનું મોત નીપજયું છે.

પ્રાપ્ત વિગતો અનુસાર સુરતના જોળવા ગામ પાસે એક બુટલેગરે બીજા બુટલેગર પર પોતાનો દારૂ પકડાવ્યો હોવાની શંકા રાખીને ફાયરિંગ કર્યું હતું. આ ગેંગવોરમાં ૬ થી ૭ રાઉન્ડ ફાયરિંગ થયું હોવાની ચર્ચા ચાલી રહી છે. આ ફાયરિંગની ઘટનામાં બુટલેગરને ત્રણ જેટલી ગોળી વાગી હતી, પરંતુ આ ઘટનામાં નજીકથી પસાર થતા એક નિર્દોષ વિદ્યાર્થીને ગોળી વાગતા તેનું મોત નીપજયું હતું. ઘટનાની જાણ થતા એલસીબી, એસઓજી તેમજ બારડોલી ડીવાયએસપી ઘટનાસ્થળે દોડી આવ્યાં હતા.

મૂળ ઓડિસાના અને હાલ જોળવા આરાધના ડ્રીમ સોસાયટી ખાતે રહેતા મોહન પરસોત્તમ પરીડા (ઉ.વ ૨૨) વિદેશી દારૂનો ધંધો કરે છે. તેને  ગામના બન્નો માલિયા નામના બુટલેગર સાથે જૂની અદાવત હતી.  ત્રણ દિવસ અગાઉ બન્ના અને મોહન વચ્ચે ઝઘડો થયો હતો. આ બાબતે અદાવત રાખી બન્નાએ સુરતથી ભાડુતી માણસો મંગાવ્યા હતા. મોહન તેની હોટલ પર હાજર હતો, બનનાના માણસો (આશરે ૧૫ જેટલા) મોહનની હોટલ ઉપર પહોંચી ગયા હતા, અને મોહન કંઈ સમજે તે પહેલાં તેના ઉપર આ ટોળકીએ ત્રણ તમંચા વડે આડેધડ ફાયરિંગ શરૂ કરી દીધું હતું. જેમાં મોહન ને ત્રણ ગોળીવાગી હતી.

જોળવા ગામના રોશન રાઠોડ, વિવેક રાઠોડ તેમજ સંતોષ નામના યુવાનો જીમમાંથી ઘરે પરત ફરી રહ્યા હતા, જેમાં રોશનને છાતીના ભાગે ગોળી વાગી ગઇ હતી. બન્ને ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા. જ્યાં મોહન ચલથાણ સંજીવની હોસ્પિટલ ખાતે સારવાર હેઠળ છે, જ્યારે રોશનને મૃત ઘોષિત કરાયો હતો. રોશનના મોતને પગલે પરિવારજનોમાં ભારે આક્રોશ જોવા મળ્યો હતો. મૃતક રોશન બારડોલીની કોલેજમાં બીકોમના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતો હતો.

આ ઘટનાને લઈને લોકોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે. લોકોમાં ઉગ્ર ચર્ચા ચાલી રહી છે કે જો પોલીસ દ્વારા બુટલેગરોને છાવરતા સ્થિતિ વધુ વણસી છે. બુટલેગરો વચ્ચે અવારનવાર છમકલાં થયા કરે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.