Not Set/ સુરત/ સામાન્ય બોલાચાલીમાં મહિલા પર છરીના ઘા ઝિંકી કરી હત્યા

આજે લોકોને નાની નાની બાબતોમાં પણ ગુસ્સે થઈ જવું અને આવેશમાં આવી જવું સામાન્ય બની ગયું છે અને આખરે ગુસ્સામાં ભરાયેલું એક પગલું લોકોના જીવન પર આજીવન દાગ લગાવી જાય છે.અને આવવું જ કાંઈક સુરતની હત્યાની આ ઘટના માં બન્યું છે. સુરતના લાલગેટ પોલીસ મથક વિસ્તારમાં મોડી રાત્રે સામાન્ય બોલાચાલીમાં એક યુવકે એક મહિલાની કરપીણ […]

Gujarat Surat
ઓસ્ટીઓપોરોસીસ 1 સુરત/ સામાન્ય બોલાચાલીમાં મહિલા પર છરીના ઘા ઝિંકી કરી હત્યા

આજે લોકોને નાની નાની બાબતોમાં પણ ગુસ્સે થઈ જવું અને આવેશમાં આવી જવું સામાન્ય બની ગયું છે અને આખરે ગુસ્સામાં ભરાયેલું એક પગલું લોકોના જીવન પર આજીવન દાગ લગાવી જાય છે.અને આવવું જ કાંઈક સુરતની હત્યાની આ ઘટના માં બન્યું છે.

સુરતના લાલગેટ પોલીસ મથક વિસ્તારમાં મોડી રાત્રે સામાન્ય બોલાચાલીમાં એક યુવકે એક મહિલાની કરપીણ હત્યા કરી દેતા હાહાકાર મચી ગયો છે. આ બનાવમાં પોલીસે એક યુવક અને યુવતીની ધરપકડ કરી કાર્યવાહી શરૂ કરી છે. સમગ્ર બનાવની વિગતે વાત કરીએ તો મૃતક મહિલાએ પાડોશમાં રહેતા યુવકને કચરો કરવા બાબતે ઠપકો આપતા બંને વચ્ચે સામાન્ય બોલાચાલી શરૂ થઇ હતી. બાદમાં ઝઘડો ઉગ્ર બનતા આરોપી યુવકે મૃતક મહિલા પર છરીના ઘા ઝિક્યાં હતાં. જેના કારણે મહિલાનું ઘટના સ્થળ પર જ મોત નિપજ્યું હતું.

સુરતના લાલગેટ પોલીસ મથક વિસ્તારમાં આવેલા રાની તળાવ ખાતે મોડી રાત્રે મહિલાની કરપીણ હત્યા કરી દેવામાં આવી છે.બીડી નું ઠુઠું નાખવા બાબતે મહિલાએ યુવકને ઠપકો આપ્યો અને યુવક આવેશમાં આવી મહિલાની હત્યા કરી નાખી .પોલીસે ઘટનામાં  ગણતરીના કલાકોમાં જ યુવક સહિત એક મહિલાની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી આરંભી છે.

સુરતમાં સામાન્ય બોલાચાલી હત્યા સુધી પહોંચી ગઈ હતી.જેમાં જાહેરમાં જ મહિલાની હત્યા કરી દેવાઈ હતી. આ બે મહિલા અને પુરુષ કોઈ અસામાજિક તત્વો કે ખુંખાર ગુનેગાર નથી છતાં આજે મહિલાની હત્યાના ગુનામાં લાલ ગેટ પોલીસે તેમની ધરપકડ કરી છે. વાત કાંઈ ક એમ છેકે ગત રોજ મોડી રાત્રે આવેશમાં આવીને તેમને તેમના જ પડોશમાં એક મહિલાની હત્યા કરી નાખી હતી.

સુરતના સૈયદપુરા ના રાની તળાવ માછીવાડ ખાતે રહેતા અનિતાબેન સરવૈયાએ પાડોશમાં  રહેતા પક્કી ઉર્ફે નારાયણ નામના યુવકને બીડીનું ઠુઠું નાંખવા બાબતે ઠપકો આપ્યો હતો. ઠપકો આપતા અનિતાબેન અને યુવક વચ્ચે સૌ પ્રથમ સામાન્ય બોલાચાલી થઈ હતી.જે બોલાચાલી બાદ ઉશ્કેરાયેલા યુવકે પોતાના ઘરમાંથી તીક્ષ્ણ ચપ્પુ લાવી અનિતાબેન ના પેટ અને પીઠ ના ભાગે ઉપરાછાપરી ઘા ઝીંકી દીધા હતા.જેના કારણે અનિતાબેન જમીન પર ઢળી પડ્યા હતા અને ઘટના સ્થળે જ તેમનું મોત નીપજ્યું હતું.ઘટના ની જાણકારી મળતા લાલગેટ પોલીસ સહિત પોલીસના ઉચ્ચ અધિકારીઓ નો કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને તપાસ શરૂ કરી હતી.

જોકે હત્યા બાદ પોલીસે  મહિલાની લાશને પોસ્ટ -મોર્ટમ અર્થે સુરત નવી સિવિલ હોસ્પિટલ ખસેડી આગળની તપાસ શરૂ કરી હતી. હત્યા ની આ ઘટના માં વચ્ચે છોડાવવા પડેલા અન્ય એક યુવક પણ ઇજાગ્રસ્ત થયો હતો. જેને ખાનગી હોસ્પિટલ ખાતે સારવાર આપવાની ફરજ પડી હતી. જ્યારે હત્યારા પક્કી ઉર્ફે નારાયણ સહિત એક મહિલાની પોલીસે ગણતરીના કલાકોમાં જ ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.મહિલાના મોતને લઈ પરિવારમાં શોકનો માહોલ જોવા મળ્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.